2, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે કઈ રાશિને મળશે માનસિક શાંતિ ને કોને થશે આર્થિક પ્રગતિ … !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
શેર અને કોમોડીટી ક્ષેત્ર સાથે જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. પારિવારિક અને સામાજિક દ્રષ્ટીએ તમને માન-સન્માન મળશે. અમુક પ્રભાવશાળી લોકોની સાથે મુલાકાત થશે, જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે. દામ્પત્યજીવન માટે આજનો દિવસ સુંદર રહેશે. તમારા નસીબનો આજે પુરતો સહકાર મળશે. જો નોકરી બદલવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજે સારા ચાન્સ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે સમય અનુકુળ. જમીન અને મકાન સાથે જોડાયેલ કામ કરતા મિત્રોને ધનલાભ થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. વેપાર પણ વધશે અને ધનલાભ પણ થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
શેર માર્કેટ અને કોમોડિટીમાં પૈસા રોકાણ કરવાથી ભવિષ્યમાં ધનલાભ થશે. જમીન અને મકાનમાં રોકાણ કરી શકશો. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. ઘરમાં સુખ સુવિધાના સાધન વસાવી શકશો. તણાવને કારણે માથાનો દુઃખાવો થઇ શકે છે. વધારે કામ કરવાથી બેચેની જણાશે કામમાંથી થોડો સમય કાઢીને આરામ કરો. વેપારી મિત્રો અને નોકરી કરતા મિત્રોને મુસાફરી કરવાના યોગ છે. તમારી ખુશીઓમાં વધારો થશે. જમીન અને મકાન લે વેચનું કામ કરવાવાળા લોકોને અચાનક ધનલાભ થવાના સંકેત છે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
તમારી આર્થિક સ્થિતિમાં અચાનક બદલાવ આવશે શેર માર્કેટથી વધારાનો ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન અશાંત થવાના યોગ છે. માતાની તબિયત બગડી શકે છે, આજે મકાન અને જમીન ખરીદવાના યોગ છે. જીવનસાથી સાથે સાથે તાલમેલ સારો રહેશે. કોઈની પણ સાથે વાત કરતા આજે તમારે તમારી વાણી અને તમારા વર્તન પર કાબુ રાખવો. આજે તમારે કોઈની સાથે વાત કરતા તમારું પદ કયું છે એ વિચારવાનું નથી નાના મોટા દરેકને એકસમાન ગણો. વિદ્યાર્થી મિત્રોની તબિયત નરમગરમ રહી શકે છે. વેપારીઓ માટે સમય ઉત્તમ રહેશે, તમારા દુશ્મનો પોતાની હાર સ્વીકારશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
પરિવાર સાથે સમય વિતાવવા માટે આજે સારો સમય છે. જો કોઈ જુનો કેસ કે કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો આજે અંત આવી શકે છે. નાણાકીય વ્યવહારને લઈને કોઈ બીજા અર આજે બહુ ભરોસો કરશો નહિ આજે બને ત્યાં સુધી કોઈ બીજાને ઉધાર પૈસા આપતા પહેલા પણ વિચાર કરજો નહિ તો તમારા પૈસા ડૂબવાના યોગ છે. બજેટને ધ્યાનમાં રાખીને જીવતા લોકો માટે આજનો દિવસ નિરાશા ભરેલો હશે તમે ઈચ્છો એ રીતે ખર્ચ નહિ કરી શકો. આજે તમારા સંતાનો પણ તમારાથી નારાજ થઇ શકે છે તો એમને તમારી પરિસ્થિતિ સમજાવો. દિવસનો અંત પરિવાર સાથે પ્રેમથી પસાર થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):
ઇન્કમ વધારવા માટે આજે નવા સોર્સ મળશે, મહેનત કરશો અને તમને જોઈએ એવી સફળતા તેમાં મળશે. તમારા પરિવાર અને પત્નીનો તમને સહકાર જરૂર મળશે. ઘણા સમયથી મૂંજવી રહેલ સવાલના જવાબ મળશે. પ્રેમીઓ માટે ઉત્તમ દિવસ એકબીજાને સમય આપી શકશો. લગ્ન કરવા માંગતા મિત્રોના લગ્ન સંબંધિત અમાચાર આવશે. સ્વાસ્થ્ય આજે ઠીક રહેશે, સાંજના સમયે પેટમાં દુખાવો થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ પોતાના ના મળતા સવાલના જવાબ મળશે. નવું કામ શરુ કરવા માટે સારો દિવસ. વેપારી મિત્રોને ધનલાભના યોગ છે. અમુક સ્કીમમાં કે પ્રોજેક્ટમાં અનુભવી મિત્રોની સલાહ જરૂર લેજો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ઓઅન ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): .
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકશો. ઇન્કમ વધારવા માટેના નવા સોર્સ મળશે. પરિવારમાં શાંતિ બની રહે તેના માટે તમારે મહેનત કરવાની રહેશે. કોઈપણ વાદ વિવાદમાં પડ્યા વગર જો કોઈપણ વિવાદ શાંતિથી પૂર્ણ થાય એમ હોય તો પહેલા એ કાર્ય કરો. તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. પ્રેમીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારું સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે. નોકરી કરતા મિત્રો ઘણી મહેનત કરશે અને તેનું ફળ તેમને જરૂર મળશે. તમારે દિન પ્રતિદિન તમારી કામ કરવાની ક્ષમતાને વધારવાની જરૂરત છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક: વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here