15,000 કિલો શુદ્ધ સોના થી બન્યું છે માતા લક્ષ્મી નું આ મંદિર….વાંચો મંદિર વિશે જાણકારી

0

સ્વર્ણ મંદિર, શ્રીપુરમ અથવા મહાલક્ષ્મી સ્વર્ણ મંદિર તામિલનાડુ રાજ્ય ના વેલ્લોર નગરમાં સ્થિત છે. આ મંદિર વેલ્લોર શહેર ના દક્ષિણી ભાગ માં નિર્મિત છે. આ મહાલક્ષ્મી મંદિર નું નિર્માણ માં 15,000 કિલો શુદ્ધ સોના નો ઉપીયોગ કરવામાં આવેલો છે. સ્વર્ણ મંદિર શ્રીપુરમ ના નિર્માણમાં 300 કરોડ રૂપિયા થી વધુ પૈસા ની જરૂર પડી હતી. મંદિર ના આંતરિક અને બાહ્ય સજાવટ માં સોના ની મોટી માત્રા ઉપીયોગ માં લેવામાં આવેલી છે. વિશ્વ માં કોઈપણ મંદિર ના નિર્માણ માં આટલું સોનુ ક્યારેય નહીં લાગ્યું હોય.
મંદિર નું ઉદ્દઘાટન ઓગસ્ટ 2007 માં થયું હતું. રાતે જયારે આ મંદિર માં પ્રકાશ કરવામાં આવે છે ત્યારે આ સોના ની ચમક જોવા લાયક હોય છે. અહીં પુરા વર્ષ શ્રદ્ધાળુઓ ની ભીડ લાગી રહે છે. ક્યારેય તો અહીં એક દિવસ માં એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
100 એકડ થી વધુ ક્ષેત્ર માં ફેલાયેલા આ મંદિર માં સર્વત્ર હરિયાળી નજરમાં આવે છે. મંદિર ની સંરચના વૃતાકાર છે. મંદિર પરિસર માં દેશ ની દરેક પ્રમુખ નદીઓનું પાણી લાવીને સર્વ તીર્થમ સરોવર નું નિર્માણ કરવામાં આવેલું છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!