17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ દરેક કામ આયોજન કરીને જ કરવા!!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે પૈસાની લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, આજે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે, નવો બિઝનેસ શરુ કરવા માંગતા મિત્રો ભાગીદારી કરતા પહેલા ખાસ તકેદારી રાખવી. પરિવાર સાથે આજે નાનકડી મુસાફરી કરવાના યોગ છે. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યા લોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસામની5. સિંહ – મ,ટ (Lio):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે. કોઈપણ કાર્યમાં તમારા ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખો જેનાથી એ મિત્રો પણ તમારાથી ખુશ રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો7. તુલા – ર,ત (Libra):
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. આજે કામના ભારણને કારણે માનસિક અને શારીરિક થાક અનુભવશો. આજે વેપારી મિત્રોને ભાગીદારીથી ફાયદો થશે. અમુક મહત્વના નિર્ણય લેવાની જરૂરત છે. સંતાન તરફથી થોડી ચિંતા વધતી જણાશે, તેમને સાચું માર્ગદર્શન પૂરું પાડો. આજે તમારા અટકેલા દરેક કામ પૂર્ણ કરી શકશો. આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી. વધારાના ખર્ચથી દૂર રહો. આજની રાત તમારા જીવનસાથી સાથેની ખુબ સુંદર રાત હશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
વેપારી મિત્રોને આજે ખાસ લોકો સાથે મુલાકાત થશે, ઘણા સમય પહેલા કરેલ રોકાણથી તમને ધનલાભ થશે. આજે જુના મિત્રોને મળવાનું થશે, જૂની વાતો યાદ કરીને તમને આજે આનંદ મળશે. આજે જીવનસાથી અને બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો. જે પણ મિત્રો વારંવાર પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્લાન બનાવે છે પણ એ પૂર્ણ નથી કરી શકતા તેવા મિત્રો આજથી શરૂઆત કરી શકો છો તેનો ફરક તમને થોડા જ સમયમાં દેખાશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો10. મકર – જ, ખ (Capricorn): .
જે પણ મિત્રો આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે તેઓ કોઈની કરેલી ભૂલની સજા બીજા કોઈને કરશે અને પછી પસ્તાવો કરશે તો પહેલાથી તકેદારી રાખજો. આજે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. નાની નાની વાતે તમે જેવીરીતે લોકો પર આક્ષેપ કરો છો એ આદત સારી નથી. તમારા વાણી વર્તનથી આજે તમારી નજીકનું કોઈ તમારાથી નારાજ થઇ જશે. તમે જેટલા વિચારો સારા કરશો એટલું વધારે સારી રીતે કામ કરી શકશો. તમારા જીવનસાથીને તમારા દરેક નિર્ણયમાં સામેલ કરો અને તેમની મંજૂરી પણ જરૂર લેજો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આ વિકેન્ડ પર ખરીદી કરવાનો તમને ભરપુર સમય મળશે. વધુ પડતો ખર્ચ દિવસના અંતે તમને પરેશાન કરશે. લોકો વચ્ચે પોતાનું નામ બનાવવા માટે તમારે કોઈપણ પ્રકારના જુઠાણાનો ઉપયોગ કરવાનો નથી. લોકો આજે તમારી પાસેથી અનેક પ્રકારની મદદ માંગશે. લોકોની ઉપેક્ષા કરશો નહિ બીજાને બનતી મદદ કરજો. ભવિષ્યમાં એ મદદનો બદલો તમને જરૂર મળશે. આજે સાંજે જીવનસાથી સાથે સમય વિતાવો આજે એક અલગ જ દુનિયાનો અનુભવ તમને થશે. આજે તમે ધરેલા દરેક કામ પૂર્ણ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે વાહન ચલાવતા તકેદારી રાખવી ચલણ ભરવું પડી શકે છે. આજે તમને અમુક લોકોનું આકર્ષણ રહેશે. કોઈની પણ વાતમાં આવીને પૈસા રોકવા માટે ઉતાવળે તૈયાર થવું નહિ. આજે પૈસાનું નુકશાન થવાના યોગ છે. કોઈને પણ આજે પૈસા આપવા નહિ. આજે તમારા નજીકના કોઈ વ્યક્તિ તરફથી તમને દગો મળશે. આજે સાંજના સમયે ધનલાભ થશે અને સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. વેપારને વિદેશમાં સ્થાયી કરવા માંગતા મિત્રો પાસે સારો પ્રસ્તાવ આવશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આહે ખર્ચ વધારે થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here