રજનીકાંત અને અક્ષય કુમાર ની 2.0 ના હિંદી વર્ઝન જોવા જેવું છે કે નહિ? ક્લિક કરી રીવ્યુ વાંચી લો

0

Poster વર્ષ 2010 માં રજનીકાંત અને ઐશ્વર્યા રાઈ ની ફિલ્મ રૉબોટ માં દેખાડવામાં આવ્યું હતું કે સાઇન્સ-ફિક્શન પર આધારિત ફિલ્મ નું સિનેમા માં સારું એવું ભવિષ્ય છે. હવે આ ફિલ્મ ના આઠ વર્ષ પછી તેનું સિક્વલ પણ તૈયાર છે અને 2.0 ના નામથી રિલીઝ થયું છે. ડાયરેક્ટ એસ શંકર ની આ ફિલ્મ માં એક વાર ફરી રજનીકાંત લીડ રોલ માં છે અને રોબોટ ચિટ્ટી બનીને દર્શકો ને મળી રહ્યા છે. જયારે ફિલ્મ માં વિલેન નો રોલ અક્ષય કુમાર કરી રહ્યા છે અને તેના લુક ને તેની પહેલા પોસ્ટર થી ખુબ ચર્ચાઓ અને વખાણ પણ મળ્યા છે. જણાવી દઈએ કે ફિલ્મ માં 3,000 ટેકનીશીયનો એ કામ કર્યું છે.   તેઓની ફિલ્મ ને પહેલા જ દિવસે સાઉથ માં ખુબ જ સારો એવો રીસ્પોન્સ મળ્યો છે. જયારે ઉત્તર ભારતમાં પણ ફિલ્મ ના હિન્દી વર્ઝન ને જોઈને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. અક્ષય કુમાર નું ફેન ફોલિંગ પણ ખુબ વધુ છે જેઓ તેને આ અવતાર માં પહેલી વાર જોવા માટે બેતાબ છે.

જો કે હિન્દી બેલ્ટ માં તેનો કઈ ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો નથી. પણ સાઉથ બેલ્ટ અને સિંગાપુર,મલેશિયા જેવા દેશો માં ફિલ્મ ની બુકીંગ જોરદાર થઇ રહી છે.જયારે રિપોર્ટ અનુસાર પાકિસ્તાન માં પણ 2.0 ને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ઉમ્મીદ છે કે અક્ષય કુમાર અને રજનીકાંત ની આ ફિલ્મ જોરદાર ઓપનિંગ લઇ રહી છે અને પહેલા જ દિવસે 100 કરોડ ની કમાણી કરી લેશે. ઓપનિંગ ડે પર મોર્નિંગ શો ની વાત કરીયે તો ઓક્યુપેન્સી 40 ટકા રહી. ડબ્બ ફિલ્મ ના ચાલતા તેને સારો આંકડો માનવામાં આવી રહ્યું છે. ભારે ભરખમ બજેટ માં બનેલી 2.0 ની તુલના એસ એસ રાજામૌલી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ બાહુબલી 2 સાથે કરવામાં આવી રહી છે.

હિન્દી ના સિવાય ફિલ્મ તમિલ અને તૈલૂગુ ભાષા માં પણ રિલીઝ થઇ છે. સાઉથ માં ફિલ્મ ને 95 ટકા ની ઓક્યુપેન્સી મળી. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મોટી મોટી અન્ય ફિલ્મો નો પણ રેકોર્ડ તોડી શકે તેમ છે. ક્લાઈમેક્સ છે દમદાર:

અક્ષય કુમાર નો રોલ ખુબ જ જબરદસ્ત રાખવામાં આવ્યો છે. ફિલ્મ શરૂ થતા જ ચિટ્ટી ની એન્ટ્રી થતા બે રજનીકાંત અક્ષય કુમાર ના કિરદાર પક્ષી રાજન ની સાથે લડાઇ કરે છે. પછી એવો સમય આવે છે કે 500 અન્ય રૉબોટ્સ ઉદ્દભવે છે એટલે કે 500 અન્ય રજનીકાંત. ક્લાઈમેક્સ માં હજારો અન્ય અક્ષય કુમાર આવી જાય છે અને પછી લાખો રજનીકાંત પણ.અક્ષય નો ભૂત અવતાર:

ફિલ્મ માં અક્ષય ભૂત શા માટે બને છે તે ખુબ જ દીલચસ્પ છે. તેનો નેગેટિવ રોલ તેવો જ છે જેવી રીતે ફિલ્મ ધૂમ -3 માં આમિર ખાન નો રોલ નેગેટિવ હતો.

ફિલ્મ માં બારીકી થી કરવામાં આવ્યું છે કામ:

ફિલ્મના દરેક શૉટ, દરેક ફ્રેમ, દરેક ક્ષણ, ને ડાયરેક્ટર એ એકદમ બારીકીથી બનાવ્યું છે. ફિલ્મ માં દરેક પાંચ માં ચાર સીન VFX થી ભરપૂર છે. દરેક કામ પર ખુબ બારીકીથી ધ્યાન આપવામાં આવેલું છે. કેમ કે ફિલ્મ માં ઈમોશનલ કોન્સેપ્ટ ની ખામી છે. એવામાં શંકરે અમુક કોમેડી સીન્સ નો તડકો પણ લગાવ્યો છે.એ આર રહેમાન ના ગેસ્ટ અપીયરેંસ:

ફિલ્મ માં એ આર રહેમાન ના સંગીત નો ઉપીયોગ કરવામાં આવેલો છે પણ માત્ર બે જ ગીત છે. એક ત્યારે જયારે અક્ષયને એક ઓર્નીથોલોજિસ્ટ(પક્ષી વિજ્ઞાની) નું બેકગ્રાઉન્ડ બતાવવામાં આવે છે ત્યારે અહીં પર એક ઈમોશનલ ટ્રેક છે અને બીજું ગીત જે ટિપિકલ ફિલ્મી આઈટમ નંબર છે. જે ફિલ્મ ના અંત માં એન્ડ ક્રેડિટ્સ માટે ઉપીયોગ માં લેવામાં આવ્યું છે.   

#OneWordReview…
#2Point0: BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️⭐️
#2Point0 is a cinematic marvel… This has style with substance… Director Shankar is a visionary… He hits the ball out of the park this time… Akshay Kumar is FANTASTIC, while Rajinikanth is THE BOSS… SALUTE!

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here