પ્રિયંકા ને સાસુ એ આપ્યા આટલા હીરા જડાયેલી કાનની બુટી, કિંમત એટલી કે એક દુલ્હન ના ઘરેણા આવી જાય….

0

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ના વિદેશી યુવક નિક જૉનસ સાથે લગ્ન થઇ ચુક્યા છે. જેના પછી આ દેશી ગર્લ હંમેશા ને માટે વિદેશી બની ચુકી છે. બને એ 1 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં ક્રિશ્ચન પરંપરા સાથે લગ્ન કર્યા હતા. અને 2 ડિસેમ્બર ના રોજ હિંદુ રિવાજો અનુસાર લગ્ન કર્યા છે. આ રૉયલ વેડિંગ સમારોહ માં બંને ના પરિવાર ના લોકો તથા ખાસ મિત્રો શામિલ થયા હતા. જણાવી દઈએ કે બંને એ ઓગસ્ટ મહિના માં સગાઈ કરી હતી.બંને ના લગ્ન ની વચ્ચે એક ખાસ ખબર પણ સામે આવી છે જેને જાણીને તમે ચોંકી જાશો. પ્રિયંકા ને તેની સાસુ ડેનિસ જૉનસ એ એક ખાસ અને કિંમતી ભેંટ આપી છે.જૉનસ પરિવારે પોતાની નવી નવેલી વહુ નું ખુબ પ્રેમથી સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે પ્રિયંકા ની સાસુ એ તેને એક ખાસ કાનના જુમકા ભેંટ માં આપ્યા છે.  તેના કિંમત ની વાત કરીયે તો તે 79,500 ડોલર એટલે કે 55.46 લાખ છે. જેનું વજન 6.7 કૈરેટ છે અને તેમાં 170 સ્ટોન જડાયેલા છે.જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકા એ નિક સાથે ફેશન મૈંગેઝિન માટે ફોટોશૂટ કરાવાયું છે. જેની તસ્વીરો તેઓએ પોતાના એકાઉન્ટ પર પણ શેયર કરેલી છે. શેયર કરવામાં આવેલી આ ચાર અલગ-અલગ તસ્વીરો માં નિક-પ્રિયંકા નું બોન્ડિંગ દેખાઈ રહ્યું છે. બંને ની નજકીતા ને પ્રેમ ફેન્સ ને ખુબ જ પસંદ માં આવી રહ્યો છે.

પ્રિયંકા ના સંગીત માં થયો જોરદાર ધમાલ, બૉલીવુડ ના ગીતો પર વિદેશી પતિ ઝૂમ્યો…વિડીયો અને Photos જુવો ક્લિક કરીને
મુંબઈ માં 1 ડિસેમ્બર ક્રિશ્ચન રીતિરિવાજ લગ્ન કાર્ય પછી 2 ડિસેમ્બર એટલે કે આજે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ભારતીય પરંપરા અનુસાર લગ્ન થયા. સ્થાનીય સૂત્રો અનુસાર જોધપુર ના ઉમ્મેદ ભવન પેલેસ પર હાલ લગ્ન યોજાઈ રહ્યા છે. આ દરમિયાન સંગીત સમારોહ માં ધરાતી અને બારતીયો એ હિન્દી અને અંગ્રેજી ગીતો પર નાચ્યાં.

પ્રિયંકાએ આ લગ્નનું ખાસ રીતે આયોજન કર્યું. એવો માહોલ હતો કે કોઈ ફિલ્મ નું શૂટિંગ ચાલી રહ્યું છે. બધા લોકોએ ખુબ ધમાલ મસ્તી કરી. આજે રવિવાર લગ્નની રસમ શરુ થાય એ પહેલા બારતીયોએ ભારતીય ડ્રેસ પહેર્યો હતો. લગ્નને રસપ્રદ બનાવ માટે બંને ટિમો વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી જેના લીધે બધાને વધુ ઉત્સુકતા હતી.

આ મોકા પર બધા ઘરવાળા અને બારતીઓ ભારતીય પરંપરા મુજબ ખાસ ડ્રેસ કોડ પહેર્યો હતો. દુલ્હા એ બ્લુ અને ક્રીમ કોમ્બિનેશનમાં શેરવાની પહેરી હતી અને એના ભાઈ કેવિન, જો અને ફ્રેન્ક પણ ભારતીય અવતારમાં જોવા મળ્યા.

દુલ્હા પક્ષ થી નિક એ કમાન સાંભળી અને બોલીવુડના ગીતો પર સ્ટેપ્સ કરતો જોવા માંડ્યો.. બેકગ્રાઉન્ડ માં એમના દોસ્તો અને સાગા સંબંધીઓને જોઈ શકો છો.

