માત્ર 16 વર્ષની બહેનએ દિવ્યાંગ ભાઈ માટે બનાવી અનોખી વ્હીલચેર કમ સાઇકલ, કોણ કોણ સલામ કરશે આ બહેનને ….

0

આપણે મોટાભાગે સાંભળતા આવ્યા છીએ કે આવશ્યકતાઓ લોકો ને નવી ચીજો નો આવિષ્કાર કરવા માટે પ્રોત્સાહન આપે છે. મહારાષ્ટ્ર ના બારામતી ની 16 વર્ષ ની છોકરી મયુરી પોપટ યાદવ એ પણ આવો જ એક અનોખો આવિષ્કાર કરી દેખાડ્યો છે જે આજે દેશ માં ચર્ચા નો વિષય બનેલો છે.

દસ માં ધોરણમાં ભણી રહેલી મયુરી યાદવે પોતાના દિવ્યાંગ ભાઈ માટે એક એવી સાઇકલ તૈયાર કરી છે જેની મદદથી તેનો ભાઈ રોજ સ્કૂલ જઈ શકે છે.મયુરી નો 13 વર્ષ નો ભાઈ નિખિલ મોટાભાગે તે દિવસે સ્કૂલે જઈ શકતો ન હતો જયારે તેના પિતા ઘરે ના હોય, કેમ કે તેના પિતા સિવાય અન્ય કોઈ વ્યક્તિ ઘરે રહેતું ન હતું જે નિખિલ ને સ્કૂલ મુકવા માટે જઈ શકે. જેના ચાલતા મયુરી એ પોતાના દિવ્યાંગ ભાઈ માટે અનોખી સાઇકલ ની શોધ કરી.

જણાવી દઈએ કે મયુરી એ પોતાના ભાઈ ની વ્હીલ ચેયર ને પોતાની સાઇકલ ની સાથે જોડી દીધી જેનાથી તે પોતે જ નિખિલ ને ઘરથી લગભગ એક કિલોમીટર દૂર સ્કૂલ મુકવા માટે જઈ શકે.

મયુરી ના હિસાબે તેનો ભાઈ મોટો થઇ રહ્યો છે અને માટે હવે પિતાજીને પણ તેને ઉઠાવીને સ્કૂટર પર સ્કૂલ સુધી લઇ જાવામાં સમસ્યા આવી રહી હતી. મયુરી કહે છે કે ઘણીવાર પિતા ઘરે ના હોય, તો તે દિવસે નિખિલ સ્કૂલ પણ જઈ શકતો ન હતો. માટે મયૂરીએ પોતાના ભાઈ ને પોતાની સાથે સ્કૂલ લઇ જાવા માટે આ બાબત વિશે વિચાર્યું, અને જયારે શિક્ષકો અને પ્રિન્સિપાલ ની સાથે આ બાબત વિશે ચર્ચા કરી તો તેઓ એ પણ તેના આ વિચાર ના ખુબ વખાણ કર્યા અને પ્રોત્સહન આપ્યું હતું.

મયુરી એ પોતાના વિજ્ઞાન ના શિક્ષક જયરામ પવાર અને વાસિકર ની સાથે તથા સ્કૂલ ની ટેક્નિક ટિમ ની સાથે ચર્ચા કરીને આ વિચાર ને સાકાર કર્યો. જયરામ સર એ કહ્યું કે અમે સાઇકલ ને વેલ્ડિંગ દ્વારા વ્હીલચેયર ની સાથે જોડી દીધી જેમાં નિખિલ ની સુરક્ષા માટેના અમુક સંશોધન પણ કર્યા. સંતુલન અને સેફટી ને જોતા સાઇકલ ના બંને બ્રેક ને સાઇકલ અને વ્હીલચૅયર ના બંને ના પૈડાં સાથે યોગ્ય રીતે જોડી દેવામાં આવી છે. તેના સિવાય તેમાં વ્હીલચૅયર ની સુરક્ષા ને જોતા એક બેલ્ટ પણ લગાવામાં આવ્યો છે.
આ શોધ વિશે નિખિલ નું કહેવું છે કે તે પોતાની બહેન દ્વારા કરવામાં આવેલા અદ્દભુત આવિષ્કાર થી ખુબ જ ખુશ છે. અને તેની સાથે જ તે વિકલાંગ લોકો માટે આ ઉપાય અને આવિષ્કાર કરવાની જરૂર પણ અનુભવે છે.
જયારે સ્કૂલ ના આચાર્ય ના આધારે તેને હાલમાં જ નસરપુર માં આયોજિત જિલ્લા-સ્તરીય વિજ્ઞાન પ્રદર્શન માં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે જ્યાં તેને રાજ્ય-સ્તરીય પ્રતિયોગિતા માટે પણ પસંદ કરવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here