19, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારી આર્થિક પરીસ્થિતિમાં અચાનક બદલાવ આવશે. શેર માર્કેટ અને કોમોડિટી તરફથી તમને ધાર્યા કરતા વધારે ફાયદો મળશે. આજે તમે તમરી જાતને પોઝીટીવ રાખવા માટે ઘણા પ્રયત્ન કરશો. આજે તમારા શત્રુ તમને પરેશાન કરશે અથવા તમારા કામમાં બાધા પણ ઉભી કરી શકે છે. આજે જીવનસાથી સાથે કોઈ નાની વાતે વિવાદ થઇ શકે છે. આજે કામના કારણે ખાવાનો સમય નહિ રહે અને ઊંઘવા માટે પણ બહુ ઓછો સમય મળશે. નોકરી કરતા મિત્રો આજે ઘણા વ્યસ્ત હશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સારો ફાયદો કમાવવાનો દિવસ છે. તમારા જીવનમાં કેટલાક પોઝીટીવ પરિવર્તન આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પૈસાની લેવડ દેવડમાં જોખમ ઉઠાવું નહિ. તમારી આર્થિક પરીસ્થિતિ જોઇને જ કોઈ નિર્ણય કરવો. ઉતાવળે કોઈપણ નિર્ણય કરવો નહિ. આજે પૈસા ભેગા કરવામાં તમારો સમય વીતશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત થશે. આજે અમુક કામમાં તમને તમારા પરિવારનો સહયોગ મળશે. આજે નવા લોકો સાથે મિત્રતા કરતા સાવધાન રહો. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલ ગેરસમજ આજે દૂર કરવાનો મૌકો મળશે. આજે તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે. આજે કામમાંથી રજા લઈને થોડો સમય આરામ માટે કાઢો. વિદ્યાર્થીઓને આજે અમુક મહત્વના નિર્ણય લેવાના આવશે. શેર માર્કેટમાંથી સારો ફાયદો ઉઠાવી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે નવા ક્ષેત્રમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટેનો સારો સમય છે, આજે તમને તમારા નસીબનો સાથ મળશે. આર્થિક પરીસ્થિતિ મજબુત થઇ શકશે. આજે સ્વાસ્થ્ય માટે સારો દિવસ છે આજે તમારા તણાવનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા અને પ્રતિયોગીતામાં સફળતા મળશે. સરકારી કર્મચારીઓ માટે પણ આજનો દિવસ સારો છે. આજનો દિવસ શેર માર્કેટ, જમીન મકાન વગેરે જેવી જગ્યાએ પૈસા રોકવા માટે સારો દિવસ છે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સારો સપોર્ટ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે આર્થિક નુકશાન થવાની સંભાવના છે. આજે કોઈપણ નાણકીય વ્યવહાર કરતા તકેદારી રાખવી, તમારી સાથે દગો થઈ શકે છે. સંતાન તરફથી તમને સહયોગ મળશે અને તમારા કામમાં સફળતા મળશે. તમારા પરિવારના લોકો તમારાથી ખુશ હશે. આજે પરિવાર સાથે ધમાલ અને મસ્તી કરવાનો સમય મળશે. જીવનસાથીની આજે વધારે કેર કરી શકશો. આજે બ્લડ પ્રેશરના દર્દીઓએ સવારમાં ખાસ તકેદારી રાખવી. આજે તબિયત બગડવાના ચાન્સ છે. નોકરી અને વેપારી મિત્રોને શત્રુઓનો સામનો કરવો પડશે. તમે તમારું કામ ઈમાનદારીથી કરતા રહો. શેર બજાર, કમીશન અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાથી ફાયદો થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો

5. સિંહ – મ,ટ (Lio):
