દીકરાની ફિલ્મ એ 200 કરોડની કમાણી કરી, છતાંય બાપ છે બસ ડ્રાઇવર…રસપ્રદ લેખ

0

હાલના દિવસોમાં અભિનેતા યશ ની કન્નડ ફિલ્મ ‘કેજીએફ’ ખુબ ધૂમ મચાવી રહી છે. કેજીએફ હિન્દી વર્ઝન માં પણ પોતાની છાપ છોડી ચુકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ની 200 કરોડ થી પણ વધારે કમાણી થઈ ચુકી છે.પિતા આજે પણ ચલાવે છે બસ:
યશ ની આ ફિલ્મ ભલે 200 કરોડ થી વધારે કમાણી કરી રહી હોય, પણ તેના પિતા આજે પણ બસ ડ્રાઇવર જ છે. તેના પિતા નું નામ અરુણ કુમાર છે. પિતા નું માનવું છે કે આ વ્યવસાય ને લીધે જ તે પોતાના દીકરા ને એક મોટા સુપર સ્ટાર બનાવવામાં કામિયાબ રહ્યા છે. તે આ વ્યવસાય ને ક્યારેય પણ નહીં છોડે.
યશ નું સાચું નામ:યશ નો જન્મ કર્ણાટક માં થયેલો છે. તેનું સાચું નામ ‘નવીન કુમાર ગૌડા’ છે. યશ એ પોતાના કેરિયર ની શરૂઆત ટીવી સિરિયલ ‘નંદા ગોકુલ’ દ્વારા કરી હતી. તેમણે વર્ષ 2007 માં ફિલ્મ ‘Jambada Hudugi’ થી ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મમાં તેનો બીજો લીડ રોલ હતો.
કરોડો ના છે માલિક:યશ નું ફિલ્મી કેરિયર 12 વર્ષ નું છે. જેમાં તેમણે 18 ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેતા પાસે 40 કરોડ કરતા પણ વધારે સંપત્તિ છે. અને તે 3 કરોડ ના બંગલા ના માલિક પણ છે તે એક ફિલ્મ માટે 5 કરોડ કરતા પણ વધારે ચાર્જ લે છે.
પોતાના લગ્નમાં બોલાવ્યું પૂરું કર્ણાટક:યશ નું દિલ ખુબ જ મોટું છે. અભિનેત્રી રાધિકા પંડિત સાથે તેમણે લવ મેરેજ કર્યા હતા. તેઓનની પહેલી મુલાકાત ટીવી સિરિયલ નંદા ગોકુલ માં થઇ હતી. પહેલા દોસ્તી અને પછી પ્રેમ. ગોવામાં ચુપચાપ સગાઈ કર્યા પછી તેઓએ બેંગ્લોર માં લગ્ન કર્યા હતા. દિલચસ્પ વાત એ છે કે યશ એ પોતાની રીશેપ્શન પાર્ટીમાં પુરા કર્ણાટક ને આમંત્રિત કર્યું હતું, હાલ બંને ની એક દીકરી પણ છે.
જરૂરિયાતમંદ લોકોની કરે છે બંને મદદ:વર્ષ 2017 માં યશ અને રાધિકા એ મળીને યશ માર્ગ ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. કર્ણાટક ના સુકેલા વીરાંન કોપ્પાલ જિલ્લા માં યશ એ 4 કરોડ લગાવીને એક ઝીલ બનાવડાવી હતી, જેથી લોકોને શુદ્ધ પાણી પીવા મળી શકે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here