16 વર્ષની જેનેલિયાનાં પ્રેમમાં દીવાનો હતો રિતેશ, આ કારણે સૌથી સ્પેશિયલ છે બંનેની લવસ્ટોરી, વાંચો રસપ્રદ

1

બૉલીવુડ ફિલ્મોમાં વિલેન નો રોલ કે પછી કોમેડી કરવી હોય, રિતેશ દેશમુખ દરેક કિરદાર ને પોતાના બનાવી લે છે.બે દિવસ પહેલા જ રિતેશ એ પોતાનો 40 મોં જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. રિતેશ ના પિતા વિલાસ રાવ દેશમુખ રાજનીતિ ના નેતા છે જયારે રિતેશ બૉલીવુડ ના એક જાણીતા અભિનેતા કછે. જયારે તેમણે પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારે તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.રિતેશે વર્ષ 2003 માં ફિલ્મ ‘તુજે મેરી કસમ’ દ્વારા પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રિતેશ ની સાથે જેનેલિયા ડિસૂજા એ લીડ રોલ કર્યો હતો. પહેલી ફિલ્મ તો તેની ફ્લોપ રહી હતી પણ ધીરે-ધીરે તેણે ઝડપ પકડી અને પછી મસ્તી, ક્યાં કુલ હૈ હમ, માલામાલ વીકલી, અપના સપના મની મની જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે રિતેશ ના કેરિયર કરતા તેની લવ સ્ટોરી વધારે ચર્ચા માં રહી હતી.
એવામાં રિતેશ અને જેનેલિયા બ્રેકઅપ ના આ સમયમાં સાચા પ્રેમ ની એક મિસાલ બન્યા છે. રિતેશ નું કેરિયર ભલે ઉતાર-ચઢાવ વાળું રહ્યું હોય પણ તેઓની પર્સનલ લાઈફ ખુબ જ શાનદાર રહી છે. રિતેશ-જેનિલિયા પહેલી વાર વર્ષ 2002 માં ફિલ્મ તુજે મેરી કસમ ની શૂટિંગ ના દરમિયાન મળ્યા હતા. તેઓની મુલાકાત હૈદરાબાદ એયરપોર્ટ પર થઇ હતી.રિતેશ ના પિતા તે સમયે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી હતા. માટે જેનિલિયા ને લાગ્યું કે રિતેશ પણ નેતા જ બનશે, પણ જયારે તે રિતેશ ને મળી અને તેને પરિવાર ના પ્રતિ સમ્માન જોયું તો તે તેનાથી ખુબ જ પ્રભાવિત થઇ હતી. પહેલા તો એયરપોર્ટ પર જેનિલિયા રિતેશ ને ઇગ્નોર કરતી રહી હતી. જેનિલિયા પોતાની માં ની સાથે હતી. રિતેશે આગળ વધીને જેનિલિયા ને હાથ મિલાવ્યો હતો.જેનીલિયા હાથ મિલાવીને આજુ-બાજુ જોવા લાગી. એવામાં સેટ પર બંને વચ્ચે દોસ્તી વધી ગઈ. બંને ખુબ જ વાતો કરતા હતા. 24 વર્ષ ના રિતેશ 16 વર્ષ ની જેનિલિયા થી આર્કિટેક્ચર ના વિશે વાત કરતા હતા અને જેનીલિયા તેને પોતાના અભ્યાસ વિશે જણાવતી હતી. એવામાં બંને એકબીજા પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા હતા. તેઓને એબીજાની દોસ્તી ની એવી આદત લાગી ગઈ કે  બંને ને ધ્યાન જ ના રહ્યું કે ક્યારે તેઓને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો.તેના પછી તેઓએ ફિલ્મ ‘મસ્તી’ માં પણ સાથે કામ કર્યું હતું. તેઓમાં એક ખાસ વાત એ રહી હતી કે ક્યારેય તેઓને પોતાના પ્રેમ ને જાહેર કરવા માટે મોંઘા મોંઘા ગિફ્ટ ની જરૂર પડી ન હતી. તેઓના માટે તો એકબીજાનો પ્રેમ જ બધું હતું. આખરે 3 ફેબ્રુઆરી 2012 માં બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા.લગ્ન પહેલા તેઓ એક બીજાને 10 વર્ષથી ડેટ કરી રહ્યા હતા પણ ક્યારેય આ વાતને મીડિયા ની સામે કબુલી ન હતી. તેના લગ્ન ના પછી 24 ફેબ્રુઆરી ના રોજ ફિલ્મ ‘તેરે નાલ લવ હો ગયા’ પણ રિલીઝ થઇ હતી. દરેક દર્શક આ નવી જોડી ના લગ્ન પછી પહેલી ફિલ્મ જોવા માટે ખુબ જ ઉત્સુક પણ હતા. નવેમ્બર 2014 માં રિતેશ પહેલી વાર પિતા બન્યા હતા, અને દીકરા રીઆંન નો જન્મ થયો હતો. વર્ષ 2016 માં રિતેશ બીજીવાર પિતા બન્યા હતા, અને દીકરા રાહીલ નો જન્મ થયો હતો. રિતેશ એ પણ કહે છે કે તે રીઆન અને રાહીલ ના ડાઈપર બદલવા અને પૉટી સાફ કરવામાં ખુબ જ બેસ્ટ બની ગયા છે. તેઓ કહે છે કે તેઓ બંને પોતાના દીકરાઓ વિશે એટલી વાતો કરે છે કે તેઓએ બંને ના લગ્ન ની પ્લાનિંગ પણ અત્યારથી જ કરી રાખી છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here