150 એકર માં ફેલાયેલું છે સલમાન નું Luxury ફાર્મ હાઉસ, ઘણા ફિલ્મોની થઇ છે શૂટિંગ….તસવીરો જુવો ક્લિક કરીને

જો કે તમે સુપરસ્ટાર સાલમાંન ખાનના ઘરની તસ્વીરો તો જોઈ જ હશે પણ શું તમે ક્યારેય તેનું આલીશાન ફાર્મ હાઉસ જોયું છે? તે ખુબ જ સુંદર છે અને અહીં સલમાન ખુદ ને રિલેક્સ કરવા માટે આવે છે. તેને ઘણીવાર અહીં પોતાના પરિવાર જનો અને મિત્રોની સાથે જોવામાં આવ્યા છે.
મુંબઈ ના પનવેલ માં છે ફાર્મ હાઉસ:સુપરસ્ટાર સલમાન ખાન નું આ ફાર્મ હાઉસ નવી મુંબઈ ના પનવેલ માં સ્થિત છે. સલમાન મોટાભાગે પોતાના હોલીડે પોતાના પરિવાર અને મિત્રો ની સાથે અહીં મનાવે છે.

બહેન ના નામ પર છે ફાર્મ હાઉસ:નવી મુંબઈ ના પનવેલ માં સ્થિત સલમાન ખાન ના આ ફાર્મ હાઉસ નું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જાણકારી અનુસાર સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ 150 એકડ માં ફેલાયેલું છે. જણાવી દઈએ કે અર્પિતા ખાન શર્મા સલમાન ની નાની બહેન છે અને તેના આજ નામ પર આ ફાર્મ હાઉસ નું નામ રાખવામાં આવ્યું છે. પણ લોકો તેને સલમાન ખાનના ફાર્મ હાઉસના નામથી જ જાણે છે.
કંઈક આવું છે તેનું ફાર્મ હાઉસ:તસ્વીરો માં તમે જોઈ શકો છો, કે આ ફાર્મ હાઉસ કેટલું સુંદર છે. પુરા ફાર્મ હાઉસ માં હરિયાળી છે, સાથે જ સ્વિમિંગ પુલ પણ. ફાર્મ હાઉસમાં પાલતુ જાનવરો માટે એક મોટો એરીયો બનાવામાં આવેલો છે.

સલમાન અહીં જ ઉજવે છે પોતાનો બર્થ ડે:આ ફાર્મ હાઉસમાં સલમાન દરેક વર્ષ પોતાના જન્મદિવસની પાર્ટી રાખે છે. સાથે જ તેના નજીકના મિત્રો મોટાભાગે અહીં તેની સાથે સમય વિતાવે છે. અહીં સલમાન માટે એક ખાસ જિમ બનાવામાં આવેલું છે.

ઘોડેસવારી ની મજા લે છે સલમાન:સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ મુંબઈ થી 2 કલાકના અંતર પર છે. અહીં પર તેમણે પોતાની પસંદ ની ચીજો ને જગ્યા આપી છે, જેમાં થી એક ઘોડેસવારી છે. સલમાન પોતાના ભાઈ સોહેલ ના દીકરાઓ સાથે અહીં પર બાઈક રાઇડિંગ ની સાથે સાથે એટીવી ગાડી પણ ચલાવે છે.

ગર્લફ્રેન્ડ યુલિયા ને પણ પસંદ છે આ ફાર્મ હાઉસ:સલમાન ની ચર્ચિત ગર્લફ્રેન્ડ યુલિયા વાંતુર ને ઘણીવાર સલમાનની સાથે આ ફાર્મ હાઉસમાં જોવામાં આવી છે, સાથે જ તે પોતાના સ્ટાર મિત્રોની સાથે પણ અહીં આવતા રહે છે.

આ ફિલ્મની થઇ છે શૂટિંગ:સલમાન ને આ જગ્યાથી એટલો લગાવ છે કે તેમણે પોતાની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ સહીત અન્ય ફિલ્મો ના અમુક હિસ્સાઓ ની શૂટિંગ અહીં પર જ કરી હતી અને તે પોતાનો જન્મદિવસ દરેક વર્ષ અહીં જ મનાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!