19, નવેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, ધન રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): ઘરમાં લાંબા સમયથી કોઈ બીમાર છે તો આજે તેમની વિશેષ કાળજી રાખજો. નોકરી બદલવા માંગતા મિત્રો માટે આજનો સવારનો સમય સાનુકુળ રહેશે. આજે કોઈ નાનકડી મુસાફરી કરવી પડશે પણ એ મુસાફરી તમને ભવિષ્યમાં અનેક ફાયદા કરાવશે. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો વહેલામાં વહેલી તકે તેનો અંત લાવો. જુના મિત્રોનો કોન્ટેક્ટ કરો. મહેનત કરવાથી ક્યારેય ડરશો નહિ અને ડગશો નહિ. તમારા દરેક કામની શરૂઆત ગણપતિ બાપ્પાને આગળ રાખીને જ શરુ કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): તમારા નજીકના કોઈ સ્નેહી કે પછી મિત્રના વ્યવહારથી તમારું મન દુખી થઇ જશે. કોઈપણ પરીસ્થિતિ હોય તમારે તમારા મનમાં નેગેટીવ વિચારો આજે આવવા દેવાના નથી. ઓફિસમાં કે પછી જે મિત્રો નોકરી કરે છે તેમના માટે આજે નવા પ્રોજેક્ટ રાહ જોતા હશે. તમારા ઉપરી અધિકારી અને સહકર્મચારી મિત્રોની સલાહ લઈને તેમાં આગળ વધો. બની શકે તો આજે સાંજે સૂર્યાસ્ત પછી પ્રયત્ન કરો કે પરિવાર સાથે કોઈ નજીકના મંદિરે દર્શન કરવા જઈ શકો. આજે જમીન અને મકાનમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય છે. તમારા ઘરના વડીલોની સલાહ લઈને તેમાં પણ આગળ વધો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):નવા વર્ષ દરમિયાન પણ જો તમે કામમાં કે કોઈ સામાજિક કામમાં વ્યસ્ત હતા તો તમારે હવે બ્રેક લેવાની જરૂરત છે. તમારા પરિવારના વડીલો પર આજે ખાસ ધ્યાન આપજો, બીપી અને હાર્ટની તકલીફ હોય તેવા મિત્રોએ ડોક્ટરની સલાહથી ખાવા પીવાનું શરુ કરવું. આજે ક્યાંક તમે કોઈની વધારે પડતી કેર કરો છો તો કોઈ તમારાથી નારાજ થઇ શકે છે. આજે સાહસભરેલા કામમાં રોકાણ કરવા માટેની તક આવી શકે છે તેમાં તમારે કોઈસાથે ભાગીદારી કરવાની નથી. કોઈપણ પ્રકારની સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા પહેલા તે સ્કીમથી ભવિષ્યમાં તમને કેટલો ફાયદો કે નુકશાન થાય એમ છે તેની તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ માનસિક તણાવનો અંત આવશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે તમારી માતાની તબિયત બગડી શકે છે. ઘણા સમયથી જો કોઈ પ્રેમી મિત્ર એ પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગે છે તો આજે સાંજનો સમય સૌથી સારો રહેશે. નોકરી બદલવા માંગતા મિત્રોને તેમની વર્તમાન નોકરીમાં પોતાને સાબિત કરવા માટેની અનોખી તક મળશે. આજે કોઈ નાનકડી ચોરી તમારી આસપાસ થવાના યોગ બની રહ્યા છે. તમારી દરેક વસ્તુઓ સાચવીને રાખવી.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):બીજાને દુખ પહોચે એવી વાત કરવી નહિ તમારી બોલવાની અને સમજવાની જે રીત છે તે આજથી બદલો. તમારી આ આદત એ તમને ક્યારેક નુકશાન કરાવી શકે છે. પરિવારમાં શાંતિ બનાવી રાખવા માટે સતત પ્રયત્ન કરો. આજે ઓફિસમાં તમને જે કાર્ય કરવામાં સૌથી વધુ કંટાળો આવે છે એવું કામ કરવાનું તમારા ભાગે આવશે. તમારા વર્તનના કારણે કોઈ આજે તમારી મદદે આવશે નહિ. લોકોનો આવો વ્યવહાર જોઇને ડગશો નહિ. આજે તમને તમારા જીવનનો સબક મળવાનો છે. આજે સાંજના સમયે મન શાંત કરવા માટે બાળકો સાથે સમય પસાર કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):આજે તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. સંતાનોના ભવિષ્ય માટે આજે તમે કોઈ મક્કમ નિર્ણય લઇ શકો છો. આજે વિદેશ ભણવા જવા મિત્રો માટે એક સારી તક આવશે જે તમારે સંપૂર્ણ ચકાસણી કરીને તેમાં આગળ વધી શકો છો. જે પણ મિત્રોના લગ્ન નથી થઇ રહ્યા તેમણે આજે સવારમાં મહાદેવના મંદિરે જઈને શિવલિંગ પર દુધમાં કાળા તલ ઉમેરીને ચઢાવવાના રહેશે. પરિવારની ખુશીઓ માટે કશું પણ કરી છૂટવાનો તમારો સ્વભાવ તમને ફાયદો પણ કરાવશે પણ ક્યાંક કોઈ તમારી આ ભલમનસાઈનો ફાયદો ના ઉઠાવે તેની તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

