2 વર્ષ સુધી હિમાલય ની ગુફાઓ માં ભટકતા રહ્યા ‘મોદી’,પછી એક દિવ્ય સાધુ થી થઈ મુલાકાત બદલાવી નાખી જિંદગી..જાણો આખી કહાની

પ્રધાનમંત્રીની બોલબાલા માત્ર ભારતમાં જ નહિ પણ પુરી દુનિયામાં થાય છે. ભારતને યોગના જન્મદાતા કહેવામાં આવે છે પણ આ વાતની સાબિતી મોદી જી એ ઇન્ટરનૅશન યોગ દિવસ ને ઘોષિત કરાવીને આપી. તેના પછી પુરી દુનિયામાં એ વાતને સ્વીકાર કર્યો કે મોદી જી વાસ્તવમાં દેશને તરક્કી પર લઈને જઈ શકે છે.
જો કે મોદી જી ની આજના જીવનની વાતો તો બધા જાણે જ છે પણ તેના ભૂતકાળની વાત કરીયે તો તેના જીવનમાં ઘણી એવી વાતો છે જેના વિશે ખુબ જ ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.
આજે અમે તમને તે જ ગુપ્ત અને ઓછી ચર્ચિત બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રાજા બનશે આ સંત:જયારે મોદીજી 12 વર્ષના હતા ત્યારે તેની માં એ વડનગરના એક જ્યોતિષીને તેની કુંડળી દેખાડી હતી. તે જ્યોતિષે જણાવ્યું કે તારો દીકરો કા તો રાજા બનશે અથવા તો શંકરાચાર્ય જેવો મહાન સંત. મોદીજી નો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના વૃશ્ચિક લગ્ન, કર્ક નવાંશ, વૃશ્ચિક રાશિમાં થયો હતો.

કેવી રીતે બન્યા સંત:

પોતાના આરંભિક જીવનમાં મોદી જી સંત બની ગયા હતા. બાળપણમાં જયારે પણ કોઈ સાધુ ને જોતા તો તેની પાછળ-પાછળ ચાલવા લાગતા હતા. એવામાં તેની માતા ને એ ચિંતા સતાવા લાગી કે ક્યાંક તે સંન્યાસી ન બની જાય. બસ તેના લીધે જ તેના લગ્ન માતા જશોદાબેને જલ્દી જ કરાવી નાખ્યા.

લગ્નના અમુક વર્ષો પછી હીરાબેને નરેન્દ્ર ને કહ્યું કે હવે તારા गौने(જેમાં વર પોતાની પત્નીના ઘરે જઈને અમુક રીત-રિવાજો પુરા કરીને પત્નીને પોતાની સાથે ઘરે લઈને આવે છે)ની વાત ચાલ રહી છે. કેમ કે પોતાની પત્ની પોતના પિયરે ગયા પછી નરેન્દ્ર તેને લેવા માટે ગયા ન હતા, માટે રીત-રિવાજો પુરા કરવા માટે નરેન્દ્રને પત્નીના પિયર તેને તેડવા માટે જવું પડે એમ હતું. આ સાંભળીને નરેન્દ્રને ગુસ્સો આવી ગયો અને કહ્યું કે તે બધા ચક્કરમાં પડવા નથી માગતા અને તે હિમાલય જઈને જીવનનું સાચું મહત્વ જાણવા માંગે છે. જેને લીધે તેના પરિવારના લોકોએ તેના પર गौने નો દબાવ કર્યો અને જેના ચાલતા એક દિવસ તે રાતે ઘર છોડીને ચાલ્યા ગયા.2 વર્ષ સુધી મોદી જી હિમાલયની ગુફાઓમાં સાધુઓની જેમ ફરતા રહ્યા અને આ દરમિયાન એક સાધુ સાથે તેની મુકાલાત થઇ. તે સાધુએ મોદીજીને હિમાલયમાં ભટકવાનું કારણ પૂછ્યું, તો તે ભગવાનની શોધમાં અહીં આવ્યા છે.
ત્યારે આ સાધુએ કહ્યું કે તારી ઉમર આ હિમાલયની ગુફામાં ભટકવા માટેની નથી. સમાજની સેવા કરીને પણ તને ઈશ્વર મળી શકે છે. તેના પછી મોદી જી ઘરે પરત ફર્યા પણ વૈવાહિક જીવનમાં રહેવા માટે નહિ. 17 વર્ષની ઉંમરમાં જ તેમણે સન્યાસ લઈને 1967 માં તે બેલુર મઠ પણ ગયા હતા. ત્યાં તેની મુલાકાત સ્વામી માધવાનંદ સાથે થઇ હતી.
તેના પછી મોદી જી એ બીજેપી પાર્ટીમાં કાર્યકર્તાના રૂપમાં પોતાના રાજનૈતિક જીવનનો આરંભ કર્યો અને અહીં સુધી  પહોંચ્યા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!