14, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
ધનલાભ થવાના યોગ છે. નવી ઇન્કમ બનાવવા માટેના રસ્તાઓ ખુલશે જેનાથી તમે તમારી આવકમાં વધારો કરી શકશો. તમારી બોલીથી અને તમારા સ્વભાવથી તમે સારો ફાયદો મળેવી શકશો. જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમની માટે સારા ઘરથી માંગા આવશે. પરણિત મિત્રોને તેમના જીવનસાથી તરફથી સુખ અને પ્રેમ મળશે. આજે વાહન ચલાવતા તકેદારી રાખવી અકસ્માત થવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ નકારાત્મક હોઈ શકે છે. આજે કોઈ જૂની વાતની ચિંતા તમને સતાવશે. આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે. વેપાર સંબંધિત કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેતા નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પૈસા કમાવવા માટે આજે તમારી પાસે સારા અવસર આવશે, પણ જોઈએ તેવો ફાયદો તમે નહિ મેળવી શકો. તમારા જીવનસાથી તરફથી તમને સારો સપોર્ટ મળશે કોઈપણ જગ્યાએ જ્યાં પણ મૂંઝવણ થાય તમે તેમની મદદ લઇ શકો છો. નવા પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને કોઈ પ્રેમ પ્રસ્તાવ પણ આપી શકે છે. આજે નવા લોકોને મળવાનું થશે, તેમનાથી તમે ઘણું શીખી શકશો અને ધનલાભ પણ થશે. તમે વધારે મહેનત કરીને વધારે પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આર્થિક નુકશાન થવાની સંભાવના છે. આજે પ્રેમીઓ સારો સમય એકબીજા સાથે વિતાવી શકશે. આજે જો શરદી કે ઉધરસની તકલીફ હોય તો તેને અવગણતા નહિ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આજથી તમારે નિયમિત કસરત કરવાની જરૂરત છે. આજે કાર્યસ્થળે કરેલા તમારા કામથી તમારા ઉપરી અધિકારી અને બોસ ખુશ હશે. તમારા સાથી કર્મચારી તમારી ઈર્ષા કરશે અને એ લોકો તમારી માટે કોઈ સમસ્યા પણ ઉભી કરી શકે છે. વેપારી મિત્રોને અચાનક બદલાવ આવશે જેનાથી તમને સારો ધનલાભ થશે. આજે ભાઈ બહેન તરફથી સહયોગ મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):
વેપાર વધારવા માટે તમને કેટલાક ખાસ લોકોની મદદ મળશે. કોઈને ઉધાર આપેલ પૈસા આજે તમને પરત મળશે. આજે અમુક મહત્વના કાર્ય તમે પૂર્ણ કરી શકશો. પરણિત મિત્રોના જીવનમાં અચાનક કોઈ મોટું પરિવર્તન આવવાની શક્યતા છે. આજે મોઢા અને આંખ સંબંધિત કોઈ તકલીફ થવાની શક્યતા છે. આજે પ્રેમીઓના જીવનમાં પણ પરિવર્તન આવશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. અમુક જૂની મુશ્કેલીઓ તમે આજે સુલજાવી શકશો. પ્રોપર્ટી અને જમીનના કામમાં ગેરકાનૂની કામ કરશો નહિ. આજે અમુક હિસાબ-કીસાબમાં તકલીફ આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

7. તુલા – ર,ત (Libra):
ભવિષ્ય માટે પૈસા બચાવવા માંગો છો તો આજથી તમે શરૂઆત કરી શકો છો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. જે પણ લોકો પ્રેમની ખોજમાં છે તેમને પ્રેમ જરૂર મળશે. આજે ચામડી પર કોઈ એલર્જી કે બીજી કોઈ તકલીફ થઇ શકે છે. આજે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. પરિવારમાં કોઈ સારો પ્રસંગ બનવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ નિષ્ણાત વ્યક્તિની સલાહ જરૂર લેજો. આજે તમે તમારી મહેનતથી સારા પૈસા કમાઈ શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
શેર માર્કેટથી સારા પૈસા કમાઈ શકશો. તમારે આજે લોટરી અને શરતી સોદાથી દૂર રહેવાનું છે. આજે અમુક મહત્વના કામમાં તમારે અમુક ઓળખીતા સ્વજનો અને મિત્રોની સલાહ લેવી પડશે. આજે ઘર માટે કેટલોક ઉપયોગી સમાન ખરીદી શકશો. જે મિત્રોને લગ્ન સિવાય પણ બહાર અફેર ચાલી રહ્યું છે તેમની માટે મુશ્કેલીઓ આવી શકે છે. આજે ઓપરેશન કરવવાના યોગ બની શકે છે. આજે તમારી યાદશક્તિ વધુ સારી બનશે અમુક જૂની વાતો તમને પરેશાન કરશે. આજે કોઈપણ બે નંબરનું કામ કરવું નહિ તમારી તકલીફમાં વધારો કરી શકે છે. આજનો દિવસ રોજ કરતા વધારે સારો હશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
પહેલા કરતા આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. પૈસાની કોઈપણ કમી રહેશે નહિ તમે તમારા પરિવારજનોની દરેક ઇચ્છા પૂર્ણ કરી શકશો. આજે તબિયત નરમગરમ રહેશે. આજે તમારા જરૂરી કામમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ થોડો ભારે છે. આજે સરકારી કામમાં તમારે ઘણા ધક્કા ખાવા પડશે. આજે જીવનસાથીનો સહયોગ મળશે. આજે એક ચિત્તે કામ કરજો અને તમારું કામ ઈમાનદારીથી પૂર્ણ કરજો તમે ધનલાભ જરૂર મળશે. આજે પૈસાની લેવડદેવડ કરતા પહેલા સાવધાની રાખજો. આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ : 

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here