13 જુલાઈ શુક્રવાર હલહારિણી અમાવસ્યા.. રાશિ અનુસાર આ ઉપાય કરો તમારી દરેક મનોકામના પૂણૅ થશે…

0

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 July 2018 શુક્રવારના દિવસે હલહારિણી અમાવસ્યા છે. આ અમાસ અષાઢી અમાસ ના નામથી ઓળખાય છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસે જે કોઈ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેની વિધિ વિધાન પુજા-આરાધના કરે છે ,ભગવાન શિવ તેમની દરેક મનોકામના પૂરી કરે છે. માન્યતા છે કે આ માસમાં આવવાવાળી આ અમાસ અવશ્ય શુભ ફળ આપે છે .જ્યોતિષનું માન્યતા મુજબ અષાઢ માસમાં સૂર્ય ગ્રહણ લાગશે . તે સૂર્યગ્રહણ થશે ભારતમાં નહીં જોવા મળે.13 જુલાઇએ રાશિ પ્રમાણે કયા-કયા ઉપાયો કરવા તે આપણે જોઇશું કે જેથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઇ શકે.
1. મેષ રાશિ

મેષ રાશીનો સ્વામી મંગળ છે આ રાશિ અગ્નિ તત્ત્વની રાશિ છે એટલા માટે અમાસના દિવસે જો મેષ રાશિના જાતકો પોતાની ઈચ્છા પૂરી કરવા માગતા હોય, તો શિવજીની પૂજામાં ગોળ અવશ્ય ચડાવવો .મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળદાયી રહેશે .

2. વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તે ભૂમિ તત્વની રાશિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો અમાવસના દિવસે વૃષભ રાશિના જાતકો દહીંથી શિવજીનો અભિષેક કરે તો પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે.

3. મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે અને વાયુ તત્વની રાશિ છે .જેના લીધે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આ રાશિના જાતકો અમાસના દિવસે શિવજીની પૂજામાં શેરડીના રસથી અભિષેક કરે તો તમારી માટે ખૂબ જ ફળદાયી રહેશે.

4. કર્ક રાશી

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તે જળ તત્વની રાશિ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચા દૂધ અને પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઈએ . તે જાતકો માટે ખૂબ જ શુભ પરિણામ આપશે.

5. સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે . શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે સિંહ રાશિના જાતક પૂજામાં શિવજીને ખીરનો ભોગ લગાવે તો પોતાના કાર્યમાં સફળતા મેળવી શકશે.

6. કન્યા રાશિ

કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, અને રાશિ તપોભૂમિ છે શિવજી ના આશીર્વાદ મેળવવા માટે અમાસના દિવસે આ રાશિના જાતકોએ ભગવાન શંકરને બીલીપત્ર ચઢાવવાં જોઈએ તેનાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થશે.

7. તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે . અને આ રાશિનું તત્વ વાયુ છે . જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ રાશિના જાતકો કાચા દૂધથી શિવજીનો અભિષેક કરે તો આ ઉપાય તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે .અને ભગવાન શિવ તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરશે.

8. વૃશ્ચિક રાશિ

આ રાશિ નો સ્વામી મંગળ ગ્રહ છે . અને જળ તત્વની રાશિ છે . જેને કારણે જે આ રાશિના જાતકો અમાસના દિવસે શિવજીની કૃપા મેળવવા માગતા હોય તો શિવજીને ગુલાબનું ફૂલ ચઢાવે, તમારી બધી જ મનોકામના પૂરી થશે.

9. ધન રાશિ

ધન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિનું તત્વ અગ્નિ છે. અમાસના દિવસે જ આ રાશિના જાતકો પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરે છે તો ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ મળી શકે છે.

10. મકર રાશિ

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે .મકર રાશિનું તત્વ ભૂમિ છે. આ અમાવસના દિવસે શિવને નારિયેળનું પાણી ચઢાવીને મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ પરિણામ પામી શકે છે.

11. કુંભ રાશિ

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે .રાશિ તત્વ વાયુ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શિવજીને સરસવના તેલનો અભિષેક કરવાથી આ રાશિના જાતકો ને ખૂબ જ શુભ પરિણામ મળશે . આ રાશિના જાતકો આ દિવસે આ ઉપાયથી શિવજી ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે.

12. મીન રાશિ

મીન રાશિનો સ્વામી ગુરૂ છે . અને આ રાશિનું તત્વ જળ છે . મીન રાશિના જાતકો ને શિવજીની કૃપા મેળવવા માટે કેસરયુક્ત દૂધથી અભિષેક કરશે તો તેમને ખૂબ જ પુણ્યદાયી ફળ મળશે

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!