૧૭ ઓગસ્ટ ૨૦૧૮,રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને જાણો શુભ અંક.

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફનેઇગ્નોર કરશો નહિ. આજે ઘરમાં પણ જીવનસાથી સાથે રિસામણા અને મનામણાથવાની શક્યતા છે. તો આજે થોડી તૈયારી રાખજો એને મનાવવા માટે તમારે કરવી પડશે મહેનત. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો…
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  આજે લોકો તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવશે, દરેકને મદદ કરતા રહેવાની તમારી આદત આજે તમને નુકશાનપહોચાડશે. કોઈપણ અજાણ્યા લોકો પર આજે ભરોસો કરતા પહેલા વિચારજો. આજે ઘરમાં પણ નાની નાની વાતે ઝઘડા થવાના યોગ છે તો મગજ થોડું શાંત રાખવું અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં અને આવેશમાં આવીને કરવો નહિ.આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સાંજે પરિવાર સાથે કોઈપણ મંદિરની મુલાકાત લો.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  જો તમે આજથી વધુ પૈસા કમાવવા માટે અને પૈસા બચાવવા માટેનો પ્લાન બનાવ્યો છે તો આજથી અમલમાં મુકજો. શરૂઆતમાં થોડી આર્થિક તકલીફ થશે પણ ભવિષ્યમાં એ ફાયદો તમારા નુકશાનની ભરપાઈ કરી આપશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

4. કર્ક – ડ,હ (Cancer):  આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશનજમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીનેવહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio): ઓફિસમાં આજે તમારી ધાક રહેશે. દરેક લોકો તમારું ખાસ ધ્યાન રાખશે આજે તમારી માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે ઘરમાં પણ ખુશીનો માહોલ હશે દરેક મિત્રો અને પરિવારજનો સાથે તમારી ખુશી શેર કરો દરેક લોકો આજે તમારી સફળતાથી ખુશ હશે. આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોનેફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે. કોઈપણ કાર્યમાં તમારા ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખો જેનાથી એ મિત્રો પણ તમારાથી ખુશ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

7. તુલા – ર,ત (Libra):  લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો.કાર્યસ્થળે લાંબા સમયથી અટકેલા કાર્ય અને પ્રોજેક્ટ પૂર્ણ થવા આવશે જેના કારણે આજે તમે અને તમારા બોસ બંને ખુબ ખુશ હશો. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યાલોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

8. વૃષિક – ન,ય(Scorpio): આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજે તમે ખુશ હોવ તો કોઈને પણ એવું પ્રોમિસ આજે ના કરતા જેથી ભવિષ્યમાં તમારે પસ્તાવું ના પડે. આજે તમને સારા સમાચાર મળશે જેનાથી તમારી ખુશી ચરમસીમાએપહોચશે. તમારા મિત્રો અને પરિવાર સાથે એ ખુશી શેર કરો. તમારા મિત્રો આજે તમારા સાચા હિતેચ્છુ સાબિત થશે. આજે બોલવામાં અને લોકો સાથે વાત કરતા સંભાળજો. કોઈનું હૃદય તમારા વાણી અને વર્તનથી દુભાય નહિ એ જાણજો. આજે પૈસા રોકાણ માટે સારો દિવસ નથી. કોઈની વાતો અને અફવાઓ પર આજે તરત વિશ્વાસ કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે થોડી દોડ ધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથેસાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : ઓફ વાઈટ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે વધુ પડતી મહેનત કરવી પડશે જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. મહેનત કરવામાં ક્યારેય પાછા ના પડશો આજે નહિ તો કાલે તમને તમારી સફળતા જરૂર મળશે. કોઈપણ નિયમનું ઉલંઘન ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા જીવનસાથી તરફથી સારા સમાચાર મળશે. તમારા જીવનસાથી સાથે જો મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તેને સુંદર નાની ભેટ આપીને ખુશ કરી દો. જો પૈસાની બચત કરવા માંગો છો તો આજથી શરૂઆત કરો. વધારાના ખર્ચથી દૂર રહો. આજની રાત તમારા જીવનસાથી સાથેની ખુબ સુંદર રાત હશે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. કાર્યક્ષેત્રમાં આજે અનેક નવી તકોઉભી થશે. નોકરી માટે પ્રયત્ન કરતા મિત્રોને આજે સારી ઓફર મળવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનુંચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતોસપોર્ટ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સોનેરી

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન :
જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
જો તમારી કોઈપણ તકલીફમાં તમારો પરિવાર તમારી સાથે હશે તો એ તકલીફ તમે હસતા હસતા સહી લેશો.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here