૧૯ મેં, ૨૦૧૮ – રાશીફળ.. જાણો આજે આપનો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): સામાજિક સમસ્યા, સંતાન અંગે મૂંઝવણ  અને વિલંબ નો પ્રસંગ જણાય. પૂરુંસાર્થ કરતા નસીબ ની કિંમત સમજાતી જણાય. અણધારી સફળતા સુખદ બને. આરોગ્ય અંગે ચિંતા રહે.2.વૃષભ (Taurus): આપના પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો. વ્યવસાયિક ક્ષેત્રે સાનુકુળતા ના સંજોગો સર્જાય. સમાજિક અને આર્થિક બાબતો પર ધ્યાન આપવું હિતાવહ થઇ પડે. ખોટો સમય ન વેડફાય તે જોજો.

 

3. મિથુન (Gemini): સ્વપ્ન કે તરંગો ના બદલે નક્કર વાસ્તવિકતા નો વિચાર કરી તક ઝડપી લેશો તો લાભ થશે. હકારાત્મક વિચારો અને વલણ સફળતા અને શાંતિ તરફ દોરી જશે.
4. કર્ક (Cancer): તમે ઉતાવળા નિર્ણયો લેશો તો ગુંચવણ વધે. માનસિક સંયમ જરૂરી. આવક નો માર્ગ મળે. પ્રવાસ. સમય સુધરતો જણાય. કઠિન પ્રશ્ન હલ કરવા વડીલ ની મદદ ઉપયોગી બને.
5. સિંહ (Lio): અંત:કારણ માં ઉચાટ નો અનુભવ થતો લાગે. ખોટા વિચાર, નકારાત્મક વલણ છોડજો. આપના વિરોધીઓ વધે નહિ તે માટે સંયમ અને વ્યવસ્થા રાખજો. નાણાભીડ દુર થાય.
6. કન્યા (Virgo): કેટલાક અગત્ય ના કામકાજ માં વિલંબ કે વિધ્ન નો અનુભવ. આકારણ ઉદ્રેગ-ચિંતા  -વિષાદ  હશે. તો દુર કરવાનો માર્ગ સર્જાય. સ્વજનનો સાથ મળે.

7. તુલા (Libra): મૂંઝવણ માંથી માર્ગ મળશે. આર્થિક આયોજન પર ધ્યાન આપજો.ખોટા ખર્ચ અટકાવજો. આશાઓ ના મિનારા તૂટી ન જાય તે માટે જાગૃત રહીને સખત પુરુસાર્થ કરવો પડશે. પ્રવાસ થી આનંદ.


8. વૃશ્ચિક (Scorpio): આપના પ્રયત્નો વ્યર્થ ન બને તે જોજો. કોઈના ભરોસે ન ચાલવું.ગૃહજીવન ના કાર્ય પાર પડે. આપની અગત્ય ની યોજના કે વિચાર ને સાકાર કરવા માં રાહ જોવાની તૈયારી રાખવી પડે.

9.ધન (Sagittarius): આપના ધાર્યા કામમાં રુકાવટ જણાશે. નાણાકીય બાબતો અંગે ગુંચવણ સર્જાતી લાગે. મૂંઝવણ ના મહાસાગર માંથી બહાર નીકળી શકશો. મિત્ર-સ્નેહી નો સહયોગ. નાણાભીડ નો ઉપાય મળે.

10. મકર(Capricorn): ધીરજ ની કસોટી થતી લાગે. કાર્ય સફળતા મેળવવા માટે ટેન્શન માંથી મુક્તિ મળશે.પ્રવાસ થાય. આપના પ્રયત્નો નું મીઠું ફળ ચાખવા માટે હજુ ઇંતેજાર કરવો પડે. સમતોલ સ્વસ્થતા ઝડપી લેવી.

11. કુંભ (Aquarius): તમારા મન ની મુરાદ મનમાં ન રહી જાય તે માટે હાર્ડવર્ક જરૂરી. પ્રવાસ માં વિધ્ન. સમાધાનકારી વલણ અને જતું કરવાની ભાવના વડે સમસ્યા નિવારી શકશો. સાનુકુળ તક મળે તે ઝડપી લેવી.

12. મીન (Pisces): તમારા પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો. વિવાદ દુર કરજો. સંયમ જરૂરી. તબિયત સુધરતી લાગે. ચિંતા – વિવાદ અને ટેન્શન ના વાદળ વિખેરાતા જણાય. કાર્યરચના અને પ્રગતિ નો અહેસાસ.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here