150 રૂપિયામાં જીન્સ અને 100 રૂપિયાથી પણ ઓછામાં શર્ટ, અહીં પર છે ઇન્ડિયાની સૌથી સસ્તી માર્કેટ..

ભારતના ઘણા શહેરોમા કપડાની ઘણી એવી માર્કેટ હોય છે. આ માર્કેટ ખરીદવા પર 50 થી 100 રૂપિયા સુધીની માર્જિન મળી જતી હોય છે. એવી જ એક માર્કેટ દિલ્લીની સુભાષ રોડ પર ગાંધી નગરમાં છે. આ ઇન્ડિયાના સૌથી સસ્તા માર્કેટમાંની એક છે. અહીં પર જીન્સ, શર્ટ અને ટી-શર્ટને સેલ કરવામાં આવે છે. સાથે જ જે જીન્સ કોઈ શોપ કે શોરૂમમાં 1000 રૂપિયાના નજીક મળે છે, તે અહીં માત્ર 150 રૂપિયામાં માં મળી જાય છે.

દુકાનદારો ખુદ બનાવે છે કપડા:

અહીં મોટાભાગે દુકાનદારો એવા છે જેઓએ જીન્સ અને શર્ટ બનાવાની ફેક્ટરી લગાવી રાખી છે. આ કપડાને લઈને તેઓ અલગ-અલગ સાઈઝ અને ડિઝાઇનના જીન્સ તૈયાર કરે છે, તેમાં પણ ખુબ વધુ એવી વેરાઈટી હોય છે. કેમ કે શોપકીપર્સ ખુદ જાતે કપડા બનાવે છે જેને લીધે તે સસ્તા જિન્સ, શર્ટ ને વહેંચી શકે છે. ભગત જી ગાર્મેન્ટ્સ નામના દુકાનદારને ત્યાં 150 રૂપિયાથી જીન્સની શરૂઆત થાય છે, જે બીજા માર્કેટમાં બે ગણી કિંમત પર વહેંચાય છે. તેને ત્યાં સૌથી સારી ક્વોલિટી વાળા ફેબ્રિકની જીન્સ 250 રૂપિયામાં જ મળી જાય છે. આ માર્કેટથી ઓછામાં ઓછા એક જેવી કિંમત વાળા 5 કે પછી વધુ જીન્સ ખરીદવાના હોય છે. ઠીક તેવી જ રીતે શર્ટની કિંમત 90 રૂપિયા થી શરૂ થાય છે, તેના પણ 5 પીસ લેવાના જરૂરી હોય છે.

આ વાતોનું રાખો ધ્યાન:
દરેક પ્રકારના કપડા પેક અને સાથે બાંધેલા હોય છે. એવામાં જરૂરી છે કે તમે તેને એકવાર ખોલીને જરૂર જુઓ. ઘણીવાર એક જીન્સ લેવા પર તેની સાઈઝમાં અંતર નીકળી આવે છે. સાથે જ કલરમાં પણ ડિફેકટ આવી શકે છે. આ ફિક્સ પ્રાઈઝની માર્કેટ નથી, એવામાં તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!