15 લાખની નોકરી છોડીને આ વ્યક્તિ વહેંચવા લાગ્યો ચા, હવે મહિનાની કમાણી સાંભળીને તમે પણ રહી જાશો હૈરાન…

0

જ્યારે ઇન્સાન પોતાના માનનું કામ કરવાની ઠાની લે તો પરિણામ શાનદાર હોય છે. આજ એવું જ એક ઉદાહરણ પેશ કરવા માટે અમે એક કપલની સ્ટોરી લઈને આવ્યા છીએ. તેની જિંદગી વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. પેશાથી એક સોફ્ટવેઇર એન્જીનીયર રહી ચુકેલા નીતિન બિયાણી આજ-કાલ ચર્ચાનો વિષય બનેલા છે.  નીતિને પોતાની સારી એવી 15 લાખ સાલાના પૈકેજ વાળી નોકરી છોડીને નાગપુરમાં એક ચા ની દુકાન ખોલી નાખી છે. તેનું નામ તેઓએ ‘ચાય વિલા’ રાખ્યું છે. નીતિનને સોફ્ટવેઇરની નોકરીમાં મજા નોતી આવી રહી, માટે તેણે જે કઈ કર્યું તે તે સમયે તેના દિલે કહ્યું હતું. જેના આધારે નીતિને આ દુકાન ખોલી અને આગળના 10 વર્ષોથી જે કંપનીમાં કામ કરી રહ્યા હતા તેને બાઈ-બાઈ બોલી દીધું.

આજે નાગપુરમાં ચા ની દુકાનથી નીતિનનો એટલો મોટો બીઝનેસ છે કે એક મહિનામાં 5 લાખ રૂપિયા કમાઈ લે છે. તેની ચા હોસ્પિટલો, આસ-પાસનાં કાર્યાલયો અને પેશેવરોને સપ્લાઈ કરવામાં આવે છે. તેના આ ચાય વિલામાં લગભગ 20 પ્રકારની અલગ-અલગ ચા મળે છે. લોકો ખુબ જ ચાવથી અહી ચા પીવા માટે આવે છે. નીતિનનો આ કારોબાર એટલો ચાલી નીકળ્યો કે દુર-દુરથી તેઓને ચા નાં ઓર્ડર આવવા લાગ્યા. તેના માટે તેણે બાઈક પર ચા સપ્લાઈ કરતા ડીલીવરી બોયને કામ પર રાખ્યા.

નીતિન બિયાણીના ‘ચાય વિલા’ માં બનનારી ચા ને વહેંચવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપીયોગ કરવામાં આવે છે. ઘણીએવી સોશિયલ સાઈટ્સની મદદથી તેઓ ચા નો ઓર્ડર લે છે. તેના માટે તેઓએ chaivilla.com નામથી એક વેબસાઈટ્સ પણ બનાવી છે. સાથે જ એક કસ્ટમરે કહ્યું કે ‘ચાય વિલા’ માં ઘણા પ્રકારની ચા મળે છે જે સસ્તી પણ છે અને સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ છે. નીતિનની ચા બનાવાની ખાસિયત એ છે કે તેઓ ચા બનાવા માટે મિનરલ વોટરનો ઉપીયોગ કરે છે. એવું નથી કે નીતિનની દુકાન પર મળનારી ચા વધુ મોંઘી હોય. તેની દુકાન પર મળનારી ચા ની કિંમત 8 થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. નીતિનની પત્ની પૂજા પોતાના પતિના આ કામમાં પણ તેની મદદ કરે છે. પૂજા પણ પેશાથી એક એન્જીનીયર જ છે. તે પણ પુનેની એક કંપનીમાં કામ કરી હતી પણ હવે પોતાના પતિની મદદ માટે તેણે પણ પોતાની નોકરી છોડી દીધી છે. ચાય વિલાના હીટ થયા બાદ બંને કપલનો પ્લાન છે કે તે પોતાની ચા ની બ્રાંચને દેશના અલગ-સ્લગ સ્થાનો પર ખોલશે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.