17 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

1/12મેષ(Aries):
આજે તમારા પર લક્ષ્મીજીની કૃપાદૃષ્ટિ રહેશે. લગ્નોત્સુકોને જીવનસાથી મળવાનો યોગ છે. સામાજિક રીતે તમને યશ-કીર્તિ મળશે. વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વજનો સાથે મતભેદ થશે. ધનખર્ચ થશે.

2/12વૃષભ(Taurus):
પારિવારિક જીવનમાં સુખ-સંતોષનો અનુભવ થશે. તમારા કાર્યની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારી તમારી પર પ્રસન્ન થશે. મધ્યાહન બાદ નવા કાર્યનું તમે આયોજન કરી શકશો. વેપારમાં લાભ થશે, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

3/12મિથુન(Gemini):
આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓની પ્રસન્નતાથી મન વ્યગ્ર થઈ શકે છે. ધનનો વ્યય વધુ રહેશે. સંતાનોની ચિંતા સતાવશે. ધનની પ્રાપ્તિ થશે.

4/12કર્ક(Cancer):
ક્રોધ પર નિયંત્રણ રાખવું. અનૈતિક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ધનની તંગી અનુભવી શકો છો. આમોદપ્રમોદ પાછળ ધનનો વ્યય થશે. વ્યાવસાયિક સ્થળ પર અધિકારીઓથી સંભાળીને ચાલવું. વાદવિવાદથી દૂર રહેવું.

5/12સિંહ(Lio):
મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદની પળો પસાર કરશો. બપોર બાદ વધુ વિચારોને કારણે માનસિક રીતે તમે થાક અનુભવશો. ક્રોધ વધુ રહેશે, વાણી પર સંયમ રાખવો. ધનની તંગી થઈ શકે છે.

6/12કન્યા (Virgo):
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. કાર્યમાં સફળતા મળવાથી આજે તમે આનંદિત રહેશો. તમારી યશ-કીર્તિમાં વૃદ્ધિ થશે. પરિવારનું વાતાવરણ અનુકૂળ રહેશે. બપોર બાદ તમારો દિવસ મનોરંજનમાં પસાર થશે. વેપારમાં ભાગીદારોથી લાભ થશે.

7/12 તુલા(Libra):
લેખન કાર્ય અને સૃજનાત્મક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ શુભ છે. આજે થોડા વધુ ભાવનાશીલ રહેશો. વ્યાવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે અને સહકર્મચારીઓનો સાથ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

8/12 વૃશ્ચિક(Scorpio):
ભાવુકતા પર સંયમ રાખવાથી માનસિક વ્યગ્રતાનો અનુભવ ઓછો થશે. વસ્ત્રાભૂષણ તથા સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થશે. માતા તરફથી લાભ થશે. નવા કામની શરૂઆત ન કરવી. પેટમાં તકલીફ થઈ શકે છે.

9/12ધન(Sagittarius):
આજે ભાગ્યવૃદ્ધિનો યોગ છે, પરંતુ બપોર બાદ કંઈક વધુ સંવેદનશીલતાનો અનુભવ કરશો. માનસિક રીતે વ્યગ્રતા રહેશે. સૌંદર્યપ્રસાધનો પાછળ સ્ત્રીઓને ધનનો વ્યય થશે. જમીન, મકાન, વાહન વગેરેનો સોદો સંભાળીને કરવો.

10/12 મકર(Capricorn):
આજે ધાર્મિક વિચારોની સાથે સાથે ધાર્મિક કાર્યોમાં ખર્ચ પણ થશે. મધ્યાહન બાદ તમારું મન ચિંતામુક્ત રહેશે. મિત્રો-સ્વજનો સાથે થયેલી મુલાકાતથી મન આનંદિત રહેશે. આજે ભાગ્યવૃદ્ધિનો યોગ છે.

11/12કુંભ(Aquarius):
આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે તેમ ગણેશજી કહે છે. ગહન ચિંતનશક્તિ અને આધ્યાત્મિકતા બંનેમાં તમારું મન ડૂબેલું રહેશે. વાણી પર સંયમ રાખવો. વધુ પડતો પૈસાનો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

12/12મીન(Pisces):
કોઈના વિવાદમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે. મન એકાગ્ર કરવાનો પ્રયાસ કરવો. આજે ખર્ચ પર સંયમ રાખવો પડશે. મધ્યાહન બાદ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. મિત્રો તરફથી ઉપહાર મળશે. પરિવારજનો તરફથી સુખ મળશે.

– બેજાન દારૂવાલા

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!