આ 20 Photos સાબિત કરે છે કે આપણે જાપાનથી કેટલાય વર્ષો પાછળ છીએ – આવા ફોટોસ તમે ક્યારેય નહિ જોયા હોય..

0

તમે જાપાનને ફક્ત અમુક વાતોના લીધે જ જાણતા હશો. આપણા દુશ્મન દેશ તરીકે, ત્યાના સુમો રેસલરથી ઓળખીએ છીએ પણ આજે અમે તમને જાપાનની એવી એવી વસ્તુઓ બતાવીશું કે તમને થશે કે ખરેખર જિંદગી તો ત્યાના લોકો જ જીવે છે. આપણો દેશ તો હજી તેની સરખામણીએ ક્યાય પાછળ છે. ત્યાના લોકો વિષે અને તેમના સ્વભાવ જાણીને તમને આશ્ચર્ય થશે. તો આવો આજે તમને કરાવીએ જાપાનની સફર.

૧. થોડા સમય પહેલા જાપાનમાં બસના ડ્રાઈવરોએ હડતાળ કરી હતી, ત્યારે આપણા દેશની જેમ તેઓ બસ ચલાવવાનું છોડી નથી દેતા ત્યાના ડ્રાઈવરએ બસ ચલાવાવનું તો ચાલુ જ રાખ્યું પણ તેણે કોઈપણ પેસેન્જર પાસેથી ભાડું લીધું નહિ. છે ને મસ્ત વાત.

૨. જાપનાના ફૂટબોલ લવર મિત્રોએ ૨૦૧૪ ફીફા વર્લ્ડકપની કોઈપણ મેચ પૂરી થયા પછી તેઓ હાથ હલાવતા જતા નથી રહેતા તેઓ ત્યાં થોડો સમય વધુ રોકાઇને નીચે પડેલો બધો કચરો ઉઠાવે છે. અને જે તે જગ્યાને સાફ કરીને પછી જાય છે.

૩. તમને જાપાનમાં આવા ટોયલેટ જગ્યા જગ્યાએ જોવા મળે તો નવાઈ પામતા નહિ, ટોયલેટ પછી હાથ ધોવામાં જે પાણી વપરાય તે પાણી ફ્લશ ટેન્કમાં જ જમા થાય છે અને તે પાણી એ ફ્લશ કરો ત્યારે કામમાં લાગે. છે ને પાણી બચાવવા માટેનો અદ્ભુત ઉપાય.

૪. આપણા દેશમાં જ્યાં અમુક ગટરને ઢાંકણા પણ નથી હોતા ત્યાં અહિયાં આ જગ્યાએ ગટરના ઢાંકણા પર સુંદર ડીઝાઇનવાળા બનાવવામાં આવ્યા છે.

૫. થોડા સમય પહેલા એક મહિલાએ જાપાનના કોઈ એક દવાખાનમાં બાળકને જન્મ આપ્યો આ નીચે ફોટોમાં બતાવેલ ભોજન તેને દવાખાનમાંથી આપવામાં આવતું હતું. જોઇને જ કોઈને પણ ખાવાનું મન થઈ જાય એવું પ્રેઝન્ટેશન પણ છે.

૬. જાપનની બુલેટ ટ્રેન એટલી સ્મુધ ચાલતી હોય છે તે તમે આ ફોટોમાં જોઈ શકો છો. સિક્કો એમને એમ ચાલુ ગાડીએ પણ ઉભો જ છે.

૭. આ એક ચિઠ્ઠી જાપાનમાં એક સાઈકલમાં જોવા મળી હતી જેમાં લખેલું હતું કે ભૂલથી તમારી સાઈકલ સાથે ટક્કર થઇ ગઈ હતી તો માફ કરશો. રીપેરના પૈસા પણ આ ચિઠ્ઠી સાથે મળ્યા હતા.

