15, નવેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, વૃષભ રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમારે ઓફિસમાં વધારાનું ઘણું બધું કામ આવી પડશે. કામના ટેન્શનને કારણે માથાનો દુખાવો થઇ શકે છે. સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): જે પણ મિત્રોને બીપી, ડાયાબિટીસ અને વધારે વજનની તકલીફ છે તેઓએ આજથી જ વજન ઘટાડવા માટેના પ્રયત્ન શરુ કરો. કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત તમને ફાયદો અપાવશે. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તમારી મુલાકાત તમે વિચાર્યું પણ નહિ હોય એવા લોકો સાથે થશે. આજે વધુ પડતી મહેનત તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સતત કામના બોજ હેઠળ ના રહેશો એ તમને શારીરિક તકલીફ તો આપશે પણ સાથે સાથે માનસિક રીતે પણ થકવી દેશે માટે આજે થોડો સમય આરામ કરવામાં પણ વ્યતીત કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. તો તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો એન તેમના સાથ અને સહકારથી આગળ વધો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer): આજથી વજન ઉતારવા માંગતા મિત્રોએ શરૂઆત કરવી હોય તો સારો અને યોગ્ય દિવસ છે. તમારે બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ. આજે તબિયત બગડવાના યોગ બની રહ્યા છે. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):આજે તમારા માટે રોકાણ કરવાની અનેક તકો તમારી સામે આવશે. પૈસાનું રોકાણ આજે તમારા વડીલો અને જે મિત્રો અનુભવી હોય તેમની સલાહ લઈને કરજો. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે કોઈ બહારના લોકોના ઝઘડામાં તમારે પડવાનું નથી. ક્યાંક બહારના ઝઘડા તમારા ઘરમાં ના આવી જાય એની તકેદારી રાખજો. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):તમારા પ્રિયપાત્ર તરફથી આજે તમને દુઃખ પહોચી શકે છે. આજે તમને તમારું કામ પૂરું થશે કે નહિ એની પણ શંકા રહેશે. તમારામાં આજે આત્મવિશ્વાસની ઉણપ દેખાશે. તમારે આજે થોડી હિંમત દેખાડવાની છે કોઈપણ કાર્ય કરતા પહેલા નર્વસ થશો નહિ તમારા ચહેરાના હાવભાવ પરથી જ તમારું કામ બગડી શકે છે. આજે તમને શારીરિક દુખાવો રહેશે તો સમયસર દવા અને ઈલાજ કરજો. આજનો દિવસ આવો ગયો છે એટલે જરૂરી નથી કે કાલનો દિવસ પણ આવો જ જશે. કાલના દિવસની નવેસરથી શરૂઆત કરો. ઈશ્વર તમને શક્તિ આપે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારી નજીકના કોઈ મિત્ર મુશ્કેલીમાં મુકાશે. આજે તમે મિત્રોની મદદ કરજો જયારે તમે કોઈ મુશ્કેલીમાં મુકશો ત્યારે એ મિત્રો જ તમારી મદદે આવશે. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. કોઈપણ જગ્યાએ લાંબા મૂડીરોકાણમાં સાચી માહિતી અને સાચી વિગતો જાણ્યા વગર નિર્ણય કરશો નહિ. નકારાત્મકતાને તમારાથી દૂર રાખો. કોઈપણ મુશ્કેલીમાં તમારી ધીરજ ગુમાવશો નહિ. જો કોઈ તમારા પ્રેમનું મૂલ્યાંકન પૈસાથી કરે તો એ વ્યક્તિથી દૂર રહો તમારી ગેરહાજરી તેમને તામારા સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): .આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): દરેક સાથે હળીમળીને રહેવાના તમારા સ્વભાવના કારણે તમે લોકોમાં વધુ ઓળખીતા થશો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કાઈ માંગે તો એ માંગ પૂરી કરજો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): છેલ્લા ઘણા સમયથી તમે જે કામ પાછળ મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ આજે તમારી સામે આવશે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થઇ જશે. તમારા દરેક કામની વાહ વાહ થશે. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સોનેરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષની શરૂઆત માતા પિતાના આશીર્વાદ સાથે કરો. આજથી દરરોજ ઘરેથી કામના સ્થળે જવા નીકળો ત્યારે તમારે મહાદેવના મંદિરની મુલાકાત લેવાની છે. આના કારણે તમારી પર આવનારી મુશ્કેલીમાં મહાદેવજી તમને શક્તિ આપશે.
૨. આ વર્ષે તમારે તમારા શંકાશીલ સ્વભાવમાં થોડો બદલાવ લાવવાનો છે. જો તમે આગળ વધવા અમ્ન્ગો છો તો તમારે તમારા દરેક કાર્યમાં તમારા સાથી કર્મચારીને સાથે રાખીને કાર્ય કરો, જયારે કોઈ મહત્વના નિર્ણય કરવાના હોય ત્યારે તમારા ઉપરી અધિકારી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો.

૩. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૪. પૈસા બનાવવા માટેની અનેક તક તમારી સામે આવશે. દરેક વાતો અને માહિતીને પુરતી ચકાસીને તેમાં પૈસા રોક્જો.

૫. આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : દરેક સંબંધોનો ભાર લાગે છે આજકાલ, સુકુન તો કદાચ અજાણ્યા પાસે જ મળે છે હવે…

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here