7. તુલા – ર,ત (Libra):આજે સ્વાસ્થ્ય સામાન્ય દરરોજ કરતા સામાન્ય રહેશે. દલાલીનું કામ કરતા મિત્રોને આજે એક સારો પ્રોજેક્ટ મળી શકે છે. વેપારી મિત્રો માટે આજના દિવસની શરૂઆત એ અદ્ભુત રહેશે. દરરોજ કરતા આજે તમારી કામ કરવાની ક્ષમતા વધારે હશે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેતા નહિ જેનાથી તમને ભવિષ્યમાં નુકશાન થવાના ચાન્સ છે. આજે કરેલ સોના ચાંદીમાં રોકાણ એ તમને સારો ફાયદો આપવશે. આજે તમારા સગા સંબંધીઓમાંથી કોઈ તમારી પાસે પૈસા ઉછીના લેવા માટે આવી શકે છે. બની શકે તો પ્રયત્ન કરો કે કોઈને ઉધાર આજે આપો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):આજે લાંબા સમયથી ચાલી રહેલ પગના દુખાવામાંથી રાહત મળશે. નિયમિત કોઈને કોઈ રમતગમતમાં ભાગ લો સતત એક્ટીવ રહેવાના લીધે તમારું દુખ હળવું થઇ જશે. તમારા નજીકના કોઈ સંબંધીના ઘરે અચાનક કોઈની તબિયત જોવા જવાનું થશે. તમારા સંતાનોની આજે વધારે કાળજી રાખો. વિદ્યાર્થી મિત્રોને આજે તેમના ગુરુ એટલે કે શિક્ષક તરફથી સંપૂર્ણ સપોર્ટ મળશે. આજથી તમારામાં નવું નવું જાણવાની અને તેના વિષે રીસર્ચ કરવાની વૃતિ વધશે. મહિલા મિત્રોને પિયર પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આજે નોકરી કરતા મિત્રો માટે એક બહુ સારો દિવસ છે ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામની વાહ વાહ થશે. આજે તમને ચારે તરફથી ધનલાભ થશે. આજે કરવામાં આવેલ રોકાણથી તમને ભવિષ્યમાં અનેક ફાયદા મળશે. આ ફાયદો એ જેટલો આર્થિક છે એટલો જ સંબંધો માટે પણ છે. નિયમિત ડોક્ટરની મુલાકાત એ તમને બીપી અને ડાયાબિટીસથી દૂર રાખશે. જે મિત્રોને લગ્નમાં કોઈને કોઈ અડચણ આવી રહી છે તેમના માટે આવનારો સમય એ સારો રહેશે મનપસંદ પાત્ર સાથે આજે મુલાકાત થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : સોનેરી

