1947 માં ભારતમાં કેટલી મોંઘવારી હતી? જાણો-કેટલા પૈસાની હતી ચીજો, નવાઈ લાગશે…માહિતી વાંચો

0

આજે તમે જાણો છો કે મોંઘવારી ક્યાં રફ્તાર થી વધી રહી છે અને એવામાં તમે ગમે તેટલી કમાણી કરી રહ્યા હોય તો પણ તે ઓછી જ લાગે છે. પણ જો જરા પાછળના સમયને જોશો તો તમે પણ વડીલો પાસેથી સાંભળ્યું હશે કે તેઓના સમયમાં સામાન સસ્તો હતો અને માત્ર અમુક પૈસા માં ઘણી ચીજો ખરીદી શકાતી હતી. આજે અમે તમને જણાવીશું કે આઝાદીના સમયે ચીજો કેટલી મોંઘી કે સસ્તી હતી. જોઈએ આખરે કેટલો બદાલાયો છે 70 વર્ષમાં આપણો ભારત દેશ.
આજે મોંઘવારીએ દરેક ચીજોમાં પોતાની હદ પાર કરી નાખી છે, બેશક સેલેરી અને લાઈફસ્ટાઇલમાં પરિવર્તન આવ્યો છે પણ આઝાદી પછી આટલી મોંઘવારી ન હતી. એક સામાન્ય ઇન્સાન આસાનીથી પોતાનું જીવન વ્યતીત કરી શકતો હતો. તે સમયે કોઈ વસ્તુની કિંમત રૂપિયા, પૈસા, આના અને પાઈ માં હતી.એક રૂપિયાનો સિક્કો તે પણ ચાંદીમાં હતો અને રૂપિયાની કિંમત 16 આના એટલે કે 64 પૈસા હતી અને તે સમયે 1 ડોલરની કિંમત 1 રૂપિયા જેટલી જ હતી અને તે સમય રૂપિયો એટલો શક્તિશાળી હતો કે રોજની ખરીદારી ચિલ્લરમાં જ થઇ જતી હતી.
તે સમયમાં વસ્તુઓની કિંમત:
તે સમયમાં ચોખા 65 પૈસા પ્રતિ કિલો ની કિંમત પર અને ઘઉં 26 પૈસા માં જ મળી જાત હતા. ખાંડ 57 પૈસા પ્રતિ કિલો હતી. પેટ્રોલ તે સમયે ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ 40 પૈની હતું.
પાણીપુરી અને આલૂચાટ ની એક પ્લેટ ને 1 આના માં લેવામાં આવતી હતી. તે સમયમાં મુંબઈ માં વિક્ટોરિયા નામની ટુક-ટુક ઘોડેસવારી માં આવવા જવા માટે 1.5 કિમિ ના માત્ર 1 આના જ લાગતા હતા.ત્યારે અમદાવાદથી મુંબઈ સુધીની હવાઇયાત્રા માત્ર 18 રૂપિયા માં જ થતી હતી. ત્યારે તેનાલી-રામા જેવી બુક 1.5 રૂપિયામાં આવતી હતી. તે જમાનામાં ફિલ્મ ની ટિકિટ 40 પૈસા થી લઈને 8 આના સુધી મળી જતી હતી.
આજના સમયમાં 1974 ની આ કિંમતો આપણને ભલે ચિલ્લર લાગતી હોય પણ એ પણ છે કે તે સમયમાં ભારતના લોકોની પ્રતિ વ્યક્તિ પગાર 150 રૂપિયા કરતા વધુ ન હતો. તે સમયે આટલા ઓછા પગારમાં ઓણ ઓછા ખર્ચામાં આસાનીથી જીવન વ્યતીત થઇ શકાતું હતું.
Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here