15 વર્ષ ના આ નાના છોકરાને મળવા માટે મોટા-મોટા સ્ટાર્સ, સેલિબ્રિટીઝ ને પણ લેવી પડે છે અપોઇમેન્ટ, જાણો કોણ છે વળી આ છોકરો…

તમે તો જાણતા જ હશો કે ફેન્સને પોતાના ફેવરિટ સ્ટારની સાથે તસ્વીર ક્લિક કરાવવી કે તેનો ફોટોગ્રાફ લેવા માટે ખુબ જ પરેશાની ઉઠાવી પડતી હોય છે. ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારની સાથે એક ફોટો ક્લિક કરવા માટે ન જાણે કેટલા કારનામા કરી નાખતા હોય છે, પણ આજે અમે તમને એક એવા છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ સ્ટાર કે સેલિબ્રિટી થી કમ નથી. જણાવી દઈએ કે મોટા મોટા સ્ટાર્સ લોકો પણ આ છોકરા ને મળવા માટે બેતાબ રહે છે.જણાવી દઈએ કે આ છોકરાની હાલ ઉંમર માત્ર 15 વર્ષ જ છે અને તેને મળવા માટે સેલિબ્રિટીઝ ને પણ અપોઇમેન્ટ લેવી પડે છે. રશિદ સઈદ બિલ્હાસા:આજે અમે જે છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ રશિદ સઈદ બેલ્હાસા છે. અને એ પણ જણાવી દઈએ કે આ છોકરો ભારતનો નહિ પણ દુબઇ નો રહેનારો છે. તમને જણાવી દઈએ કે આ છોકરો ખુબ જ નાની ઉંમરમાં પુરી દુનિયામાં ફેમસ થઇ ગયો છે. તેના મળવા વાળામાં પિટબુલ જેવા હોલીવુડ સિંગરનું નામ પણ શામિલ છે. જેને મળવા માટે અગાઉથી અપોઇમેન્ટ લેવી પડે છે. આ છોકરા ને ઘણા બૉલીવુડ સ્ટાર્સ પણ મળી ચુક્યા છે. સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ પણ તેમાં શામિલ છે.
નાની એવી ઉંમરમાં બન્યો આંત્રપ્રેન્યોર:જણાવી દઈ કે રશિદ એક આંત્રપ્રેન્યોર છે અને એક ફેશન લાઈન ના ઓનર છે. તેના ફેશનેબલ ડ્રેસને ખરીદવા માટે મોટા મોટા સ્ટાર્સ લાઈન લગાવે છે. રશિદ ના પિતા સૈફ અહમદ બેલ્હાસા પણ દુબઇ ના જાણીતા બિઝનેસ મેન છે. રશિદ ઈનસ્ટાગ્રામ પર આરએસ બેલ્હાસા તથા યુટ્યુબ પર મની વિક્સ ના નામથી ફેમસ છે.

દુબઇ ઈનસ્ટાગ્રામ સ્ટાર:દુબઇ થી ઈનસ્ટાગ્રામ સ્ટાર ના નામથી ફેમસ રશિદ ના ઘરમાં એક ઝૂ પણ છે. રશિદ ના આધારે, આ ઝૂ માં બંગાળ ટાઇગર તથા આફ્રિકન સિંહ છે. સાથે જ સિંહ અને વાઘ ના નાના નાના બચ્ચાં અને વાંદરાઓ પણ છે પણ જણાવી દઈએ કે આ ઝૂ માં જૈકી ચૈન પોતાની એક ફિલ્મ ની શૂટિંગ કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે રશિદ દુબઇ ના ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાઇન્સ માં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. જયારે પણ કોઈ સેલિબ્રિટી દુબઇ આવે છે તો તેના સ્ટોરમાં જરૂર શોપિંગ માટે પહોંચે છે. જણાવી દઈએ કે અભ્યાસ ની સાથે સાથે તે પોતાના स्नीकर કલેકશન મની વિક્સ નો કારોબાર પણ જોવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!