15 દિવસમાં સડસડાટ ઘટશે વજન જો ફોલો કરશો આ Tips – માહિતી વાંચો અને આગળ વધારો..

રીંગણનું ભરથુ, શાક કે પછી કલોંજી દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે રીંગણ કેટલા ફાયદાકારક છે. તમે ઇચ્છો એટલા રીંગણ ખાઇ શકો છો. રીંગણ ફક્ત શાક જ નથી પરંતુ તેને સ્વાસ્થ્યની નજરે જોઇએ તો સ્થૂળતા દૂર કરે છે. તેને ખાવાથી સારા પોષક તત્વ તમને સહેલાઇથી મળી જશે. શાક બનાવવા સિવાય રીંગણને અન્ય કઇ રીતે ખાઇ શકાય છે અને તેના બીજા કયા ફાયદા છે. આવો જોઇએ..

રીંગણ ખાવના ફાયદા અને રીત

1. રીંગણને કટ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે તે ધાતુના બનેલા ચપ્પાથી ન કાપો. રીંગણને સ્ટેનલેસ સ્ટીલના ચપ્પુથી કટ કરો. આ રીંગણમાં રહેલા ફોટો કેમિકલ્સ અને ધાતુની વચ્ચે કેમિકલ રિએક્શન થવાનો ખતરો નહિં થાય.

2. આ વાત ઘણાં ઓછા લોકોને માલૂમ છે કે , રીંગણનું નિયમિત રીતે સેવન કરવાથી કેન્સર દૂર કરવામાં મદદ કરે છે.

3. વજન ઓછું કરવાં માંગો છો, તો રીંગણને તમારી ડાઇટમાં સામેલ કરો. જેનાથી તમારું વજન નિયંત્રિત રહેશે. સાથે જ ઓછા સમયમાં વજન ઓછું થઇ જશે.

4. રીંગણને કાપ્યા બાદ તેને મીઠાના પાણીમાં રાખો. જેનાથી રીંગણમાં રહેલા કંપાઉન્ડ ઓછા થઇ જશે. જેના કારણે રીંગણમાં કડવાપણું આવે છે.

5. રીંગણને કોઇપણ પ્રકારની ડિશ જેમ કે, પિઝ્ઝા, પાસ્તા કે સંભારમાં મિક્સ કરી શકો છો.

6. બેંગન ફાઇબર અને એન્ટીઓક્સિડેટ્સથી ભરપૂર હોય છે. ફાઇબર શરીરમાં રહેલા ટોક્સિનને બહાર નીકાળવામાં મદદ કરે છે.

7. 100 ગ્રામ રીંગણમાં માત્ર 25 કેલરી હોય છે. રીંગણ ફાઇબરથી ભરપૂર હોય છે. જેનાથી પેટ વધારે સમય ભરેલું રહે છે.

Source: Sandesh

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!