16, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
વેપારમાં ક્યાંક રોકાયેલ પૈસા પરત મળશે. લોટરીથી સારી કમાણી કરી શકશો. આજે સ્ટોક માર્કેટમાં પૈસા રોકવાથી ધનલાભ થશે. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહિ. આજે તમારા મહત્વના કામમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે. આજે માથાનો દુખાવો થઇ શકે છે આજે કોઈપણ નકારાત્મક વાત તમારે મનમાં લાવવાની નથી. આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી દ્વારા સહયોગ મળશે. રોકાયેલ પ્રમોશન આજે તમને મળી શકે છે. આજે અમુક જૂની મુશ્કેલી તમને હેરાન કરશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે લોકો તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવશે, દરેકને મદદ કરતા રહેવાની તમારી આદત આજે તમને નુકશાન પહોચાડશે. કોઈપણ અજાણ્યા લોકો પર આજે ભરોસો કરતા પહેલા વિચારજો. આજે ઘરમાં પણ નાની નાની વાતે ઝઘડા થવાના યોગ છે તો મગજ થોડું શાંત રાખવું અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં અને આવેશમાં આવીને કરવો નહિ. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સાંજે પરિવાર સાથે કોઈપણ મંદિરની મુલાકાત લો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
વેપાર વધારવા માટે આજે તમને ખાસ લોકોની મદદ મળશે, આજે તમે કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે તમારા કોઈ સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. આજે દિવસભર તમારે ઘણી મહેનત કરવાની રહેશે. આજે કોઈપણ વાત કોઈને પણ કરતા પહેલા તમારા વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે અમુક લોકો તમારા નિર્ણયનો વિરોધ કરશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામમાં કમી કાઢવા માટે મથતા લોકોને તમે હરાવી શકશો. એકંદરે આજનો દિવસ બહુ ધ્યાનથી બધું કામ કરવું એવું જણાવે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
આજે કોઈ નવા વેપાર શરુ કરવા માટે બહુ સારો દિવસ છે. આજે તમારું નસીબ તમારી સાથે છે એટલે તમે વધુને વધુ પૈસા બનાવી શકો છો. આજે તમારા કાકા-બાપાના ભાઈઓની મદદ તમારે લેવી પડશે જેનાથી તમે તમારું અટકેલું કામ પૂર્ણ કરી શકશો. આજે વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસ છે. આજે તમારી જૂની દોસ્તી પ્રેમમાં બદલાઈ શકે છે. આજે નોકરી કરતા મિત્રોનો પગાર વધારો પણ થઇ શકે છે. આજે વેપારમાં નવા પ્રોજેક્ટ પર કામ શરુ કરી શકશો.આજે કોઈ ગુપ્તરોગ કે કમરના નીચેના ભાગમાં કોઈ તકલીફ થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે. કોઈપણ કાર્યમાં તમારા ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખો જેનાથી એ મિત્રો પણ તમારાથી ખુશ રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. કાર્યસ્થળે લાંબા સમયથી અટકેલા કાર્ય અને પ્રોજેક્ટ પૂર્ણ થવા આવશે જેના કારણે આજે તમે અને તમારા બોસ બંને ખુબ ખુશ હશો. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યા લોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
શેર માર્કેટમાં આજે પૈસા રોકવાથી સારો ફાયદો મળશે, પણ લોટરી અને શરત વાળી સ્કીમથી દૂર રહેજો. આજે અમુક મુશ્કેલીઓ આવશે પણ તમારે નિરાશ થવાનું નથી, માનસિક તણાવ તમારી તબિયત બગાડશે. આજે જો લગ્નજીવનમાં કોઈ વાતે બોલવાનું બંધ હોય તો આજે તમારા સંબંધો વધુ મજબુત થશે. આજે તમને તમારા કામમાં સફળતા મળશે. આજે તબિયતની પણ વિશેષ કાળજી રાખજો. બ્લડ પ્રેશર, લોહીની કમી અથવા તો ચામડીની કોઈ તકલીફ થઇ શકે છે. આજે તમને સોપવામાં આવેલ કામ તમારે તમારી ચતુરાઈ અને સમજદારીથી કરવાના છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમે ખુશ હોવ તો કોઈને પણ એવું પ્રોમિસ આજે ના કરતા જેથી ભવિષ્યમાં તમારે પસ્તાવું ના પડે. આજે તમને સારા સમાચાર મળશે જેનાથી તમારી ખુશી ચરમસીમાએ પહોચશે. તમારા મિત્રો અને પરિવાર સાથે એ ખુશી શેર કરો. તમારા મિત્રો આજે તમારા સાચા હિતેચ્છુ સાબિત થશે. આજે બોલવામાં અને લોકો સાથે વાત કરતા સંભાળજો. કોઈનું હૃદય તમારા વાણી અને વર્તનથી દુભાય નહિ એ જાણજો. આજે પૈસા રોકાણ માટે સારો દિવસ નથી. કોઈની વાતો અને અફવાઓ પર આજે તરત વિશ્વાસ કરશો નહિ.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
આજે જમીન અને મકાનમાં પૈસા રોકી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં ઘણા ફાયદા થશે. આજે શેર માર્કેટમાંથી પણ સારી કમાણી કરી શકશો. આજે તમારા મિત્રો તમારા પરિવારજનો બધા તમારાથી ખુશ હશે. સમાજમાં તમારી નામના વધશે. આજે શરીર સાથે કોઈપણ લાપરવાહી કરશો નહિ. આજે તમારા રૂટીન જીવનમાં કોઈ બદલાવ આવશે. આજે સમયે ભોજન લેવું અને આરામ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આજે નોકરી કરતા વ્યક્તિને તેમના સાથી કર્મચારીની મદદ મળશે. આજે જો કોઈ નવા વેપાર શરુ કરવા માટે કે પછી જે વેપાર કરી રહ્યા છો તેના માટે કોઈ નવો પ્લાન આજથી શરુ કરવાના છો તો તેને થોડા સમય માટે કેન્સલ કરી દો, આજનો દિવસ તેના માટે યોગ્ય નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે વધુ પડતી મહેનત કરવી પડશે જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. મહેનત કરવામાં ક્યારેય પાછા ના પડશો આજે નહિ તો કાલે તમને તમારી સફળતા જરૂર મળશે. કોઈપણ નિયમનું ઉલંઘન ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા જીવનસાથી તરફથી સારા સમાચાર મળશે. તમારા જીવનસાથી સાથે જો મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તેને સુંદર નાની ભેટ આપીને ખુશ કરી દો. જો પૈસાની બચત કરવા માંગો છો તો આજથી શરૂઆત કરો. વધારાના ખર્ચથી દૂર રહો. આજની રાત તમારા જીવનસાથી સાથેની ખુબ સુંદર રાત હશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે કોઈપણ ને પૈસા આપતા અને કોઈની પણ પાસેથી પૈસા લેતા પહેલા તકેદારી રાખજો. આજે કામમાં વ્યસ્તતાને કારણે તમારા પરિવારજનો તમારાથી નારાજ થઇ શકે છે. આજે થોડો સમય કાઢીને તમારા પરિવારને પણ સમય આપો. આજે સાંજનો સમય પત્ની સાથે વિતાવી શકશો. આજે કોઈ કારણસર તમને એલર્જી જેવી તકલીફ થઇ શકે છે. આજે અકસ્માત થવાના પણ યોગ છે તો રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ ધ્યાન રાખજો. કોઈપણ પ્રકારની લોન કે ઉધાર લેવા નહિ આજે તેના માટે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here