આટલા કરોડ રૂપિયાના માલિક છે પ્રિયંકા ના થનારા ભાવિ પતિ, જાણો તેના જીવન સાથે જોડાયેલી વાતો….

0

પ્રિયંકા ચોપરા ના ચાહકો નિક સાથે ની સગાઈને લઈને ખુબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર ચારે બાજુથી શુભકામનાઓ આવી રહી છે. એવામાં ફેન્સ ને એ જાણવાની ઉત્સુકતા રહે છે કે આખરે કોણ છે આ નિક, શું કરે છે અને કેટલી કમાણી કરે છે? તો આજે અમે તમને પ્રિયંકા ના ભાવી પતિ નિક ની અમુક અજાણી વાતો કહેવા જઈ રહ્યા છીએ.નિક નું પૂરું નામ નિકોલસ જેરી જોનસ છે. તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1992 માં ટેક્સાસ ના ડાલાશ શહેરમાં થયો હતો. નિક એક અમેરિકન સિંગર અને એક્ટર છે. તેમણે સાત વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
નિકે વર્ષ 2002 માં પોતાના પિતાની સાથે મળીને પોતાનું પહેલું ગીત ‘जॉय टु द वर्ल्ड’ (ए क्रिसमस प्रेयर) ગાયું હતું. નિકે પોતાનું પહેલું ગીત ખુદ જાતે લખ્યું હતું. 2004 માં નિકનો પહેલો આલ્બોમ આવ્યો, જેમાં તેને કઈ ખાસ સફળતા મળી ન હતી. જેના પછી નીકે પોતાના ભાઈઓ ની સાથે મળીને જોનસ બ્રધર્સ નામથી એક બૈન્ડ બનાવ્યું, જેના 4 આલ્બોમ માર્કેટમાં આવી ચુક્યા છે અને તે ખુબજ સફળ પણ રહ્યા છે.
જોનસ બ્રધર્સે અમેરિકી મ્યુઝિક એવોર્ડ્સ માં अवार्ड फॉर ब्रेकथ्रू आर्टिस्ट પણ જીત્યો હતો. વર્ષ 2010 માં નિકે યંગ હોલીવુડ આર્ટિસ્ટ ઓફ દ ઈયર નો ખિતાબ પણ જીત્યો હતો. નિકના પિતા પોલ કેવિન જોનસ પણ એક સંગીતકાર છે, સાથે જ નિકની મમ્મી ડેનિસ મિલર જોનસ સિંગર અને સાઈન લેંગ્વેજની ટીચર રહી ચુકી છે.
વર્ષ 2014 માં નીકને બ્રિટિશ મૈંગેજીન OK એ અને વર્ષ 2015 માં અમેરિકાની મૈંગેજીન People’s ને Sexiest Men Alive ના ખિતાબથી સન્માનિત કર્યા હતા. પ્રિયંકા ચોપરા ના પહેલા નિક જોનસનું નામ ઘણા સિંગર્સ અને અભિનેત્રીઓ ની સાથે જોડાઈ ચૂક્યું છે. નિક માઇલી સાયરલ, કૈંડલ જૈનર અને સેલેના ગોમેજ ને પણ ડેટ કરી ચુક્યા છે. ડેલી મેલની રિપોર્ટના આધારે, નીકની વર્ષની કમાણી 2.5 મિલિયન ડોલર અટલે કે 171 કરોડ રૂપિયા છે. નિકે અત્યાર સુધીમાં કુલ 17 મ્યુઝિક આલબોમ માટે ગીત ગાયેલા છે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here