200 રૂપિયા દરરોજ બચાવવાનું કરો પ્લાનિંગ, 20 વર્ષમાં થઈ જશે 45 લાખ, 31 લાખનો થશે એક્સ્ટ્રા ફાયદો

0

સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર થવા પર લોકો એવી સ્થિતિમાં આવી જાય છે કે 150 થી 200 રૂપિયા બચાવી શકે. પણ મોટાભાગના લોકો નાની મોટી બચત પર ધ્યાન જ નથી આપતાં. કારણે કે એમને એવું લાગે છે કે આવી નાની બચતથી કંઈ જ ફાયદો નહીં થાય. અમે આવા લોકો માટે એક કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા વિશે વાત કરીશું, જેનાથી જો તમે દરરોજ 200 રૂપિયા બચાવી શકો તો 20 વર્ષ બાદ આપને એક સાથે મળશે 45 લાખ રૂપિયા. આ માહિતી એ લોકો માટે ખૂબ જ કામની છે કે જેમની ઉંમર 25 થી 35 વર્ષની છે અથવા જેમને નવી નોકરી શરું કરી છે. શું છે કમ્પાઉન્ડિંગનો ફોર્મ્યુલા

  • A=P (1+r/n)nt
  • A: કુલ રકમ
  • P: મૂળ રકમ
  • r: વ્યજનો દર
  • n: એક વર્ષમાં કેટલીવાર કમ્પાઉન્ડિંગ
  • nt: કુલ સમય

20 વર્ષમાં 45.36 લાખ રૂપિયાનો ફંડ

જો તમે દરરોજ 200 રૂપિયાની બચત કરો છો તો મહિને 6000ની બચત થશે અને વાર્ષિક 72,000ની બચત થશે. જો તમે આ બચત 20 વર્ષ સુધી કરો તો 14.40 લાખ રૂપિયા થશે. તમારે રોકાણ તો પહેલા વર્ષથી જ કરવું પડશે અને ઘણી એવી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે જે 10 ટકા જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. જો 10 ટકા કમ્પાઉન્ડિંગ 20 વર્ષ માટે જોઈએ તો 20 વર્ષ પછી તમારું રોકાણ 45.36 લાખ રૂપિયા થઈ જશે અને આપને 31 લાખ રૂપિયા વધારે મળશે.

જો તમે દસ વર્ષ માટે બચત કરો તોજો 200 રૂપિયા લેખે બચત માસિક 6000 થાય અને વાર્ષિક 72,000 રૂપિયા થાય અને દસ વર્ષ પછી કુલ બચત 7.20 લાખ રૂપિયા થશે. તમારા રોકાણ પર 10 ટકાના વ્યાજથી દસ વર્ષ માટે જોઈએ તો દસ વર્ષ બાદ તમારું રોકાણ 12.62 લાખ રૂપિયા થશે.

અહીં કરો રોકાણ

તમારી માટે મ્યુચ્યુઅલ ફંડની કેટલીક યોજનાઓ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે અને મ્યુચ્યુઅલ ફંડની જેમ લિકવિડ ફંડ સ્કીમ છે, જે બચત ખાતાની જેમ કામ કરે છે. પાછલા વર્ષે મ્યુચ્યુઅલ ફંડ અને લિકવિડ સ્કીમમાં 10 થી 12 ટકા જેટલો રેટ આપવામાં આવ્યો હતો. આ યોજનાઓમાં તમે જ્યારે ચાહો ત્યારે પૈસા નીકાળી શકો છો એટલે કે તમને પૈસા ફસાવવાનો ડર પણ નહીં રહે. બસ તમારે દર વર્ષે સારા ફંડને સિલેક્ટ કરવાનો છે.

મ્યુચ્યુઅલ ફંડ શા માટે છે સારો વિકલ્પમ્યુચ્યુઅલ ફંડ સારો ઓપશન છે કારણ કે સારા ફંડમાં રિટર્ન ઊંચું મળે છે. આનું સારું ઉદાહરણ પાછલા વર્ષના રિટર્નમાં મળી શકે છે. પાછલા વર્ષની જો વાત કરીએ તો 78 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. પાછલા વર્ષે ડિસેમ્બર સુધી SBI Small & Midcap Fund (G) માં 78.5 %, L&T Emerging Businesses Fund-RP (G) માં 63.8 %, L&T Infrastructure (G) માં 59.5 % અને HDFC Small Cap Fund – Direct (G) માં 58.2 % રિટર્ન મળ્યું.

ચોઇસ બ્રોકિંગમાં પ્રમુખ અજય કેજરીવાલ અનુસાર લાર્જ કેપ અથવા બેલેન્સ્ડ ફંડની યોજના અપનાવવી જોઈએ. આ કેટેગરીના ફંડ સારું રિટર્ન આપે છે અને સાથે સાથે સુરક્ષાની ગેરેન્ટી પણ આપે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here