આજે કોઈને પણ પૈસા આપતા અને કોઈની પાસેથી પૈસા લેવાના વ્યવહાર કરવા નહિ. આજે અમુક અગત્યના નિર્ણય લેવા પડશે. પરિવારમાં અમુક સારા સમાચારથી બધા ખુશ હશો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. આજે અમુક નાની નાની તકલીફ તમને પરેશાન કરશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સારો નથી. જે મિત્રો વિદેશ જઈને ભણવા માંગે છે તેમના માટે સારા સમાચાર આવશે પણ કોઈની પણ વાતમાં આવીને ગેરમાર્ગે દોરતા નહિ. આજે કોઈપણ જોખમવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવા નહિ.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આર્થિક પરીસ્થિતિમાં જલદી જ બદલાવ આવવાનો છે. ઓફિસમાં કોઈ મોટો પ્રોજેક્ટ તમને મળવાની સંભાવના છે. આજે પ્રેમીઓ માટે સારો સમય છે. આજે લગ્ન કરવા માંગતા મિત્રોની મુલાકાત તેમના પ્રિય વ્યક્તિ સાથે થશે. આજે અકસ્માત થવાની સંભાવના છે તો વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સાવધાની રાખજો. આજે વિદ્યાર્થીઓએ પોતાના ભણવામાં વધારે ધ્યાન આપવાની જરૂરત છે. આજે સ્ટોક માર્કેટમાં, શેર બજારમાં, કોમોડીટીના બિઝનેસ કરવાવાળા લોકોને સારો ધનલાભ થશે. આજે આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
ઇન્કમ વધારવા માટે આજે તમે પ્રયત્ન કરશો અને તેમાં તમને સફળતા મળશે. આજે તમારા જીવનસાથી અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. પ્રેમ સંબંધમાં જોડાયેલ વ્યક્તિઓ માટે આજનો દિવસ ઘણો સારો છે જો કોઈ પ્રિયપાત્રને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો તમને આજે પોઝીટીવ જવાબ મળશે. આજે તમને શારીરિક કરતા માનસિક થાક વધુ લાગશે. આજે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તણાવ ઓછો થઇ શકે. આજે વિદ્યાર્થીઓની ઉન્નતી થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાનો યોગ છે. વેપારીઓને ભાગીદારીના વેપારમાં સારો નફો મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

8. વૃષિક – ન,ય(Scorpio):
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. એક્સ્ટ્રા ઇન્કમ માટેના નવા રસ્તા તમારી સામે ખુલશે. પારિવારિક જીવન શાંત અને સુખમય રહેશે. આવક વધવાથી પરિવારના સભ્યોની ઈચ્છા તમે પૂર્ણ કરી શકશો. જીવનસાથી તરફથી સહકાર મળશે જેનાથી તમને ચાલી રહેલ મુશ્કેલીનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સામાન્ય દિવસ છે પણ જે મિત્રો વિદેશ ભણવા જવા પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે. વેપારી મિત્રો પણ તેમનો વેપાર વિદેશમાં ફેલાવી શકશે. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn): .
ધનલાભ થશે. પરિવારમાં ખુશીઓના પ્રસંગ આવશે. આજે મનોરંજન પાછળ ખર્ચ વધશે. આજે પરિવાર સાથે લાંબી મુસાફરી કરી શકો છો. પરણિત મિત્રોને આજે અમુક મુશ્કેલીઓનપ સામનો કરવો પડશે. આજે સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. તમારું ધ્યાન આજે ધાર્મિકતા તરફ વધુ હશે. મનની શાંતિ માટે ધાર્મિક સ્થળની અને ગુરુના શરણમાં જાવ. આજે તમારું મન કામ કરવામાં લાગશે તમારા અધૂરા પ્રોજેક્ટ આજે તમે પુરા કરી શકશો. આજે વેપારી મિત્રોને પણ ધનલાભ થશે, આજે કોઈને પૈસા ઉધાર આપતા પહેલા વિચારજો. પૈસા ગુમાવવાનો યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો તો તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે તમારે તમારી વિચારશક્તિ અને પોઝીટીવીટીને લઈને આગળ વધવાનું છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી એકવાત ને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. હંમેશા કર્મ કરો અને ફળની આશા ના રાખશો. સંબંધોને નિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here