૧૪ ઓગસ્ટ ૨૦૧૮,રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને શુભ અંક પણ જાણો.

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૭

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૬

3. મિથુન – ક,છ,ઘ (Gemini): આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૪

4. કર્ક – ડ,હ (Cancer): આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ઓઅન ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામનેનુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮

5. સિંહ – મ,ટ (Lio):  આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભનીશક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.
શુભ અંક : ૬

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી એકવાત ને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. હંમેશા કર્મ કરો અને ફળની આશા ના રાખશો. સંબંધોનેનિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૪

7. તુલા – ર,ત (Libra): જો તમે આજે કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે. નોકરી કરતા મિત્રો માટે પણ આજે સારો દિવસ છે આજે તમને તમારા બોસ તરફથી વાહ વાહ મળી શકે એમ છે બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે.
શુભ અંક : ૭

8. વૃષિક – ન,ય(Scorpio): લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળનેગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૯

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજનો તમારો દિવસ આળસમાં વ્યતીત થશે રવિવારે કરેલી મસ્તી અને સારા સમયને યાદ કરીને તમે ભાવુક થઇ શકો છો. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝપ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૬

10. મકર – જ, ખ
(Capricorn): 
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૬

11. કુંભ – ગ,શ,સ(Aquarius):ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવીશકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથીબચતારહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.
શુભ અંક : ૩

12. મીન – દ,ચ,જ,થ(Pisces):જો કોઈ મિત્ર કે પરિવારના સભ્ય સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે સામે ચાલીને લાવી દેજો. આજે તમારે ઓફિસમાં વધારાનું કામ કરવું પડશે જેના લીધે તમે થોડા વ્યથિત થઇ શકો છો પણ તમારે નર્વસ થવાનું નથી અને એકદમ શાંત ચિત્તે કાર્ય પૂર્ણ કરવાનું છે એ કાર્ય તમારું ભવિષ્ય બનાવી શકે છે. કોઈ તમારી ભલમનસાઈનો ફાયદો ના ઉઠાવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારે હજી થોડા સમજદાર બનવાની જરૂરત છે લોકોની વાત પર બહુ ભરોસો કરવો નહિ. નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
શુભ અંક : ૧

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
જો તમે બીજાને ખુશી આપશો તો તમારે તમારી અને પરિવારની ખુશી માટે ઈશ્વર પાસે હાથ ફેલાવવાની જરૂરત નહિ રહે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!