જોરદાર બાકી: 1300 વર્ષથી અહીંયા લોકોએ જમીન પર પગ નથી મુક્યો, દરિયા માં છે શહેર જાણો કેમ

0

આજે અમે તમને એક એવી વિચિત્ર ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે હેરાન રહી જાશો. આ ઘટના વિશે તમે પણ વિશ્વાશ નહીં કરી શકો કે આ એકદમ સાચી વાત છે? તમે બધા એ તો જાણો જ છો કે જમીન પર લોકો ઘર બનાવીને રહે છે પણ ધરતી પર એક એવું ગામ છે, જેના દરેક વ્યક્તિ 24 કલાક પાણી માં રહે છે.આજે અમે દુનિયાના સૌથી વધુ જનસંખ્યા ધરાવનારા દેશ ચીન ની વાત કરી રહ્યા છીએ, જ્યાં લોકો જમીન ને છોડીને સમુદ્ર ની ઉપર તરતા ઘર બનાવીને રહે છે. ચીન ના નિંગડે શહેર માં લોકો સમુદ્ર પર ઘર બનાવીને રહે છે.
અહીં ના લોકો ની પુરી એક વસ્તી સમુદ્ર પર ઘર બનાવીને રહે છે. તેઓના ઘર સમુદ્ર પર તરતા રહે છે. સમુદ્ર પર વસેલી આ દુનિયા નું આ એકમાત્ર ગામ છે. આ ગામ લગભગ 1300 વર્ષ પહેલાનું છે અને અહીં ની વસ્તી 8500 જેટલી છે.
જાણકારી ના અનુસાર આ લોકો માછીમારો છે જેને અહીં ટાંકા કહેવામાં આવે છે. આ ટાંકા ની જનજાતિ ના લોકો વિશે કહેવામાં આવે છે કે શાસકો ના અત્યાચારો થી ત્રાસી જઈને આ સમુદાય ના લોકો સમુદ્ર કિનારે આવીને વસી ગયા હતા. આ લોકો ની આજીવિકા સમુદ્રી જીવો થી ચાલે છે.ચીનમાં આ વસ્તી ફુજિયાન રાજ્ય માં દક્ષિણ પૂર્વ ની નિંગડે સિટી ની પાસે સમુદ્ર માં સ્થિત છે. જેને ‘જિપ્સીસ ઓફ દ સી’ ના નામથી જાણવામાં આવે છે. આ લોકો જમીન પર પગ પણ નથી મુકતા. તેના સિવાય તે જમીન પર રહેનારા લોકો ને નફરત કરે છે અને તેઓને પાસે પણ નથી આવવા દેતા અને કોઈ તેઓની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર નથી રાખતા.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!