10. મકર – જ, ખ (Capricorn): .તમારો ગુસ્સાવાળો સ્વભાવ તમને આજે તકલીફ આપી શકે છે. કોઈપણ નાની અને નજીવી વાત પર રીએક્ટ કરવું નહિ. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહેશે. તેને મનાવવા માટે થોડો ખર્ચ થશે પણ આજની રાત એ તમને જીવનભર યાદ રહે તેવી બની રહેશે. તમારા આવનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તમારા જીવનસાથી તમને મદદ કરશે. આજે ખરીદી કરવા માટે જ્યાં પણ જાવ તમારી કિમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. નાની મોટી ચોરી થવી કે પછી પ્રિય વસ્તુઓનું ખોવાઈ જવું એવો કોઈ અણબનાવ બની શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):ઉતાવળે આંબા ના પાકે આ કહેવત તમારે આજે અપનાવી લેવાની છે. કોઈપણ કામમાં તમારે ઉતાવળ કરવાની નથી. પરિવારમાં નાના મોટા ઝઘડા થવાની સંભાવના છે. કોઈપણ વાતને પરિવાર સામે પ્રેમથી અને સમજદારી પૂર્વક મુકો તો અને તો જ તેઓ તમારો સાથ આપશે. આજે બહુ પહેલા કરેલા કામથી તમને ઘણો ફાયદો મળશે. તમારા એ કામમાં તમને જેણે મદદ કરી છે તેમનો આભાર અવશ્ય માનો. ઈશ્વર હંમેશા તમારી સાથે જ છે તમે જે પણ કામ કરો એ ઈશ્વરને સાક્ષી રાખીને અને ઈમાનદારીથી જ કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):અચાનક થયેલા ધનલાભથી તમે તમારી અને પરિવારજનોની મનપસંદ વસ્તુઓ લાવી શકશો. ઘણા સમયથી જે કામ ટાળતા આવ્યા છો એ કરવાનો સમય હવે આવી ગયો છે. કોઈપણ ખરીદી કરવા જાવ ક્યાંક તમારો ખર્ચ એ વધી ના જાય તેની તકેદારી રાખજો. આજે પૈસા કરતા વ્યક્તિને વધુ મહત્વ આપજો. વ્યક્તિ એ તમારા કરેલા કામને જીવનભર યાદ રાખશે અને તેનાથી ભવિષ્યમાં તમને અનેક ફાયદા મળશે. આજે તમને ખબર પડશે કે તમારા જીવનસાથી કે પછી તમારા પ્રિયપાત્ર તમને કેટલો પ્રેમ કરે છે. પ્રેમને હંમેશા જીવનમાં મોખરે રાખજો.
શુભ અંક : ૯
શુભ રંગ : કેસરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષ દરમિયાન મુસાફરી કરવાના અનેક ચાન્સ મળશે. દરેક મુસાફરી તમને તમારા જીવનનો એક રોચક અનુભવ આપશે. તમારા આ અનુભવ એ તેમને ભવિષ્યમાં અને ફાયદાકારક રહેશે. આ વર્ષે દિવાળી આસપાસ કોઈ નવી જગ્યાએ મુલાકાત લેવા જરૂર જઈ શકો છો.

૨. આજથી શરુ થતા વર્ષ દરમિયાન પૈસા કમાવવા માટેની અનેક તક તમારી સામે આવશે. દલાલીનું કામ, વેપાર કરતા મિત્રો, શિક્ષક મિત્રો માટે આ વર્ષ ઉત્તમ રહેશે. જે મિત્રો પાસે કોઈ નોકરી નથી તેમને નોકરીની અનેક તક મળશે.

૩. આ વર્ષે તમારા કરેલા ઓફીસના કામથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે પણ તમારા ઓફીસના મિત્રો તમારી વાહ વાહથી થોડી ઈર્ષા કરશે. તમારા મિત્રોને તમારી ખુશીમાં જરૂર સામેલ કરજો. આ વર્ષે કામ કરવાની ક્ષમતામાં વધારો થશે.

૪. આ વર્ષે પરિવારમાં અનેક ઉતાર ચઢાવ આવશે. સામાજિક કાર્યોમાં અન તમે બહુ વ્યસ્ત રહેશો. સમાજમાં તમારું અને તમારા પરિવારનું માન વધશે. વિદ્યાર્થી મિત્રોને પણ આ વર્ષે તેમના ભણતરમાં ફાયદો થશે.

૫. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

૬. વિદેશમાં ભણવા કે પછી સ્થાયી થવા માંગતા મિત્રોએ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધવું. વધારે પડતો વિશ્વાસ કોઈ અજાણ્યા પર મુકવો એ તમને નુકશાન પહોચાડી શકે છે.

૭. પરિવારમાં રહેલ નાના બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. બીપી અને હાર્ટની તકલીફ હોય તેવા મિત્રોએ નિયમિત કસરત અને ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આજથી તમારે તમારા જીવનમાં નાના મોટા બદલાવ લાવવાની જરૂરત છે. તમારામાં આવેલ બદલાવથી પરિવારજનો અને તમારા જીવનસાથી ખુશ થઇ જશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :
મનગમતા લોકો ની એક ખૂબી હોય છે તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા એ તો યાદ આવી જ જાય છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here