1971 માં પાકિસ્તાનમાં પડેલા પાઇલોટની કહાની, જેને સિગરેટથી દઝાડતા હતા….પૂછતા હતા આવા સિક્રેટ્સ….

0

ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન તો બે દિવસમાં જ પાકિસ્તાનથી આઝાદ થઇ ગયા. પણ વર્ષ 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધના દરમિયાન પકડવામાં આવેલા એર કમાન્ડર જેએલ ભાર્ગવને એક વર્ષ સુધી પાકિસ્તાનની યાતના સહન કરવી પડી હતી અને પછી તેને છોડવામાં આવ્યા હતા. પંચકુલાના સેક્ટર-20 માં રહેનારા ભાગર્વ આજે પણ 1971 ની તારીખ 5 ડિસેમ્બર હજી સુધી ભૂલ્યા નથી. તેના આધારે યુદ્ધના દરમિયાન એરક્રાફટ ક્રેશ થયા પછી તે પૈરાશૂટથી નીચે કૂદી ગયા. જ્યારે તે નીચે આવ્યા તો તેને ખબર ન હતી કે તે ભારતની જમીન પર છે કે દુશ્મનોની જમીન પર. જ્યારે તેને જાણ થઇ કે તે પાકિસ્તાનમાં છે તો તે જરાપણ ન ઘબરાયા અને ચાલતા જ રહ્યા. મિલો સુધી ચાલ્યા પછી તેને એક ઝૂંપડી  જોવા મળી, ત્યાં પોતાનું નામ મંસૂર અલી જણાવ્યું અને પીવા માટે પાણી મળ્યું.કલામ(સ્લામ ધર્મનો મંત્ર)ન વાંચી શકવાને લીધે પકડાઈ ગયા:
તેના પછી તે પાછા નીકળી પડ્યાં. તેમણે જણાવ્યું કે યુદ્ધના દરમિયાન પાઇલોટને એક સરવાઇવર કીટ, એક પિસ્તોલ અને અમુક પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે.ખુબ થાકી જવાને લીધે તે ખેતરમાં એક ખાટલા પર સુઈ ગયા. અમુક રાહગીર પોતાના વતનનો સમજીને પોતાની સાથે લઇ ગયા, પણ ત્યાં સ્કૂલના હેડ માસ્ટરને તેના પર શંકા થઇ ગઈ.

તેમણે ભાર્ગવને પૂછ્યું કે ક્યાંથી છો, ભાર્ગવએ જવાબ આયો કે રાવલપિંડીથી. રાવલપિંડીમાં ક્યાંથી, તો કહ્યું કે માલ રોડ થી. આ દરમિયાન ગામના લોકોએ પાકિસ્તાની રેન્જરને બોલાવી લીધા, રેન્જરે ભાર્ગવને કલામ પઢવા માટે કહ્યું, પણ તે વાંચી ના શક્યો અને પકડાઈ ગયો. પછી તેને પાકિસ્તાની સેનાના હવાલે કરી દીધો. તે માત્ર 13 કલાક જ પોતાની ઓળખ છુપાવી શક્યા હતા.રાતે સુવા દેતા ન હતા પાકિસ્તાની સૈનિક:
ભાર્ગવે કહ્યું કે પાકિસ્તાની ઓફિસર રાતે જ પૂછતાછ કરતા હતા. જ્યારે તે સુવા માટે જાતા હતા, ત્યારે જ ઓફિસર પહોંચી જાતા હતા અને પૂછવા લાગતા હતા કે પ્લાન શું હતો.દરેક સવાલ પર ના કહેવી પણ ખુબ જ મુશ્કિલ હતું. પાઇલોટની પુરી જાણકારી માંગવામાં આવતી હતી. જયારે પાઇલોટના નામ પૂછવામાં આવતા હતા તો પોતાના ભાઈ-બહેનનું નામ પણ જણાવતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સ્ક્વાડ્રનનું બેસ્ટ પાઇલોટ કોણ હતા, તો જવાબ આપ્યો કે તમારી સામે જ ઉભો છે. જવાબ સંભળાતા જ ઓફિસર સન્ન રહી ગયા અને કંઈપણ બોલ્યા વગર જ ચાલતા બન્યા હતા.

વતન પાછા ફર્યા પછી:ભાગર્વએ જણાવ્યું કે ઘણા મહિનાઓ સુધી તેને યાતનાઓ સહન કરવી પડી હતી. આ દરમિયાન તે સ્પાઇન ઈંજરી(કમર ના હાડકાનો દુઃખાવો)ના શિકાર થઇ યા હતા, ભયંકર દર્દને લીધે તેનું ચાલવું ફરવું પણ મુશ્કિલ થઇ ગયું હતું. પણ તેમણે હિમ્મત ના હારી. તેનું કહેવું છે કે વતન પાછા ફર્યા પછી તે એરફોર્સનું જહાજ ઉડાવી ના શક્યા.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાનએ તેમણે એ શરત પર છોડી દીધા કે ઇન્દિરા ગાંધી પાકિસ્તાનના 93,000 સૈનિકોને આઝાદ કરી દે. આ દરમિયાન પાકિસ્તાને ભારતના 12 પાઇલોટ, 6 આર્મી ઓફિસરો સહીત 600 જવાનોને આઝાદ કરાવી દીધા હતા.અભિનંદનની આઝાદી પર પૂરો દેશ ખુશ છે જે માત્ર બે જ દિવસમાં પોતાના વતનમાં પાછા આવી ગયા.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here