૧૬ ઓગસ્ટ ૨૦૧૮,રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને શુભ અંક પણ જાણો.

0

મેષ – અ, લ, ઈ
આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

વૃષભ – બ, વ, ઉ
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

મિથુન – ક,છ,ઘ
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

કર્ક – ડ, હ
આજે તમારી મુલાકાત તમે વિચાર્યું પણ નહિ હોય એવા લોકો સાથે થશે. આજે વધુ પડતી મહેનત તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સતત કામના બોજ હેઠળ ના રહેશો એ તમને શારીરિક તકલીફ તો આપશે પણ સાથે સાથે માનસિક રીતે પણ થકવી દેશે માટે આજે થોડો સમય આરામ કરવામાં પણ વ્યતીત કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. તો તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો એન તેમના સાથ અને સહકારથી આગળ વધો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

સિંહ – મ, ટ
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

કન્યા – પ, ઠ, ણ
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ઓફ વાઈટ

તુલા – ર, ત
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

વૃષિક – ન, ય
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

ધન – ભ, ધ, ફ, ઢ
આજે તમારે તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો આજે ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. આજે તમારા જીવનસાથીને સમય આપો. તમારે આજે મિત્રોને તમારી સાથે રાખીને આગળ વધવાનું છે. આજે તમને પરિવારજનો અને મિત્રો તરફથી પુરતો સપોર્ટ મળી રહેશે. સાંજનો સમય તમારા માટે એકદમ પરફેક્ટ છે કોઈપણ નવા કામની અને વિચારને અમલમાં મુકવા માટે આ સમય બરોબર છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

મકર – જ, ખ
તમારા પ્રિયપાત્ર તરફથી આજે તમને દુઃખ પહોચી શકે છે. આજે તમને તમારું કામ પૂરું થશે કે નહિ એની પણ શંકા રહેશે. તમારામાં આજે આત્મવિશ્વાસની ઉણપ દેખાશે. તમારે આજે થોડી હિંમત દેખાડવાની છે કોઈપણ કાર્ય કરતા પહેલા નર્વસ થશો નહિ તમારા ચહેરાના હાવભાવ પરથી જ તમારું કામ બગડી શકે છે. આજે તમને શારીરિક દુખાવો રહેશે તો સમયસર દવા અને ઈલાજ કરજો. આજનો દિવસ આવો ગયો છે એટલે જરૂરી નથી કે કાલનો દિવસ પણ આવો જ જશે. કાલના દિવસની નવેસરથી શરૂઆત કરો. ઈશ્વર તમને શક્તિ આપે.
શુભ અંક : ૬
શુભ રંગ : સોનેરી

કુંભ – ગ, શ, સ
જો કોઈ તમારા પ્રેમનું મૂલ્યાંકન પૈસાથી કરે તો એ વ્યક્તિથી દૂર રહો તમારી ગેરહાજરી તેમને તામારા સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે. આજે તમારા મિત્રો તારાફથી તમને પુરતો સપોર્ટ મળશે. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. કોઈપણ જગ્યાએ લાંબા મૂડીરોકાણમાં સાચી માહિતી અને સાચી વિગતો જાણ્યા વગર નિર્ણય કરશો નહિ. નકારાત્મકતાને તમારાથી દૂર રાખો. કોઈપણ મુશ્કેલીમાં તમારી ધીરજ ગુમાવશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : કેસરી

મીન – દ, ચ, જ, થ
આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :
જીવનમાં હંમેશા તમારા વિચારો પોઝીટીવ રાખો જેનાથી તમારું કોઈપણ કાર્ય અટકશે નહિ.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!