આ તસ્વીરોમાં તમે પ્રિયંકા, ભાઈ સિદ્ધાર્થ, ઈશા અંબાણી અને પરિણીતી ચોપડા તથા છોકરી પક્ષને જોઈ શકો છો. પ્રિયંકા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

પ્રિયંકા ની મમ્મી મધુ ચોપડા, મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પરિણીતી ચોપડા

નિક સાથે પોતાની આગળની ઝીંદગી ને લઈને પ્રિયંકા ના ચહેરા પર ખુશી જોઈ શકો છો.

લગ્ન બાદ પ્રિયંકા ચોપરા ની વિદેશી પતિ નિક જોનાસ સાથેની 5 તસવીરો આવી સામે, જોઈને ઉડી જશે તમારા હોશ

બૉલીવુડ અભિએન્ટ્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસ ના શુક્રવારે ક્રિશ્ચન રીતિરિવાજ થી લગ્ન થઇ ગયા. પ્રિયંકા ના લગ્ન ની રસમ જોધપુર ના ઉમેદ ભવન પેલેસ માં ચાલી રહ્યા છે. શનિવાર એ હિન્દૂ ધર્મ રીતિ રિવાજ થી લગ્ન કરશે એટલે હજુ પ્રિયંકા નિક ના લગ્નની તસવીરો આવવાની બાકી છે. મીડિયા પર હાલ માં પ્રિયંકા નિક રાજ કરે છે. હાલ માં જ પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસ નો એક રોમેન્ટિક ડાન્સ વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં દેખાય છે કે પાર્ટી ખતમ થયા પછી પ્રિયંકા અને નિક રોમેન્ટિક અંદાઝ માં ડાન્સ કરી રહ્યા છે. આ પહેલા કપલે એક હોટ ફોટોશૂટ કરાવ્યુ, જેમાં બંનેની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી હતી.

ફોટોશૂટ કરાવવા સાથે આ પ્રિયંકા અને નિક એ એક ફેમસ મેગેઝિનને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો જેમાં તેમણે પોતાની લવસ્ટોરી રિલેટેડ વાત કરી હતી. બંનેએ પોતાની પહેલી ડેટ અને ફર્સ્ટ KISS વિશે પણ ફેન્સને જણાવ્યુ હતુ એટલુ જ નહી પ્રિયંકા આ વાતનો પણ ખુલાસો કર્યો કે નિકે તેને કેવી રીતે પ્રપોઝ કર્યુ હતુ.

કાળા ચશ્માં પહેરેલ આવી નજરપ્રિયંકા ની મહેંદી ની રસમ ની તસવીરોઆ અંદાજ માં પુરી કરી વિધિ

પ્રિયંકા ચોપડા એ અમેરિકી સિંગર નિક જોનાસ સાથે કર્યા લગ્ન. વિધિ જોધપુર ના ઉમેદ ભવન પેલેસ હોટલ માં જોર શોર થી ચાલી હતી. બંને એ ઈસાઈ રીતિ રિવાજ થી લગ્ન કર્યા.

બૉલીવુડ થી લઈ અને હોલીવુડ સુધી ની દરેક હસ્તીઓ હાજર હતી. ફિલ્મી સિતારાઓ સિવાય ભારત ના સૌથી મોટા ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી એમના પરિવાર સાથે લગ્ન માં હિસ્સો લેવા આવ્યા હતા.

એમની મહેંદી ની વિધિ ની તસવીરો સામે આવી છે અને તેમાં પ્રિયંકા કમાલ ની લાગી રહી છે. પ્રિયંકા ચોપડા એ પીળા અને ગુલાબી રંગ ના ચણીયા ચોલી માં નજર આવી અને એના લગ્ન ની વિધિઓ નો ભરપૂર આનંદ માણ્યો. પ્રિયંકા અબુ જાની સંદીપ ખોસલા ની દેશી ડ્રેસ માં કમાલ ની લાગી રહી છે. પ્રિયંકા એક ફોટા માં નિક સાથે ભરપૂર મસ્તી માં મૂડ માં નજર આવે છે. જેમાં બંને એ કાળા ચશ્માં પહેરી રાખ્યા છે અને ભરપૂર મસ્તી કરી રહ્યા છે.

પ્રિયંકા એક ફોટા માં પરિણીતી સાથે , નિક ના માતા પિતા સાથે અને બાકી સગા સબંધીઓ સાથે નજર આવી રહી છે. અને બધા ખૂબ મસ્તી ના મૂડ માં છે.

