14, નવેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, ધન રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે વ્યસનથી મુક્ત થવા માટેનો યોગ્ય દિવસ છે. આજથી કોઈપણ કામની સારી શરૂઆત કરી શકશો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખજો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): બીજાને મદદરૂપ થવાની તમારી ટેવ આજે તમને અનેક ફાયદો અપાવશે. ઘણા સમય પહેલા કરેલા કામનું વળતર આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):તમારી માટે દરેક દિશામાંથી આજે સારા સમાચાર આવવાના છે. તમારા સંતાનો પર આજે તમને ગર્વ થશે. તમારી દરેક ખુશીમાં તમારા પરિવારજનો અને મિત્રોને સામેલ કરો. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer): આજે એવા મિત્રો જે દલાલી કે પછી શરતોને લાગતું વળગતું કામ કરી રહ્યા છે તેઓએ આજે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું નથી. તમારું એક ખોટું પગલું તમને નુકશાનના ઊંડા ખાડામાં ઉતારી દેશે. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):દરેક સાથે હળીમળીને રહેવાના તમારા સ્વભાવના કારણે તમે લોકોમાં વધુ ઓળખીતા થશો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કાઈ માંગે તો એ માંગ પૂરી કરજો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજથી વજન ઉતારવા માંગતા મિત્રોએ શરૂઆત કરવી હોય તો સારો અને યોગ્ય દિવસ છે. તમારે બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ. આજે તબિયત બગડવાના યોગ બની રહ્યા છે. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

7. તુલા – ર,ત (Libra):આજે કોઈ બહારના લોકોના ઝઘડામાં તમારે પડવાનું નથી. ક્યાંક બહારના ઝઘડા તમારા ઘરમાં ના આવી જાય એની તકેદારી રાખજો. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

8. વૃષિક – ન,ય(Scorpio):આજે કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનો વારો આવે તો તેને હમણાં ઇગ્નોર કરજો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. બહારનું ખાવામાં અને તીખું તળેલું ખાવામાં પણ કંટ્રોલ રાખજો. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૯

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજનો દિવસ સવારથી જ તમને ભારે લાગશે. આજે તમારું મન કામમાં લાગશે નહિ અને તેમાં તમે કોઈ ભૂલ કરી બેસસો તેવા યોગ બની રહ્યા છે. આજે કોઈપણ તમારા વાણી અને વર્તનથી દુખી થાય નહિ તેની તકેદારી રાખજો. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn): .આજે પૈસાની સારી એવી આવક થશે પણ પૈસાની આવક સાથે તમારો ખર્ચ પણ વધશે. ઘરની જરૂરીયાત વાળી વસ્તુઓ અને બાળકોને આનંદ થાય તેની પાછળ ખર્ચ વધશે. કોઈપણ નકામી વસ્તુ પાછળ વધુ ખર્ચ કરતા નહિ. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): જો આજે તમારું મન બેચેની અનુભવતું હોય તો થોડા જુના મિત્રોને સંપર્ક કરો અને જુના મિત્રતાના દિવસોને યાદ કરો. પૈસાની લેણ-દેણ ને વ્યવહારમાં થોડી સાવધાની રાખજો. આજે ખોટો દેખાડો કરવાની જરૂરત નથી તમારા દેખાવા અને વાણીવર્તનથી લોકોને ઈમ્પ્રેશ કરો તમારે કોઈપણ વાત બનાવી ચઢાવીને કહેવાની જરૂરત નથી. આજે મજાક મજાકમાં પણ કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો. આજે વધારાનો ખર્ચ થઇ શકે છે અને ખરીદી કરી લીધા પછી અફસોસ થશે. તો આજે દિવસ થોડો થકવી દેનારો રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે ઓફિસમાં અનેક નવા કામ તમારા હાથમાં આવશે. તમે ધારેલું કામ આજે પૂર્ણ કરી શકશો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.

૨. તમારા પરિવારમાં રહેલી મહિલાઓ માટે આ વર્ષે તમે સોના અને ચાંદીના દાગીના ખરીદી શકશો. આ વર્ષે પરિવારમાં ઘણાં સારા પ્રસંગો આવશે. જેનાથી થોડો ખર્ચ વધી જશે પણ આ વર્ષે તમારી માટે પૈસા કમાવવા માટેના અનેક રસ્તાઓ તમારી સામે આવશે.

૩. ઘરના બાળકોની તબિયત પર વિશેષ ધ્યાન આપજો શિયાળામાં તેમને નિયમિત સ્વાસ્થ્યવર્ધક ભોજન કરાવો. જેનાથી તેમની દરેક તકલીફ દૂર થશે. નિયમિત ડોક્ટરની સલાહ અને સૂચન લેવાનું રાખો.

૪. રોકાણ કરવા માટેની અનેક તક તમારી સામે આવશે પણ કોઈપણ સ્કીમ કે પછી પ્લાનમાં રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં તેનાથી કેટલો ફાયદો અને નુકશાન થઇ શકે એમ છે એ જરૂર ચકાસી લેજો.

૫. આ વર્ષે તમે પૈસા કમાવવા માટે થોડી મહેનત કરવી પડશે પણ તમારા કામમાં જો તમે હમેશા ઈમાનદાર રહેશો તો તમારે સફળતા મેળવવા માટે ઓછી મહેનત કરવી પડશે. કોઈને ભાગીદાર બનાવીને કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો પહેલા તમારા પરિવારની સલાહ જરૂર લેજો.

૬. દિવાળીની આસપાસ તમે તમારા જીવનસાથી સાથે કોઈ દુરના સ્થળે પ્રવાસ માટે જઈ શકશો. તમે અને તમારા જીવનસાથી આ વર્ષે ખુબ આનંદમાં રહેશો. આ વર્ષે જે પણ મિત્રો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમના માટે સારા સમાચાર આવશે.

૭. જયારે જયારે તમે કોઈ ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરશો ત્યારે ઈશ્વર તમારો સાથ જરૂર આપશે. આ વર્ષે માતા અને પિતાના હાથે થોડું દાન પુણ્ય પર કરાવવાનું રાખો જેના કારણે તમને અને તમારા પરિવારને આર્થિક અને શારીરિક લાભ થશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : એક માં એક ઉમેરો તો બે થાય’- એવુ _શિक्षક_ શિખવાડી ગયા………..પણ,
‘બે માંથી એક બાદ કરો તો, એકલા થઇ જવાઈ’ -એવુ _જીંદગી_ શિખવાડી ગઈ !

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here