2009 માં સલમાન સાથે કર્યું હતું આ અભિનેત્રીએ કામ, આજે પણ દેખાય છે અત્યંત ખુબસુરત – 24 Photos જુવો

0

જો કે આજના સમયમાં સલમાન ખાન એ જાણીતું નામ છે અને તેને કોઈ ઓળખાણની જરૂર નથી પણ એક સમય હતો જ્યારે તેનું ફીલ્મી કેરિયર ખતરામાં આવી ગયું હતું. પણ તેના બાદ 2009 માં આવેલી ફિલ્મ ‘વોન્ટેડ’ દ્વારા તેના કેરિયરનેં એક નવો જ ટર્નીંગ પોઈન્ટ મળ્યો હતો. આ ફિલ્મ પહેલા સલમાનને પોતાનું કેરિયર ડૂબી જવાનો ખતરો આવી પહોંચ્યો હતો. પણ બાદમાં જયારે આ ફિલ્મે બોક્સ ઓફીસ પર કમાણી કરી અને કામિયાબી મળી બાદમાં સલમાને પણ પાછુ વળી જોયું ન હતું. ફિલ્મમાં સલમાન સાથે પ્રકાશ રાજ અને વિનોદ ખન્ના જેવા અભિનેતાઓ પણ શામિલ હતા. જણાવી દઈએ કે ફિલ્મમાં સલમાનની ગર્લફ્રેન્ડ બનેલી આઈશા ટાકિયાએ ફિલ્મમાં જહાનવીનો રોલ પ્લે કર્યો હતો.

આજે અમે અઈશા ટાકિયા વિશેની વાત કરવાના છીએ. આવો તો જાણીએ તેના લાઈફની મજેદાર વાતો.

2004 માં કર્યું બોલીવુડ ડેબ્યું:જણાવી દઈએ કે આઈશા એ પોતાના કેરીયરની શરૂઆત મોડેલીંગ વડે કરી હતી, બાદમાં તેણે 2004 નાં વર્ષમાં આવેલી ફિલ્મ ‘ટારઝન દ વન્ડર કાર’ સાથે ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. તેના કેરિયરની આ પહેલી ફિલ્મ હતી અને આ ફિલ્મ ખુબ હીટ સાબિત થઇ હતી અને આ ફિલ્મથી આઈશાને બોલીવુડમાં ખુબ લોકપ્રિયતા મળી હતી અને આ ફિલ્મ બાદ તે જ વર્ષમાં તેને અન્ય બે ફિલ્મો મળી ગઈ હતી.

આઈશાને ફિલ્મ વોન્ટેડ(2009) અને ડોર(2006) માટે એવોર્ડ મળ્યો હતો અને આં બે ફિલ્મો તેના કેરિયરની સૌથી બેસ્ટ અને સૌથી મોટી ફિલ્મોમાંની એક છે.

આઈશાનો જન્મ 10 એપ્રિલ 1986 માં મુંબઈ માં થયો હતો. અને હાલ તેની ઉમર 31 વર્ષની છે પણ આટલી ઉંમર હોવા છતાં પણ આઈશા ખુબ જ સુંદર અને હોટ છે.

આઈશાએ વર્ષ 2009 માં મુસ્લિમ યુવક ફરહાન આજમી સાથે લગ્ન કર્યા હતા, ફરહાન એક મોટા બીઝનેસમેન છે. આઈશા અને ફરહાનનો એક ક્યુટ દીકરો પણ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!