13 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, મેષ રાશિના જાતકો ખાસ વાંચો

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજનો દિવસ પ્રેમીઓ માટે અને પતિ પત્ની માટે સુંદર છે. આજે જે મિત્રો મનપસંદ વ્યક્તિઓને પ્રપોઝ કરવા માંગે છે તેમણે શરૂઆત કરી લેવી જોઈએ. નોકરી કરતા મિત્રોએ આજે ખુબ સાવધાની પૂર્વક કામ કરવાનું છે કોઈપણ પ્રકારની ચીટીંગ કરવાની નથી નહીતો આજે તમારું બનતું કામ બગડી શકે છે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): ઘણા દિવસથી ચાલી રહેલી મહેનતનું ફળ આજે તમને મળશે. કામના ભારણના કારણે જે આરામ નથી મળ્યો એ હવે તમે પામી શકશો. આજે તમારા ઘરે મહેમાન આવવાની શક્યતાઓ છે. તમે ના વિચારેલા માણસો સાથે આજે મળવાનું થશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે તમે કેટલાક નવા પ્રોજેક્ટ હાથમાં લેશો. રોકાણ કરવા માટેનો આજનો દિવસ યોગ્ય નથી તમારા પૈસા ડૂબવાના યોગ છે. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):જો તમે આજથી તમારા સ્વાસ્થ્ય પર્ત્યે સાવધાન નહિ રહો તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. નાના બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ બહુ સાનુકુળ નથી બની શકે તો એકબીજાની વાત શાંતિથી સંભાળજો. કોઈપણ અગત્યનો નિર્ણય કરતા પહેલા તેના સારા અને નરસા બંને પાસા ચકાસજો. ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): જો આજે સવારથી જ તમારું મન વિચલિત છે અને બહુ જ ગુસ્સો આવી રહ્યો હોય તો ઘરેથી નીકળતા પહેલા મંદિરે માથું નમાવીને જજો. તમારા બાળકો આજે તમારી મદદ માંગશે. આજે જે પણ મિત્રો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટ કરતા પહેલા ભવિષ્યમાં થનારા લાભ અને નુકશાન વિષે વિચારી લેવું જોઈએ. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):જો ઘણા સમયથી ચાલી આવતા અણબનાવનો અંત લાવો પછી ભલે તે મિત્રો સાથે હોય કે જીવનસાથી સાથે. આજનો દિવસ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું છે. જે પણ પોતાનું વજન ઘટાડવા માંગે છે તેઓએ આજથી શરૂઆત કરવી જોઈએ. આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):જેમનું પણ બેઠા બેઠા કામ કરવાની નોકરી છે તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાનું છે. આજનો દિવસ તમારે કોઈ જરૂરિયાત વાળા લોકોની મદદ કરવાની છે. જે મિત્રો ઘણી કોશિશ કરવા છતાં પણ પૈસા બચાવી શકતા નથી તેમણે પોતાના ઘરમાં તિજોરીમાં માતા લક્ષ્મીના નાના ફોટો સાથે એક અરીસો મુકવાનો છે. આમ કરવાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): નવું ઘર કે પછી કોઈ જમીન લેવાનું વિચારો છો તો આજનો દિવસ બહુ લાભદાયી છે. અમુક મિત્રોને આજે પોતાની માતા તરફથી વારસાઈ મિલકત મળશે. નોકરી કરતા મિત્રો માટે આજે કામના સ્થળે ખુબ સાચવીને કામ કરવાનું છે તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો. આજે સાંજના સમયે સારા સમાચાર મળવાના યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): પૈસા રોકવા માટે આજે સારો અને લાભદાયી દિવસ છે. જમીન અને સોના ચાંદીમાં રોકાણ કરવું સારું રહેશે. રોજીંદા જીવનમાં કઈક નવીનતા લાવવાનો પ્રયત્ન કરો. લગ્નજીવનને આજે ભરપુર માણો. જીવનસાથી આજે તમને ફાયદો અપાવશે. તેની સાથે પ્રેમથી વાતો કરો. તમારા સહકર્મચારીઓ આજે તમારા કામથી ઈર્ષા કરશે. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. તમારા વિચારોમાં આ વર્ષે નવીનતા લાવો. જુના નિયમો અને રીવાજોમાંથી બહાર આવો. તમારા જીવનમાં હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. જો હવે તમે બદલાયેલા સમય સાથે નહિ ચાલો તો તમે પાછળ રહી જશો.

૨. તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે.

૩. આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

૪. આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

૬. ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલનું આ વર્ષે પુનરાવર્તન ના થાય તેની તકેદારી રાખજો. આ વર્ષે એકંદરે તમારા માટે યોગ્ય અને શુભ ફળ આપનારું રહેશે.

૭. વર્ષના અંતે તમને સારા સમાચાર પ્રાપ્ત થશે તમે ભવિષ્યમાં થવાના ફાયદા જોઈ શકશો. તમારા જીવનસાથી તરફથી આ વર્ષે ભરપુર પ્રેમ મળશે અને સંતાનો પણ તમારાથી બહુ ખુશ રહેશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

જીવનમાં કોઈપણ વસ્તુ સ્થિર નથી જયારે જે સમય હોય અને જે વસ્તુનો આનંદ માણવા મળે એનો ભરપુર આનંદ માણો.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here