17000નો સેમસંગ ફોન ફક્ત 3500માં ખરીદવાની ઓફર મળી પછી પાર્સલ જોઈને યુવક ની નીચેથી જમીન ખસી ગઈ …

0

લાલચ ને લીધે માણસો કોઈ ભી હદ સુધી પણ જાતા હોય છે.એમાં પણ કોઈ મોંઘી વસ્તુ સસ્તા ભાવે મળી રહી છે તેવા સમાચાર જો મળી જાય તો સીધીજ દોટ મુકે છે અને તે વસ્તુ ખરીદે છે.આવી વસ્તુ કીરીડી ને મનમાં ને મનમાં તે ખુબ ખુશ હોય છ એ અને પોતાના મિત્રો કે સગાઓ ને પણ એટલા વટ થી તે વસ્તુ બતાવે છે કે જાણે ઓસ્કાર એવોર્ડ મળી ગયો હોય. પણ હ્ગની વાર એવું બની જાતું હોય છે કે આવી વસ્તુ ભલે સસ્તા ભાવે મળતી હોય પણ એની પાછળ રૂપિયા બરબાદ કર્યા જેવું થય જતું હોય છે. તમે ક્યારેય એવું જાણવાની કોશિશ પણ કરી છે કે આટલી મોંઘી વસ્તુ સસ્તા ભાવે કેવી રીતે મળી શકે?  પણ લાલચ એ એક બુરું વ્યસન છે કે કોઈ પણ ને એનો રંગ લગતા વાર નથી લાગતી.

આવો જ એક કિસ્સો કડીમાં સામે આવ્યો છે. કડીના એક યુવકને લકી ડ્રોમાં નામ સિલેક્ટ થયું હોવાનો કોલ આવ્યો અને કહ્યું કે તેમને 17000 રૂપિયાની કિંમતનો સેમસંગ J7 ફોન માત્ર 3500 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે આ ફોન કોલ ફ્રોડ હતો જેમાં યુવકે 3500 રૂપિયા ગુમાવ્યા.

કડીના BScના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકે ફોન કોલના નિર્દેશ અનુસાર પોસ્ટ ઓફિસમાં કેશ ઓન ડિલિવરી કાઉન્ટર પરથી 3500 રૂપિયા આપીને પાર્સલ લઈ લીધું જોકે પાર્સ ખોલતાં જ તે ચોંકી ગયો હતો. કારણ કે પાર્સલમાં સેમસંગના ફોનની જગ્યાએ ગણેશજી અને લક્ષ્મીજીની પ્લાસ્ટિકની મૂર્તિ નીકળી.

બાદમાં યુવકે કંપનીમાં આ અંગે ફરિયાદ કરી તો કંપનીએ સ્થળ પર માણસો આવીને તપાસ કરી જશે કે શું સમસ્યા છે એવું કહ્યું હતું. જોકે બાદમાં એક વ્યક્તિ ત્યાં આવી ન હતી. કડીના યુવકની જેમ જ ધંધુકાના બિઝનેસમેનને પણ આવો જ અનુભવ થયો હતો. તેને પણ દિલ્હીની કંપનીનો ફોન આવ્યો હતો અને 3500 રૂપિયામાં સેમસંગ ગેલેક્સી J7 આપવાની ઓફર આપી હતી.

બિઝનેસમેને આ ફોન બુક કરાવી લીધો હતો અને તેમનો ફોન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો ત્યારે તે રૂપિયા 3500 લઈને પહોંચી પણ ગયા હતા પરંતુ સમયસર તેમની ચેતવી દેવાતા તેમનું નુકસાન થતુ અટક્યું હતું. આ ઉપરાંત તેમના એક મિત્ર સાથે પણ આવી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પોસ્ટ ઓફિસના અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, રોજના લગભગ બેથી ત્રણ ગ્રાહકો તેમની જ પોસ્ટ ઑફિસમાં આવી છેતરપિંડીનો ભોગ બને છે. તેમના જણાવ્યા મુજબ દેશની અન્ય પોસ્ટ ઓફિસોમાં પણ આ પ્રકારની છેતરપિંડી ચાલી રહી છે. પોસ્ટ ઓફિસના કેશ ઓન ડિલીવરી કાઉન્ટર પર ગ્રાહકોને છેતરતા પાર્સલ મોકલવાની રોજની બેથી ત્રણ ઘટના બને છે. અમે કેટલાંય ગ્રાહકોને આ પાર્સલ ન સ્વીકારવાનું સમજાવીએ છીએ પરંતુ તેઓ માનતા નથી અને પછી પાછળથી પસ્તાય છે.

પોસ્ટ ઓફિસનું કામ માત્ર પાર્સલ ગ્રાહકને આપવાનું અને પૈસા પાર્ટીને પહોંચાડવાનું હોવાથી તે આ મામલે બીજુ કશું જ કરી શકતા નથી. આમ છતાંય તે શક્ય તેટલા વધારે ગ્રાહકોને કંપનીઓ દ્વારા થતી છેતરપિંડીથી બચાવવાની કોશિશ કરે પણ છે. ગ્રાહકો જો પાર્સલ સ્વીકારવાનીના પાડી દે તો પોસ્ટ ઓફિસવાળા આ પાર્સલ કંપનીને રિટર્ન કરી દે છે. પરંતુ જો એકવાર ગ્રાહક બોક્સ ખોલી નાંખે, પછી પોસ્ટ ઓફિસ તેમને પૈસા રિફંડ આપી શકતી નથી.

 

GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here