૧૩ ઓગસ્ટ ૨૦૧૮ – રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને શુભ અંક પણ જાણો.

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  મનગમતા વ્યક્તિના ચહેરાને જોઇને દિવસની શરૂઆત કરો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ઉપવાસ નહિ કરો તો ચાલશે પણ આજે સહપરિવારમહાદેવજીનામંદિરની મુલાકાત લો અને જળ ચઢાવો. આજથી એક નાનકડી મુશ્કેલી પણ વધશે તો તેની અસર ઓછી કરવા માટે દરરોજ નિયમિત સૂર્યને પણ જળ અર્પણ કરો.
શુભ અંક : ૨

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાનીશક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીનામંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૧

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતોસપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર,નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. આજે તમારે મહાદેવનામંદિરે જઈને ફક્ત એક દિવો કરવો અને બહાર બેઠેલાજરૂરિયાતમંદ વ્યક્તિને બિસ્કીટનું દાન કરવું.
શુભ અંક : ૮

4. કર્ક – ડ,હ (Cancer): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીનામંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૩

5. સિંહ – મ,ટ (Lio):  તમારો સ્વભાવ થોડો બદલો લોકો પર જલદી ભરોસો ના કરવો એ તમારી મુશ્કેલી વધારી શકે છે. જીવન હંમેશા મોજથીજીવો. આજે જુના મિત્રોને સંપર્ક કરો અને માનસિક તણાવ દૂર કરો. આજે તમારે તમારા ગુસ્સાને કાબુમાં રાખવાનો છો એ ગુસ્સો આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે મનભેદ કરાવી શકે છે. દરરોજ સવારમાં ઉઠો ત્યારે સંતાનો અથવા તો તમારા જીવાસથીનાચહેરા પર રહેલી મુસ્કાનને જોઇને ઉઠો. એનાથી તમારો આખો દિવસ સુધરી જશે અને માનસિક તાણ ઓછો થશે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો.
શુભ અંક : ૧

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે કોઈપણ મહત્વના અને પારિવારિક નિર્ણય લેતા પહેલા ઘરમાં રહેલી મહિલાઓનો અભિપ્રાય અચૂક લેજો. આજે કોઈ જુના અને પૌરાણિક ધર્મ સ્થાનની મુલાકાત લેવાનો યોગ છે જેના કારણે થોડો ખર્ચ થશે પણ એ ખર્ચ તમને આનંદ આપનાર હશે. મિત્રશત્રુથી સાવધાન રહો. તમારા કામમાં અમુક બાધા આવશે પણ એને મન પર ના લેતા હિંમતથી આગળ વધો. આજે તમારે મહાદેવજીનામંદિરે ના જવાય તો ઘરના મંદિર સામે હાથ જોડી મહાદેવનું નામ લેવું અને એક ઈચ્છા વ્યક્ત કરવી અને પછી તે ઈચ્છા પૂરી કરવા થોડી મહેનત કરવી, મહાદેવ તમને સાથ જરૂર આપશે.
શુભ અંક : ૯

7. તુલા – ર,ત (Libra): આજે જયારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમારે તમારી સામે તમને ચાહનાર વ્યક્તિ ઉભી છે એમ માનીને વર્તન કરવું. કોઈની ભૂલને સુધારવાનું રાખો એને બીજા લોકો સાથે શેર કરીને મજા લેવાની જરૂરત નથી અએવુ કરવાથી તમારા મિત્રમાં નોંધપાત્ર ઘટાડો થશે જે તમારા માટે યોગ્ય નથી. કોઈપણ નિર્ણય આજે ઉતાવળમાં લેવાની જરૂરત નથી. આજે મન શાંત અને જાગૃત રાખો તમારી આસપાસ શું થઇ રહ્યું છે એ જાણો. આજે સ્વાસ્થ્યને તકલીફ થાય એવા ખોરાકથી દૂર રહો. મહાદેવજી તમારાથી ખુશ છે. બસ લોકોને અપમાનિત કરવાની આદત છોડી દો.
શુભ અંક : ૨

8. વૃષિક – ન,ય(Scorpio):  આજે ઘણા લોકોની ભીડ વચ્ચે તમને તમારી ઓળખ બધા સાથે કરાવવાની તક મળશે તો એ તકને જતી કરશો નહિ. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે મહાદેવનામંદિરે જઈને શિવલીંગને જળ અર્પણ કરો અને એ જળમાં તમારે થોડા કાળા તલ ઉમેરવાના છે.
શુભ અંક : ૪

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજે મહાદેવજી તમારા પર પ્રસન્ન છે તમારે જરૂરત છે ફક્ત તમારો શંકાશીલ સ્વભાવ બદલવાની. બધી બાબતોને તમે જે રીતે ખુબ ઊંડાણથી વિચારો છો અને પછી નિર્ણય કરો છો એ ટેવ થોડી સુધારો ક્યારેક એ તમારી માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. આજે તમારા માતા પિતા તરફથી તમને પુરતોસપોર્ટ મળશે જેનો તમે પુરતો લાભ લેજો. તમારા જીવનસાથી પણ તમારા વ્યવહારથી ખુશ થશે. આજે સાંજે જો વરસાદ આવતો હોય કે ના આવતો હોય એક નાનકડીરાઈડ પર જાવ. આજે મહાદેવનામંદિરે જઈને તમારે ફક્ત બહાર બેઠેલા ગરીબ બાળકને દૂધ આપવાનું છે.
શુભ અંક : ૧

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીનાઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. આજે મહાદેવજીના દર્શન અચૂક કરજો.
શુભ અંક : ૧
કુંભ – ગ,શ,સ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારી આર્થિક પરિસ્થિતિ સુધરવાના યોગ છે. તમને આજે અચાનક થયેલા ધનલાભથી તમારા જુના લેણા પુરા કરવામાં મદદ રહેશે. આજે થોડા પૈસા પરિવાર પાછળ ખર્ચ કરો જેનાથી ઘરના દરેક સભ્ય તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. આજે તમારે તમારા જીવનસાથીને દુઃખ ના પહોચે એ વાતની સાવધાની રાખવાની છે. તેમની સાથે આજે મહાદેવનામંદિરની મુલાકાત લો અને મનની શાંતિ પ્રાપ્ત કરો. નાની નાનીસરપ્રાઈઝઆપવાથીતેઓનું દિલ જીતી લો.
શુભ અંક : ૮

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આજે તમારે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવાનું છે તમારી બેદરકારી તમને બીમાર કરી શકે છે. આજે બની શકે તો ટ્રાય કરો કે ઘરનું જ ભોજન કરો. આજે જુના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. થોડો ખર્ચ મિત્રો પાછળ કરો એ તમારું ભવિષ્ય સુધારી શકે છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેશો નહિ. આજે તમારા ભવિષ્યને સુધારવા માટેની તક તમારી સામે આવશે તો એને ઝડપી લેજો. કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે તેમની સાથે વાત કરો ત્યારે થોડી સાવધાની રાખજો. આજે મહાદેવનામંદિરે જઈને પૂજા કરો.
શુભ અંક : ૫

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
કોઈપણ કાર્ય અશક્ય નથી એ મંત્ર હંમેશા યાદ રાખશો તો કોઈપણ કાર્ય પૂર્ણ કરવાનું જોમ મળશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here