૮. એકવાર એક વ્યક્તિએ ભૂલથી પોતાની શોપિંગ બેગ રસ્તા પર પડી ગઈ હતી. જયારે તે વ્યક્તિને યાદ આવ્યું ત્યારે તેઓ પાછા તે બેગ શોધવા માટે આવ્યો હતો ત્યારે આ બેગ તેમને તે જગ્યાથી નજીક એક ઝાડ નીચે તેમની બેગ મળી હતી. જેમાંથી કોઈપણ વસ્તુ ગાયબ થઇ હતી નહિ.

૯. જાપાન એ ફક્ત ટેકનોલોજીની બાબતમાં જ આગળ નથી ત્યાના લોકો  પણ શિસ્તના એટલા પાલનકરતા છે.

૧૦. ટોક્યોમાં થોડા સમય પહેલા આ નજારો જોવા મળ્યો હતો. વાત એમ હતી કે એક મહિલા એ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગઈ હતી માટે દરેક લોકો ટ્રેનને એકબાજુથી ઉંચી કરીને એ મહિલાને બહાર લાવવા મદદ કરી રહ્યા હતા.

૧૧. અહિયાં જે તમને વસ્તુના ફોટોમાં દેખાય છે એ જ વસ્તુ તમને ખાવા પણ મળે છે.

૧૨. ત્યાં ચ્વીન્ગમ સાથે થોડા પેપર પણ આપવામાં આવે છે જેના લીધે ખાઈ લીધા પછી તે ગમને પેપરમાં લપેટીને કચરામાં ફેંકી શકાય.

૧૩. ટોક્યોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રીતે ફ્રીમાં ચોકેલેટ અને ઓરગામી મળતા હોય છે.

૧૪. જાપાનમાં લગભગ દરેક પાર્કિંગમાં લોકો ગાડી આવીરીતે રીવર્સ કરીને જ પાર્ક કરતા હોય છે.

૧૫. ટોક્યો રેલ્વે સ્ટેશન પર લોકો ટ્રેનમાં બેસવા માટે ટોળે નથી વળતા, કે નથી કોઈપણ જાતની ધક્કામુક્કી કરતા, તેઓ આવી રીતે લાઈનમાં ઉભા રહે છે.

૧૬. ત્યાંની અમુક ટ્રેનમાં બાળકો માટે આવી રીતે સ્પેશીયલ સીટ આપવામાં આવતી હોય છે.

૧૭. ટોક્યોમાં એક ટ્રેન એકવાર ૨૦ સેકન્ડ વહેલા ઉપડી ગઈ હતી તેના માટે માફી માંગતો પત્ર જાહેર કર્યો હતો.

૧૮. જાપાનની લગભગ દરેક હોટલ પર આવીરીતે ફેક ડીશ બનાવીને મુકવામાં આવે છે જેથી જમવા આવનાર વ્યક્તિને ખ્યાલ આવે કે તેણે જે ઓર્ડર કર્યો છે એ વાનગી આવી બનીને આવશે.

૧૯. જાપાનની એક હોટલે ફક્ત એક મિનીટ માટે બંધ કરેલા ઈન્ટરનેટ કનેકશનના કારણે ગ્રાહકો પાસેથી માફી માંગી હતી.

૨૦. આ એક જ એવો દેશ છે જ્યાં આવીરીતે પર્સ અને બીજી વસ્તુઓ બહાર ખુલ્લામાં રાખીને આરામથી સુઈ શકાય.

આ લેખ ફક્ત લોકોમાં જાણકારી ફેલાય તેની માટે જ છે કોઈપણ પ્રકારે કોઈની લાગણી દુભાવવા માટે નથી. બાકી કઈ પણ કહો જાપાન છે તો જબરદસ્ત તમને કઈ વસ્તુ કે સર્વિસ વધુ પસંદ આવી કોમેન્ટમાં જણાવજો જરૂર. આપણા દેશમાં કઈ ફેસીલીટી હોવી જ જોઈએ.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!