150 લોકોને બચાવ્યા પણ પોતે ન બચી શક્યો, બનાસકાંઠામાં ભયાનકતા જુવો આર્ટીકલમાં

બનાસકાંઠા: કાંકરેજના માનપુરમાં રહેતા ભરવાડ યુવાનને જ્યારે ખબર પડી કે આખું ગામ મુશ્કેલીમાં ત્યારે તે લોકોની મદદે નીકળી પડ્યો હતો. યુવક પોતાના પરિવારને કહીને ગયો કે આજે ગામમાં લોકોને મારી જરૂર છે, બધાંને બચાવીને ઘરે પાછો આવીશ. ભરવાડ યુવાને સતત 5 કલાક બે માથોડા પાણીમાં તરીને ગામના 150થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. પાણી સતત વધતા પશુઓ પણ તણાતા હતા. તે સમયે પણ યુવાને પોતાનો જીવ જોખમમાં નાખીને અબોલ પશુઓને બચાવ્યા હતા. તે થોડાક સમય માટે ઘરે આવ્યો અને તેને ખબર પડી કે પાણી વધી રહ્યું છે તો ઘરેથી પાછો લોકોને બચાવવા ગયો હતો પરંતુ આ વખતે તે પાછો આવ્યો નહીં. ગામ લોકોને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. યુવાનના મોતના સમાચાર જાણીને આખું ગામ હિબકે ચઢ્યું હતું. આ યુવકનું નામ રમુ ભરવાડ.

માનપુર ગામની અંદર પ્રવેશ કરતા જ તે દિવસે ત્યાં જે બન્યું હશે તેની ભયાનકતાનો ખયાલ આવી જાય છે. રસ્તા પર ઉભેલા બાળકો ટળવળતા હતા. ધીમે ધીમે આગળ જતાં હજી પણ ગામમાં બંને તરફ પૂરના પાણી ભરાયેલા દેખાતા હતા. આ દરમિયાન રસ્તામાં પશુઓ લઇને એક યુવાન દેખાતા તેની સાથે વાત કરતા ઘણી દર્દનાક વાત તેની પાસેથી સાંભળવા મળી હતી. તે દિવસે શું બન્યું તે અંગે વાત કરતા જ તે વ્યક્તિની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને તે કહેવા લાગ્યો કે સાહેબ મારા ભાઇ પર અમને ગર્વ છે. તેણે આખા ગામને બચાવ્યું પણ કુદરતે અમારી પાસેથી તેને લઇ લીધો છે.

આ શખ્સે પોતાનુ નામ રત્નાભાઇ પોચાભાઇ ભરવાડ જણાવ્યું હતું. તેણે કહ્યું કે મારો ભાઇ રમુ સારો તરવૈયો હતો. તેણે તે દિવસે લોકોને બચાવ્યા અને પશુઓને પણ બચાવ્યાં. પાણીમાં કોઇ નથી તે જાણીને પાછો ઘરે આવ્યો હતો. તે સમયે તેને ખબર પડી કે ફરીથી પાણી વધવા લાગ્યું છે જેથી તેણે તેના હાથમાં ચાની રકાબી હતી તે નીચે મૂકીને ઘરમાં કહ્યું કે હું હમણાં આવુ છું કોઇને મદદની જરૂર હશે.

પરંતુ આ વખતે રમુ પાણીના ધસમસતા વહેણમાં ક્યાં ગયો કોઇને ખબર ન પડી. તેણે પોતાનો જીવ ગુમાવ્યા હતો. મારા ભાઇના લગ્ન થયા બાદ તેની પત્ની ઘરે અવર-જવર કરતી હતી. હું મારી ભાભીની હાલત જોઇ નથી શકતો. તેને જોઇને અમારાલ પરિવારના લોકોની આંખોમાંથી આંસુ નથી સુકાતા.

સોજન્ય: દિવ્યભાસ્કરડોટકોમ

ભરવાડ યુવાનને જ્યારે ખબર પડી કે આખું ગામ મુશ્કેલીમાં ત્યારે તે લોકોની મદદે નીકળી પડ્યો

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!