15 હનીમુન સ્થળ જે કોઈને પણ બનાવી લે છે પોતાના દીવાના…વાહ એક વાર તો જરૂર જવા જેવું.. માહિતી વાંચો 15 સ્થળોની

પ્રેમ કરવો ત હર કોઈને આવડે છે પણ પોતાના પ્રેમને સ્પેશીયલ ફિલ કરાવાની તરકીબ ખુબ ઓછા લોકો જાણતા હોય છે. તેના માટે જરૂર હોય છે રોમેન્ટિક ટુર પર જવાની. કારણ કે ઘરની ચાર દીવાલોમાં બંદ રહીને રોમાંસ કરવું અને કોઈ ખાસ જગ્યા પર જઈને રોમાંસ કરવું બંને અલગ અલગ વાત છે.આજે અમે તમને એવા જ અમુક રોમેન્ટિક સ્થાનો પર લઇ જવા માગીએ છીએ. કદાચ તેમાં તમારી ફેવરીટ જગ્યા પણ શામિલ હોઈ શકે..

1. ફીજી આઈલૈંડ:હમસફરનાં હાથ માં હાથ નાખીને ગાઢાં જંગલો, નીલા પાણી અને આકાશની વચ્ચે તમારા પ્રેમના ઇઝાહાર કરવા માટે ફીજીની સૈર કરો, અહીના પ્રાઈવેટ બીચીજ તમારી પ્રાઈવેસી બનાવી રાખવાની સાથે જ તમને યાદગાર અનુભવ આપે છે.

2. બાલી:ઇન્ડોનેશિયાનાં બાલી દ્વીપ દરેક વર્ષ હનીમુન કપલ્સથી ભરેલું રહે છે. અહી જાવું પણ ઘણું સસ્તું છે સાથે જ અહીની વાદીઓ ખાસ કરીને ન્યૂલી મેરીડ કપલને પોતાની તરફ આકર્ષીત કરે છે.

3. પેરીસ:નવા-નવા લગ્ન થયા હોય અને પતી પોતાની પત્નીને દુનિયાની સૌથી સારી જગ્યા બતાવવા માગતો હોય તો ફ્રાન્સની રાજધાની પેરીસ તમારું દિલખોલીને સ્વાગત કરશે. પેરીસની સાંજે એફિલ ટાવરની નજીક એક કપ કોફીની સાથે તમારો રોમાંસ પણ વધી જાશે.

4. બોરા-બોર:માત્ર અમુક હજાર લોકો વાળો આ આઈલૈંડ તમારા માટે બેહતર સાબિત થાશે. બોરા-બોરા માં દરેક વર્ષ લાખો કપલ્સ હનીમુન માટે આવે છે, અહીની શાંત વાદીઓ તમને અહી વધુ દિવસો વિતાવવા માટે પ્રેરિત કરશે.

5. ટર્કી:હમસફરની સાથે નાઈટ લાઈફ, મજેદાર શોપિંગ, સુંદર બીચીજની મજા લેવા માગો છો તો ટર્કી જરૂર જાઓ.

6. કેન્યા:કેન્યા તે ખાસ કપલ્સ માટે છે જેઓને લાઈફમાં એડવેન્ચર કરવું પસંદ હોય. જંગલની વચ્ચે બેસીને પાર્ટનરની સાથે કોફી નો લુપ્ત ઉઠાવાની મજા જ કઈક અલગ છે.

7. મોરક્કો:પાર્ટનર સાથે રોયલ આંનદનો લુપ્ત ઉઠાવા માગતા હોવ તો અહી જરૂર જાઓ. અહીના સફેદ ભાલુ અને નીલા પાણી તમારી લાઈફમાં ઉત્સાહ વધારી દેશે.

8. મલેશિયા:

મલેશિયા તે જગ્યાઓમાની એક છે, જ્યાં ઓછા ખર્ચમાં જઈ શકાય છે. લગ્ન બાદ મોટાભાગનાં કપલ્સ આ જગ્યા પર હનીમુન માટે જતા હોય છે.

9. ગ્રીસ:

બોલીવુડમાં મોટાભાગે આ જગ્યાઓને બતાવામાં આવે છે. આ બ્લુ અને વ્હાઈટ ગ્રીસ ન્યૂલી મેરીડ કપલને આકર્ષિત કરે છે, અહી પર તમને ક્લીન વોટર મળશે સાથે જ તમારા પાર્ટનરને એ અહેસાસ થાશે કે પોતે એક હિરોઈન હોય.

10. સેશેલ્સ:

સેશેલ્સ રેતીલા સમુદ્ર તટો પર રોમેન્ટિક હનીમુન કપલ માટે બ્યુટીફૂલ સ્થાન છે, તેની સૌથી મોટી ખાસિયત એ છે કે અહી પણ તમને એકદમ શાંતિ મળશે.

11. કંબોડિયા:

જો તમે ઈન્ટરનેશનલ હનીમુન ડેસ્ટીનેશન વિશે વિચારી રહ્યા છો તો પણ તમારું બજેટ ઓછુ છે તો તમારા માટે આ બેસ્ટ પ્લેસ છે.

12. ઈજિપ્ત:ઈજીપ્ત એક એવો દેશ છે જ્યાં તમે વર્તમાનમાં જીવતા ત્યાના અતીતનો અનુભવ લઇ શકો છો, તે પીરામીડની આગળ રોમેન્ટિક પોજ આપવું તમારી ટ્રીપને યાદગાર બનાવી દેશે.

13. ફિલિપાઈન્સ:હજારો દ્વીપોથી બનેલું ફિલિપાઈન્સ ન્યૂલી મેરીડ કપલ માટે બેસ્ટ હનીમુન પ્લેસ છે. અહીની દરેક જગ્યા પર રોમેન્સ ભરેલું છે, એવું માનવામાં આવે છે કે ફિલિપાઈન્સમાં 1107 આઇલૈંડ છે.

14. થાઈલૈંડ:તમે પણ તમારા મિત્રો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે હનીમુન માટે થાઈલૈંડ નો તો જવાબ જ નહી. અહી દરેક વર્ષ લાખો લોકો હનીમુન મનાવા માટે આવે છે. થાઈલૈંડ એકદમ સસ્તી જગ્યાઓમાંનું એક છે.

15. માલદીવ:લગ્નમાં ખુબ જ થાકી ગયા હશો, એવામાં જરૂરી છે કે તમારે એક એવી જગ્યાએ જવું જોઈએ, જ્યાં તમારી વચ્ચે બીજું કોઈ જ ન હોય, તો હવે કોની વાટ જુઓ છો, પેકિંગ કરવાનું શરુ કરી દો, અને નીકળી પડો…

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!