2019 માં શનિ દેવાનો ક્રૂર પ્રભાવ રહેશે આ રાશિઓની ઉપર, જાણો તમારી રાશિ પણ આમાં છે કે નહી !!

0

વર્ષ 2019 શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં જાણો આ વર્ષે તમારા નસીબ માં તમારું ભાગ્ય શું લઈને આવ્યું છે. આ વર્ષે પણ, શનિ દેવની ક્રૂર નજર કેટલીક રાશીઓને પ્રભાવિત કરશે. તો બીજી બાજુ કેટલીક રાશીઓને સારો પ્રભાવ પણ આપે છે.

જ્યોતિષચાર્ય પંડિત સંતરામ મુજબ, શનિની સાડાસાતી પણ રહેવાની છે. તો ચાલો જાણીએ કઈ રાશિ પર કેવી અસર થશે.

મેષ રાશિ : 2019 માં શનિનો પ્રભાવતમારી રાશિ પર સરસ રહેશે. એ ઉપરાંત તમારો ખર્ચ પણ વધારે રહેશે. એપ્રિલ પછી શનિ વક્રી થશે. એવામાં સમજી વિચારીને જ તમારા ભવિષ્યનો વિચાર કરવો.

વૃષભ રાશિ :

વર્ષ 2019 માં શનિની પનોતી રહેશે. એટલા માટે તમારે વ્યાવસાયિક કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે. એવામાં સંભાળીને રહેવાની જરૂર છે. નવા વર્ષમાં સંપતિ ખરીદવાના કોઈ જ યોગ નથી. માટે કોઈ એવા વ્યર્થ પ્રયાસ ન કરો.

મિથુન રાશિ :

વર્ષ 2019 તમારા માટે ખૂબ જ સારું રહેવાનુ છે. શનિ તમારી રાશિના સાતમા સ્થાને આવશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય ઉતમ રહેશે, તમને વ્યાપારમાં પણ સફળતા મળશે.

કર્ક રાશિ :

વર્ષ 2019 ખૂબ જ ઉતમ રહેશે. જે સંતાન તરફથી અત્યંત શુભ રહેશે. સાથે સાથે તમારે શત્રુ પર પણ વિજય થશે. આર્થિક રીતે પણ તમારી સ્થિતિ સુધરશે.

સિંહ રાશિ –

વર્ષ 2019 માં શનિની નજર મારા માટે સારી રહેશે. આ વર્ષે તમને નવી કિર્તિને સ્થાપિત કરશો. સાથે સાથે તમને કોઈ કામયાબી પણ મળશે. તેમજ શેર બજારના વ્યવસાયમાં સફળતા મળશે.

કન્યા રાશિ :

આ વર્ષે, શનિની પનોની તમારા રાશિ પર રહેશે. આ વર્ષે, તમારે તમારા બાળકને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડશે. નોકરીના મુદ્દા પર મૂંઝવણ રહેશે. નવીસંપતિ ખરીદવાનું પણ એકદમ આસાન રહેશે.

તુલા રાશિ:

આ વર્ષે તમે આર્થિક લાભ મેળવી શકો છો. તમારું ખોવાયેલ ધન પાછું મળવાની ઉમ્મીદ છે. નોકરીમાં પણ તમને કામયાબી મળશે ને આ વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેવાવાળું છે. નોકરીમાં પ્રમોશનનો યોગ જોવા મળી રહ્યો છે.

વૃશ્ચિક રાશિ :

આ વર્ષે, તમારી રાશિ પર સાડાસાતીની અસર રહેશે. જે તમારા માટે વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. પરંતુ અન્ય સ્થળોથી તમને ધન પ્રાપ્તિના પણ યોગ બની રહે છે. જો કે આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે નહીં, પરંતુ તમારા પ્રયત્નોથી તમે લાભ જરૂર મેળવી શકો છો.

ધનુ રાશિ:

આ વર્ષે તમારી રાશિ પર સાડાસાતી રહેશે. તેથી આ વર્ષે તમને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, કાર્યસ્થળમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ :

તમારી રાશિ પર પણ સાડાસાતી રહેશે. આ કારણે તમને બધા જ કામમાં બાધા ને અડચણ ઊભી થશે. આરોગ્યની દૃષ્ટિએ જોતાં પણ કંઇ સારું નહીં હોય. નોકરીમાં પણ અડચણ આવવાની શક્યતા છે.

કુંભ રાશિ :

આ વર્ષ તમારા માટે ખુશીથી ભરપૂર રહેશે. જો કે, વ્યવસાયમાં સતર્ક રહેવાની જરૂર છે. પારન્તુ આર્થિક ફાયદા થવાનો પણ યોગ બની રહ્યો છે.

મીન રાશિ :

આ વર્ષે તમે તમારા દુશ્મનો પર વિજય મેળવી શકશો. તમને પૈસાના કમાવવાના ઘણા મૂલ્યવાન અવસરો મળશે. આ વર્ષ તમારા વ્યવસાય માટે શુભ રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here