પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન મોટાભાગે મીડિયા પર પોતાની દીકરીઓની તસ્વીર ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે મોટાભાગે પોતાની દીકરી ની સાથે મોજ મસ્તી કરતી તસ્વીરો શેયર કરતી રહે છે. પણ હાલના દિવસો માં તેની એક યુવક સાથે ની તસ્વીર મીડિયા માં ખુબ જ વાઇરલ થઇ રહી છે. આગળના અમુક દિવસો પહેલા સુષ્મિતા ને આ જ યુવક સાથે એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. સુષ્મિતા ને આ મિસ્ટ્રી બોય ની સાથે જોઈને દરેક કોઈ એ કહી રહ્યા છે કે મિસ યુનિવર્સ આ છોકરા ના પ્રેમમાં છે.રિતિક ભસીન સાથે ના બ્રેકઅપ પછી સુષ્મિતા સેન બે દીકરીઓ ની સિંગલ મધર બની છે અને તે તેની ખુબ સંભાળ પણ રાખે છે. જો કે હવે એ અફવાહ આવી રહી છે કે સુષ્મિતા સેન રોહમાન શૉલ ને ડેટ કરી રહી છે. રોહમાન સુષ્મિતા કરતા 15 વર્ષ નાના છે.
હાલમાં જ સુષ્મિતા શૉલ ની સાથે તાજમહેલ પહોંચી હતી. સુષ્મિતા એ રોહમાન સાથે ની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ તસ્વીરો ના કેપશનમાં સુષ્મિતા એ લખ્યું કે, Love Of Life…એવામાં દરેક કોઈને એ જ લાગી રહ્યું છે કે કદાચ સુષ્મિતા આ મિસ્ટ્રી બોય ના પ્રેમમાં છે.
મીડિયા રિપોર્ટના આધારે 2 મહિના પહેલા બંને એક ફેશન શો માં મળ્યા હતા. બંને ને ઘણીવાર રોમેન્ટિક જગ્યાઓ પર પણ સ્પોટ કરવામાં આવ્યા છે. બંને આગળના દિવસો માં મુંબઈ માં આયોજિત નીતા લુલ્લા ના ફેશન શો માં પણ સાથે નજરમાં આવ્યા હતા.
તાજ જોવા માટે પહોંચેલી સુષ્મિતા ની સાથે રોહમાન ના સિવાય અન્ય અમુક મિત્રો પણ નજરમાં આવી રહ્યા છે. તસ્વીર માં રોહમાન ની નજરો કેમેરા તરફ નહીં પણ સુષ્મિતા તરફ દેખાઈ રહી છે.
તાજમહેલ પર સુષ્મિતા એ ત્યાંના સ્કૂલ ના બાળકો સાથે પણ તસ્વીરો લીધી હતી.
રોહમાન નું સુષ્મિતા ના ઘરે ખુબ આવવા-જવાનું રહે છે, સુષ્મિતા દ્વારા શેયર કરવામાં આવેલા એક વિડીયો માં રોહમાન સુષ્મિતા ની દીકરી અલીશા ની સાથે નજરમાં આવી રહયા છે.
રોહમાન એક જાણીતા મૉડલ છે જે મનીષ મલ્હોત્રા, સબ્યસાચી મુખર્જી, શાંતનું અને નિખિલ જેવા ફેશન ડિઝાઇનર્સ ઘણા એવા શો માં રેમ્પ વોક કરતા નજરમાં આવ્યા છે.
27 વર્ષ ના રોહમાન ની હાઈટ 6 ફૂટ છે, જો કે સુષ્મિતા ની સાથે તે ખુબ સુંદર લાગી રહ્યા છે. સુષ્મિતા ની જેમ રોહમાન પણ ફિટનેસ ના મામલામાં સજાગ રહે છે.
તાજ ની સાથે પોઝ આપી રહેલી સુષ્મિતા સેન:
તાજ ની સાથે પૂર્વ મિસ યુનિવર્સ ની એક સુંદર જલક:
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
