18 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

1/12મેષ(Aries):
વ્યર્થ ખર્ચનું પ્રમાણ વધી શકે છે. મૂડી રોકાણ કરતા પહેલાં આ વાતોનું ધ્યાન રાખવું. પરોપકાર કરવામાં ગુમાવવાનો વારો આવશે. સંભાળીને લેવડદેવડ કરવી. આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધુ રહેશે. લાલચમાં ન ફસાવવું.

2/12વૃષભ(Taurus):
આજનો દિવસ આનંદમાં પસાર થશે. કારોબારમાં લાભ વૃદ્ધિ થશે. પરિવારજનો અને મિત્રો સાથે આમોદપ્રમોદમાં વાતાવરણ આનંદમય રહેશે. નાનકડો પ્રવાસ થશે, જે સુખદ અને લાભદાયક રહેશે.

3/12મિથુન(Gemini):
શારીરિક અને માનસિક રીતે આજે દિવસભર પ્રસન્નતા છવાયેલી રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં કાર્યની પ્રશંસા થવાથી કાર્ય પ્રત્યે ઉત્સાહ વધશે. સહ કર્મચારીનો સાથ મળશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થશે.

4/12કર્ક(Cancer):
આજે ભાગ્યવૃદ્ધિનો દિવસ છે. વિદેશ કે દૂર દેશમાંથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. મિત્રો અને પરિવારજનો સાથે દિવસ આનંદમાં વ્યતીત કરશો. વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ પ્રબળ છે. ધાર્મિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

5/12સિંહ(Lio):
સ્વાસ્થ્ય પ્રત્યે આજે વધુ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્ય પાછળ ધનખર્ચ થઈ શકે છે. આજે બહારનું ખાવાનું ટાળવું. આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ, ધ્યાન તથા જપ તમને યોગ્ય માર્ગ પર લઈ જશે. તેનાથી માનસિક પરેશાની ઓછી થશે.

6/12કન્યા (Virgo):
આજનો દિવસ તમારા માટે શુભ છે. યશ કીર્તિ પ્રાપ્ત થવામાં સરળતા રહેશે. વેપારના ક્ષેત્રમાં ભાગીદારો સાથે સંબંધોમાં સકારાત્કતા વધશે. વસ્ત્રાભૂષણોની ખરીદીથી મન આનંદિત રહેશે. મિત્રો સાથે પ્રવાસનો આનંદ લઈ શકશો.

7/12 તુલા(Libra):
વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ થશે. સહકર્મચારીઓનો સાથ પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે તમે આનંદપૂર્વક સમય પસાર કરશો. વાણી પર સંયમ રાખવો. ખર્ચનું પ્રમાણ આજે વધી ન જાય તેનું પણ ધ્યાન રાખવું. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને યશ મળશે.

8/12 વૃશ્ચિક(Scorpio):
સફળતા પ્રાપ્ત થવાથી ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શેર-સટ્ટામાં મૂડી રોકાણ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. શક્ય બને તો યાત્રા અને પ્રવાસ ટાળવાં. ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ બનાવવાનો સમય અનુકૂળ છે.

9/12ધન(Sagittarius):
માનસિક રીતે આજે તમારામાં ઉત્સાહનો અભાવ રહી શકે છે. મનમાં અશાંતિ જળવાઈ રહેશે. પારિવારિક વાતાવરણ કલેશપૂર્ણ રહી શકે છે. સ્થાયી સંપત્તિના દસ્તાવેજોના મામલે વિશેષ ધ્યાન રાખવું. ધનહાનિનો યોગ છે.

10/12 મકર(Capricorn):
મિત્રો અને પરિવારજનો સાથે આજનો દિવસ આનંદપૂર્વક પસાર કરશે. કોઈ પર્યટન સ્થળે પ્રવાસ થઈ શકે છે. સ્થાયી સંપત્તિનું કાર્ય આજે તમે કરી શકશો. હરીફો પરાસ્ત થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે આર્થિક લાભનો સંકેત છે.

11/12કુંભ(Aquarius):
માનસિક રીતે દ્વિધાનો અનુભવ થવાથી કોઈ નિશ્ચિત નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે. નિરર્થક ખર્ચથી બચવું. વાણી પર સંયમ ન રાખવાથી પરિવારજનો સાથે મતભેદ થવાની સંભાવના છે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થવામાં વિલંબ થઈ શકે છે.

12/12મીન(Pisces):
શારીરિક અને માનસિક રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે પ્રવાસ પર જઈ શકો છો. ધનપ્રાપ્તિનો યોગ છે. યાત્રા કે ધાર્મિક કાર્યનો આજે યોગ છે.

– બેજાન દારૂવાલા

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!