૧૩૫ કરોડ રૂપિયા ખર્ચીને થવાની હતી હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, એક છોકરીએ ફેરવી દીધું પાણી ૩૦ વર્ષની મહેનત પર…

0

વિશ્વનું પહેલું હેડ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એક જીવતા વ્યક્તિનું માથું એ બીજા શરીર પર લગાવવાનું કામ એ હમણાં રદ્દ થઇ ગયું છે. આની પાછળનું કારણ પણ બહુ અજીબ છે. જે વ્યક્તિનું માથું એ તેના નિર્જીવ શરીરમાંથી કાઢીને બીજા શરીરમાં લગાવવાનું હતું એ વ્યક્તિએ ઓપરેશન કરવા માટે ના કહી દીધી. આ વ્યક્તિએ કેમ ના કહી એ જણાવતા આ યુવક કહે છે કે તેને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો છે અને એ હમણાં પોતાના જુના શરીર સાથે જ જીવવા માંગે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ યુવાને એક ડોક્ટરની ૩૦ વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું હતું એક ના કહીને.

આ ઘટના બની છે ઇટલીના એક પ્રખ્યાત ન્યૂરોસર્જન સર્ગીયો કૈનાવેરા સાથે તેઓ એક ઐતિહાસિક હેડ ટ્રાન્સપ્લાન્ટના પરીક્ષણ કરવાના હતા તેમનું કહેવું છે કે તેમણે ૩૦ વર્ષ સુધી આની પર રીસર્ચ કરી હતી અને હવે મેડીકલ સાયન્સની મદદથી તેઓ વિશ્વની સૌથી પહેલી હ્યુમન હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તૈયાર હતા.

આ ટ્રાન્સપ્લાન્ટ એ રૂસના રહેવાવાળા એક ૩૩ વર્ષના વાલેરી સ્પિરીડોનોવ પર થવાનો હતો. વાલેરી એક ગંભીર બીમારીથી લડી રહ્યો છે જેમાં તેના શરીરનો નીચેનો ભાગ એ કાઈ કામ કરી શકતો હતો નહિ. તેમણે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની મંજુરી આપી હતી.

વાલેરીએ સોશ્યલ મીડિયા પર પોતાનો ફોટો અપલોડ કરીને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા આવી ગયા છે. તેમને અનાસ્તાસિયા નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, બંનેએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો, જેના પછી હવે તેઓ હેડ ટ્રાન્સપ્લાન્ટ માં ભાગ લેવા નહોતો માંગતો. પછી ન્યુરોસર્જન સર્ગીયોએ એક ચીનના વ્યક્તિને આ પરીક્ષણ માટે તૈયાર કર્યો છે.

ટ્રાન્સપ્લાન્ટમાં વાલેરીનું માથું કાપીને તેમની બોડીથી અલગ કરી દેવામાં આવેત અને પછી તેના જેવી જ બોડી ધરાવતા અને બીજી વિશેષતા વાળું શરીર કે જે બ્રેઈન ડેડ વ્યક્તિ હોય તેના શરીર પર તેનું માથું લગાવવામાં આવવાનું હતું. ડૉ. સર્ગીયોએ આ હેડ ટ્રાન્સપ્લાન્ટને બે ભાગમાં વહેંચી દીધું હતું. પહેલા ભાગનું નામ આપ્યું છે હેવન અને બીજા ભાગને જેમિની નામ આપવામાં આવ્યું છે.

આ એક બહુ રેર ટ્રાન્સપ્લાન્ટને પૂરું કરવા માટે બે ટીમ બનાવવામાં આવે છે જે ડોનર અને રીસીવર બંને પર એકસાથે કામ કરે છે. બંને પેશન્ટના ગળા પર બહુ ઊંડો ચીરો પાડવામાં આવે છે અને તેમાંથી નસો અને સ્પાઈન બહાર કાઢી લેવામાં આવે છે અને પછી જેમ વીજળીના તાર જોઈન્ટ કરવામાં આવે એવીરીતે તેને પણ જોડવામાં આવે છે. એવી જ રીતે મસલ્સને જોઈન્ટ કરવા માટે પણ કલર કોડ બનાવામાં આવે છે. બંને પેશન્ટના ગળા કપાયાના એક જ કલાકમાં આ પ્રોસેસ કરવામાં આવે છે. પેશન્ટના ગળાને કાપવા માટે ૧ કરોડ ૩૦ લાખ રૂપિયાની ડાયમંડ નેનોબ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્લેડ એ નેનોબ્લેડ યુનિવર્સીટી ઓફ ટેક્સાસ દ્વારા બનાવવામાં આવી હતી.

જયારે ડોનરનું ધડ એ શરીરથી અલગ રહે છે ત્યારે તેને આર્ટીફીશીયલ રીતે લોહી પહોચાડવામાં આવે છે. લોહી એ કેટલા પ્રમાણમાં જોઇશે એ શરીરના બીપી પર આધાર રાખે છે, આમ કરવાથી માથું એ શરીરથી દુર કરવા પર પણ તે જીવતું રહે છે. ઓપરેશન પછી નવા શરીરને ૩ દિવસ સુધી સવાઈકાલ કોલર લગાવીને આઈસીયુમાં રાખવામાં આવે છે.

વર્ષના અંતમાં થવાવાળું આ ઓપરેશન એ ત્રણ દિવસમાં થશે. જયારે આ પરીક્ષણ પર લગભગ ૧૩૫ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આની માટે ૧૫૦ લોકોની ટીમ બનાવવામાં આવે છે. જેમાં ડોક્ટર્સ, નર્સ, ટેકનિશિયન, સાયકોલોજીસ્ટ અબે વર્ચ્યુઅલ રીયાલીટી એન્જિનિયર પણ શામેલ હોય છે. જો આ ઓપરેશન એ સફળ થશે તો આ સાયન્સ ચમત્કારથી ઓછો નથી. આ સેમ એના જેવું થશે જેમ ગણપતિના ધડ પર હાથીનું મોઢું લગાવવામાં આવ્યું હતું. આનાથી અનેક લોકોને નવું જીવનદાન મળશે. ન્યુરોસર્જન સર્ગીયા એ આ કામને જલ્દી જ પૂર્ણ કરશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here