200 કરોડ ખર્ચીને સરકાર ઇજનેરો પાસે આ કામ ના કરાવી શક્યા, 5 મી પાસ આ ભાઈએ કરી દીધું – વાંચો રસપ્રદ લેખ

0

રાજસ્થાન ના કોટા માં નીરજ તિવારી નામના વ્યક્તિ એ તે કરી બતાવ્યું, જેના માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી ચુકી હતી. અહીં ના ગુમાનપુરા નિવાસી નીરજ એ બાયો સીવરેજ ટ્રીટમેન્ટ એન્ડ ઈલેક્ટ્રીસીટી જનરેશન પ્લાન્ટ તૈયાર કર્યો છે. ખાસ વાત એ છે કે તેના માટે તેને સરકારની કોઈ જ મદદ મળી ન હતી, તેણે પોતાના ખર્ચે અને મહેનત થી જ આ કામ કર્યું છે. નીરજ તિવારી એ બનાવ્યો પ્લાન્ટ:

રિપોર્ટ અનુસાર કોટા નગર વિકાસ અને નગર નિગમ કરોડો રૂપિયા તેના પર ખર્ચી ચુકી છે અને તેના માટે ઘણીવાર વૈજ્ઞાનિકો ની પણ મદદ લઇ ચુક્યા છે પણ બાયો સીવરેજ ટ્રીટમેન્ટ એન્ડ ઈલેક્ટ્રીસીટી જનરેશન પ્લાન્ટ તૈયાર કરવામાં કામિયાબી મળી નીરજ તિવારી ને. લગભગ પાંચ મી પાસ નીરજે પોતાની મહેનત ના દમ પર નાળા ના પાણીને પીવા લાયક બનાવામાં કામિયાબી હાંસિલ કરી લીધી છે.

આવી રીતે કામ કરે છે પ્લાન્ટ:

નીરજ ના વેસ્ટેજ થી બનાવામાં આવેલા આ પ્લાન્ટ માં સીવરેજ ને સાફ કરવા માટે ત્રણ હિસ્સા માં વહેંચાયેલી ટનલ બનાવામાં આવી છે. ટનલ ને નાળા થી જોડવામાં આવી. દરેક ટનલ માં 5-5 એનિકટ બનાવામાં આવ્યા છે. પહેલા એનીકટ માં લાઇમ સ્ટોન, બીજા માં રથકાંકર સ્ટોન, ત્રીજા માં તારકોલ, ચોથા માં ઈંટ અને પાંચ માં મિક્સ મટેરિયલ ની સાથે ફટકડી નાખવામાં આવી છે. કચરા ને રોકવા માટેનું ફિલ્ટર લગાવામાં આવ્યું છે.

પહેલી ટનલ માં પાણી ફિલ્ટર થયા પછી ટેન્ક માં પડે છે, જેનાથી કચરો નીચે બેસી જાય છે. અહીં થી ટેન્ક બીજી અને ત્રીજી ટનલ માં જાય છે. આજે જાઈલમ અને શ્લોયમ ટિશ્યુઝ દ્વારા પાણી ફિલ્ટર થાય છે અને પછી પાણી શુદ્ધ બને છે, નીરજે જણાવ્યું કે તેણે નમૂના માં એ જાણવા મળ્યું કે તેના પ્લાન્ટ માં સાફ થયા પછી પાણી ના હાનિકારક તત્વો ખતમ થઇ ચુક્યા હતા પણ પાણી માં ઓક્સિજન ની માત્રા ઘટી ગઈ હતી.  નીરજે ગંદા પાણી ને પીવા લાયક બનાવા માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો, સાથે જ તેમાં આવનારો ખર્ચ, માટે તેનાથી વીજળી બનાવાનો તરીકો પણ શોધી લીધો. જો કે તેના આ ઉમદા કામ ના વખાણ ન તો નગર નિગમે કર્યા ના અને ન તો કોઈ પ્રશાસનીક અધિકારીઓએ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મહાપ્રબંધકે વાઈએમ માથુર એ પ્લાન્ટ ના વખાણ કરતા કોટા માં 14 પ્લાન્ટ લગાવાની વાત કહી છે. જો કે જમીન પર તેને હજી સુધી તેને લઈને કોઈ કામ નથી થયું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here