પ્રિયંકા ની મહેંદી ની વિધિ માં એક ફોટા માં નિક જોનાસ ને સગા સબંધીઓ એ ખભા પર ઉઠાવ્યો છે અને બધા એન્જોય કરે છે.

પ્રિયંકા એક ફોટા માં ચણીયા ચોલી માં ડાન્સ કરી રહી છે અને તેની મહેંદી ની વિધિ ને અનહદ એન્જોય કરી રહી છે. પ્રિયંકા આ ફોટોસ માં કમાલ ની લાગી રહી છે.

મજા ની વાત એ છે કે મહેંદી ની વિધિ ના ફોટ્સ સામે આવ્યા છે જેમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા બંને જ કાળા ચશ્માં પહેરી રાખ્યા છે અને બંને મસ્તી કરે છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. અમુક સમય પહેલા તેની સગાઈ થઇ હતી. ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ના અમેરિકી પૉપ સિંગર નિક સાથે લગ્ન ની ખબરો એ ઘણાને ચોંકાવ્યા છે. હવે પ્રિયંકા એ પહેલી વાર એ વાતનો ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેની અને નિક ની કેમેસ્ટ્રી બની અને બંને એ એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. ન્યુયોર્ક માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ માં પ્રિયંકા એ કહ્યું, ”હું એવા વ્યક્તિ ને જીવનસાથી તરીકે પસંદ કરવા માગતી હતી, જે તમારી ઈજ્જત કરે. તેનો અર્થ એ નથી કે તે મારા માટે કોફી બનાવે. પણ કોઈ એવો વ્યક્તિ જે તમારા દ્વારા જીવનમાં કરવામાં આવેલી મહેનત ને સમજે અને તેની ઈજ્જત કરે”.પ્રિયંકાનું કહેવું હતું કે,”હું એવા વ્યક્તિ ને ઇચ્છતી હતી કે જે એવા વિચારો રાખે કે જો તેનું કામ જરૂરી છે તો તમારું પણ કામ જરૂરી જ છે. જો તે પોતાના માટે કોઈ જરૂરી ચીજ ને પસંદ કરે છે, તો તેના માટે અન્ય વિચારો પણ મહત્વપૂર્ણ રાખે છે. આ બધું મળવું અદ્દભુત છે”.
પ્રિયંકા માટે ઈજ્જત અને વિશ્વાસ રિલેશનશિપ માટે ખુબ જ જરૂરી વાત છે. તે કહે છે કે,”આવું થઇ જાય તો બધું જ આસાન થઇ જાય. તમે દરેક ચીજ માં એક બીજાને ક્રેડિટ આપતા હોય. તમારા સંબંધ માં ભરોસો હોય. મારુ માનવું છે કે તેનાથી ઓછા માં કોઈ સંતુષ્ટ ન હોવું જોઈએ. જો આવું ના મળે તો લગ્ન કરવા જ ન જોઈએ. મને મારા પાર્ટનર માં આ બધી ચીજો મળી, માટે હું નિક સાથે લગ્ન કરી રહી છું”.
પ્રિયંકા-નિક 1 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્રણ દિવસ ના ફંક્શન માં માત્ર નજીકના લોકો જ શામિલ થાશે. નિક ના તરફથી લગ્ન માં 100 મેહમાનો ને જ આમંત્રણ આપવામાં આવેલું છે.પ્રિયંકા હાલના દિસવોમાં પ્રિ-વેડિંગ ઇવેન્ટ માં વ્યસ્ત છે. હાલમાં જ પ્રિયંકા એ બ્રાઇડલ શાવર પાર્ટી સેલિબ્રેટ કરી હતી. લગ્નના પહેલા તે પોતાની બેચલર લાઈફ ને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ એ ન્યુયોર્ક માં એક પાર્ટી નું આયોજન કર્યું છે, જેમાં પ્રિયંકા ના નજીકના મિત્રો શામિલ થયા છે, આ પાર્ટીના વિડીયો પણ શેયર થયેલ છે.એ પણ જાણવા મળ્યું છે કે નિક એ પ્રિયંકા માટે લૉસ એન્જેલિસ માં ઘર ખરીદ્યું છે, જેની કિંમત 47.50 કરોડ(6.5 મિલિયન ડોલર) જણાવામાં આવી રહી છે. આ ઘર 4129 વર્ગ ફૂટ માં ફેલાયેલું છે. જેમાં 5 રૂમ છે, અને ઘરની અંદર એક સ્વિમિંગ પુલ પણ છે. ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન પણ સુંદર છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે

ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here