46 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રી બન્યા છે માં, તો આ વર્ષે ઘણા સેલિબ્રિટીઓ બન્યા છે મમ્મી પપ્પા..!!

0

સ્ટાર કિડનો જલવો બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમા ફૂલોની જેમ હંમેશા છવાયો જ રહે છે. જ્યારે પણ કોઈ ન્યુ કીડ આ જિંદગીમાં આવે છે તો તેના પર દરેકની નજર હોય છે. તેનું નામ તેના જીવનનું તેને પહેલું માંડેલું કદમ,
અને તેની દરેક ફોટોને લાખો લોકો સોશિયલ મીડિયા પર વાઇરલ કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે 2018 મા ઘણા બધા સ્ટાર કીડનો જન્મ થયો છે જે એક થી એક ચઢીયાતા છે.
તમમે એ જાણીને નવાઈ લાગશે કે બૉલીવુડમા એક અભિનેત્રી 46 વર્ષે પણ માતા બની છે. એ પણ ટ્વિન ગર્લની. ફિલ્મ ‘કસૂર ‘, ‘વોટર અને ‘ઈશ્કફોરેવર ‘મા જોવા મળેલી મોડેલ લિઝા રે એ 2012 માં જેસન દેહની સાથે લગ્ન આ મોડેલે આ વર્ષ ટ્વીન બેબી ગર્લને સેરોગેસીની મદદ સાથે આ વર્ષે જન્મ આપ્યો છે .46 વર્ષની લિસાએ તેની પુત્રીઓના નામ સુફી અને સોલિલ રાખ્યા છે.
શાહિદ કપૂર અને મીરા કપૂરે આ વર્ષ 2018 માં તેમના બીજા બાળકને જન્મ આપ્યો હતો. 5 સપ્ટેમ્બરે જન્મેલ આ બેબી બોયનું નામ ઝૈન કપૂર રાખવામા આવ્યું છે. અગાઉ, શાહિદ અને મીરાને એક પુત્રી પણ છે મિશ્રા કપૂર, જેનો જન્મ વર્ષ 2016 માં થયો હતો.
4 માર્ચ, 2018ના દિવસે સની લિયોની અને ડેનિયલ વેબરી એ જાહેરાત કરી હતી કે સેરોગસીની મદદથી તેમણે ટ્વિન બોયને જન્મ આપ્યો છે. જેમના નામ અશેર વેબર અને નોરા સિંઘ વેબર રાખવામાં આવ્યું છે. જુલાઇના પ્રથમ વર્ષમાં, તેણે નિશા કૌર વેબરને પણ દતક લીધો હતો.
વર્ષ 2018 ના પ્રથમ દિવસે એટલે કે, 1 જાન્યુઆરી, સિંગર સુનિધિ ચૌહાણના ઘરે પણ નાના મહેમાનનું આગમન થયું છે. તમને જણાવીએ કે વર્ષ 2012 માં સંગીતકાર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા પછી, સુનિધિ અને હિતેશે આ વર્ષે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું અને તેનું નામ તેઘ સોનિક રાખવામા આવ્યું છે.
આ વર્ષે 10 મી મે, નેહા ધુપિયાએ દિલ્હીના ગુરુદ્વારામાં આનંદ અંગદ સાથે લગ્ન કર્યાં અને તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરીને લોકોને આશ્ચર્યમા મૂકી દીધા હતા. . થોડા મહિના પછી તેણે તેની ગર્ભાવસ્થાની જાણ કરી અને 18 નવેમ્બરના રોજ તેણીએ બેબી ગર્લ મેહર બેદીનું સ્વાગત કર્યું છે.
લગ્નના 14 વર્ષ પછી અભિનેતા શ્રેયસ તલપડે અને તેમની પત્ની દિપ્તીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. 4 મી મેના રોજ, તેમણે તેમના ઘરની બેબી ગર્લનું સ્વાગત કર્યું, જેનું નામ તેમણે આદ્યા રાખ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે દિપ્તી પણ સેરોગેસીની મદદથી જ માતા બની છે.
ફિલ્મ ‘દેશી બોય્ઝ’ અને “ડિશૂમ ” ના ડિરેક્ટર અને અભિનેતા વરુણ ધવનના ભાઈ ડેવિડ ધવનના બીજા પુત્ર પણ આ વર્ષે 31 મેના રોજ જન્મ થયો છે. 2012 માં જાનવી દેસાઈ સાથે લગ્ન કર્યા પછી આ તેમનું પ્રથમ બાળક છે. જો કે રોહિતે હજી પણ પોતાની બાળકીનું નામ જાહેર કર્યું નથી, પણ વરુણે ચોક્કસપણે તેની ભત્રીજીના ઉપનામને કહ્યું છે, બ્રિડી.

વર્ષ 2017 ના અંતે લગ્નના બંધનમાં બંધાયેલા નીલ નીતિન મુકેશ, આ વર્ષે પિતા બન્યા છે એ પણ બેબી ગર્લના. તેમની પત્ની રુકામણીએ 20 મી સપ્ટેમ્બરે પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ રાખ્યું છે નૂરવી નીલ મુકેશ,

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here