136 KGનો યુવાન સર્જરી વિના બની ગયો 64.5 KGનો સ્માર્ટ અને હેન્ડસમ, શું છે તેનું રાઝ?

વડોદરાઃ શહેરના એક યુવાને કોઈપણ પ્રકારની સર્જરી વગર માત્ર બે જ વર્ષમાં પોતાનું 71 કિલો વજન ઘટાડીને સૌની આશ્ચર્યચકિત કરી દીધા છે. વર્ષ 2014માં 136 કિલો વજન ધરાવતા યુવાને મહેનત કરીને બે વર્ષમાં એટલે કે 2016માં પોતાનું વજન 64.5 કિલો કરી લીધું હતું. નૈનેશની આ સિદ્ધિ સાબિત કરે છે કે, જો તમે એક ધ્યેય બનાવીને તેની પર ધિરજ રાખી મહેનત કરતા રહો તો તમને ફળ જરૂર મળે છે.

6 ગ્લાસ મિલ્કશેઈક પી જતો


નૈનેશ ચૈનાની નામના 27 વર્ષિય યુવાનની આ વાત છે. બીબીએ સુધીનો સ્ટડી કર્યા બાદ વડોદરામાં જ પોતાનો વ્યવસાય સંભાળી રહ્યો છે.  નૈનેશે જણાવ્યું કે, હું નાનપણથી હેલ્ધી બોડી ધરાવતો હતો. અત્યંત ફૂડી માણસ છું. જ્યાં તમે એક ગ્લાસ મિલ્કશેકથી ધરાઇ જાઓ ત્યા હું 6 ગ્લાસ સુધી તો સંતુષ્ટ જ નહોતો થતો. મારા શરીરને મેઈન્ટેન કરવા કોઇ ધ્યાન નહોતો આપતો. પણ એક દિવસ મારા જીવનમાં એવો આવ્યો કે જેણે મારી આખોં ખોલી નાખી.
મમ્મી-પપ્પાએ લગ્નમાં સાથે આવવાની ના પાડતાં લાગી આવ્યું


નૈનેશ જણાવ્યું કે, વર્ષ 2014ના સપ્ટેમ્બર માસમાં મારા એક કઝિનનું લગ્ન હતું. ડેસ્ટિનેશન વેડિંગ હોવાથી હું એક્સાઇટેડ હતો. પણ અચાનક મારા માતા-પિતાએ મને લગ્નમાં જવાની ના પાડી દીધી. પેરેન્ટ્સે કહ્યું હતું કે મારે અમારી જોડે લગ્નમાં નથી આવવાનું, તારે વડોદરા જ રહેવું પડશે. મેં મમ્મી-પપ્પા સામે જિદ્દ કરી ત્યારે તેમણે કહ્યું કે,તારું શરીર તો જો, તને જોઇને લોકો અમારા ઉપર હસે છે. લોકો મહેણાં-ટોંણા મારે છે. મા-બાપ હોવા છતાં અમે તને સમજાવતા નથી. આપણા ઘરમાં કોઇ તારા જેટલું જાડું નથી. જો તું સાથે આવીશ તો આપણે લગ્નમાં નહીં જઇએ. આ વાતથી નૈનેષને અત્યંત આધાત લાગ્યો. તે જ ક્ષણે તેણે નક્કિ કર્યું કે, હવે હું વજન ઘટાડીને રહીશ. પછી તો મેં જાતે જ મારો ડાયેટ પ્લાન બનાવ્યો. જીમમાં પણ ટ્રેનર વગર વર્કઆઉટ કરતો હતો. એક પણ દિવસ મનમાં જંક ફૂડ ખાવાની લાલચ કર્યા વગર મારા લક્ષ્ય પર ફોકસ કર્યું અને મને અંતે પરિણામ મળ્યું છે હું ઘણો ખુશ છું.

વડોદરાનો યુવાન 6 મિલ્કશેક પીતાં પણ નહોતો ધરાતો, વર્કઆઉટ કરી 71 કિલો વજન ઘટાડી દીધું

રોજ ત્રણ કલાકની જીમમાં કરે છે કસરત

નૈનેશ પોતાનો બિઝનેસ સંભાળે છે. જેના થકી પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે. બપોરના સમયે તે જીમમાં જઈને સતત મહેનત કરે છે. ત્રણ કલાકનો સમય તે જીમમાં ફાળવે છે. હાલમાં તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. ત્યારે તેના મિત્રો પણ અચંબિત થઈ ગયા છે. મેદસ્વી શરીરના કારણે દૂર ભાગતા પરિવારજનો હવે તેને ખુબ ચાહે છે. મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં પણ તેણે પોતાની મહેનત થકી સૌનું દિલ જીતી લીધું છે. ફેસબુક પર મને હેન્ડસમ, હોટ અને ગોર્જીયર લુકિંગના કમેન્ટ સતત આવ્યા કરે છે. એટલું જ નહીં પણ દેખાવડી છોકરીઓના માંગા પણ લગ્ન માટે આવવાના શરૂ થયા છે.

Source: DivyaBhaskar

બેંગકોક અને ઓસ્ટ્રેલિયાથી જીમ ટ્રેનિંગ આપવા ઓફર

મારા વજન ઘટ્યાના ફોટો મેં ફેસબુક અને ઇન્ટાગ્રામ પર મુક્યા બાદ મનેં બેંગકોક અને ઓસ્ટ્રેલિયાથઈ બે વ્યક્તિઓએ કોન્ટેક્ટ કર્યા છે. તેમના વજન પણ 150 કિલોથી વધુ છે. તે ત્યાથી વડોદરા આવવા ઇચ્છે છે, મારી જોડે રહીને વર્કઆઉટ કેવી રીતે કરીવું ડાયટ પ્લાન કેવી રીતે કરવો તે જાણવા માંગે છે. હાલ મારી જીમ ટ્રેનર બનવાની ઇચ્છા નથી પણ ભવિષ્યમાં વિચારીશે.

 

 

 

 

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!