13 ફેબ્રુઆરી 2019, 100 વર્ષ પછી બને છે સર્વાર્થ સિદ્ધિ યોગ..જુઓ તમારી રાશિ ઉપર શું અસર પડશે…

0

2019 ના વર્ષમાં ૧૩ ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભ રાશિમાં આઠ અને 47 મિનિટે પ્રવેશ થશે, તેને સર્વાર્થસિદ્ધિ યોગ કહેવામાં આવે છે, 100 વર્ષ પછી બને છે આ યોગ.. આવો જાણીએ કઈ રાશિને માલામાલ કરશે સર્વાર્થ સિદ્ધિ યોગ…1. મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે આ સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. તમારા જીવનમાં ગોલ્ડન સમય હવે આવવાનો છે. ભલે ઘણા કામો થોડા વિલંબ થી પૂરા થતા હોય, પરંતુ નિરાશ ન થવું નોકરી અને ઇન્ટરવ્યૂ મા સફળ થવાના યોગ બની રહ્યા છે. ગણેશ ભગવાનને લાડુ ધરાવવો.2. વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. તમારે જો પૈસાની તંગી ચાલતી હશે તો, આવકમાં વધારો થશે. આવકના નવા નવા સ્ત્રોત મળશે. શાંતિ મળશે.3. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ સારા સમાચાર લઇને આવશે. પ્રેમમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પ્રિય મિત્ર સાથે મળવાના યોગ બને છે. ભણવામાં જો કોઈ તકલીફ પડતી હોય તો, તેનું નિરાકરણ આવશે.4. કર્ક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર , કર્ક રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સામાન્ય ફળ આપનાર રહેશે. તેમનું નોકરી અથવા તો ધંધામાં મન વિચલિત થઈ શકે છે. પરંતુ જો બુદ્ધિપૂર્વક કામ લઈને પોતાના કાર્યમાં મન લગાવીને કાર્ય કરવામાં આવે તો સફળતા મળી શકે છે. હનુમાનજીની પૂજા અર્ચના તમારા માર્ગમાં આવતા સંકટોને દૂર કરશે.5. સિંહ રાશી

સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન એકદમ લાભદાયી નીવડશે. તમારા જે પણ કાર્યને મન લગાવીને કરવામાં આવે તેમાં અઢળક પૈસા મળી શકે છે. ધનની પ્રાપ્તિ થશે. તમારી માટે આ ખૂબ જ શુભ સમય છે.6. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ ખૂબ જ સારો સાબિત થશે. સૂર્યનું રાશિ પરિવર્તન નોકરી-ધંધામાં પરિવર્તન નું સૂચન આપે છે. જે લાભદાયક રહેશે .7. તુલા રાશિ

આ રાશિના લોકો માટે પણ આ સમય શ્રેષ્ઠ સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમયે વિશેષ ફળદાયક રહેશે.અલગ અલગ જગ્યાએ થી મન હટાવીને કોઈ એક જ કાર્યમાં મન પરોવો, જેનાથી વિશેષ લાભ થશે. તમારા માર્ગમાં આવતા સંકટ અને હનુમાનજીની પૂજા દૂર કરી દેશે.8. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે. આ રાશિના જાતકોએ તેમના ગુસ્સા અને જીદ ઉપર કાબુ રાખવાની જરૂર છે. કેમ કે શાંતિથી કામ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે. ધૈર્ય અને સાચી દિશામાં કરવામાં આવેલી મહેનત નોકરી અને ધંધામાં અદભુત સફળતા અપાવશે9. ધન રાશી

ધન રાશિના જાતકો માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે. જે કોઈ ઈચ્છા લાંબાગાળાથી તમારી પૂરી નથી થઈ રહી તે આ સમય દરમિયાન પૂરી થશે. આ સમય તમારી માટે શાનદાર રહેશે. અને કોઈ સારા સમાચાર મળશે.10. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન સામાન્ય ફળ આપનાર રહેશે. જો આ સમયે તમે ધીરજ રાખો તો નોકરી કરતા લોકોને લાભ મળી શકે છે. નિરંતર મહેનત કરવાથી ભણવામાં તમે સફળતા મેળવી શકશો.11. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સામાન્ય ફળદાયક રહેશે. તણાવ ઓછો થશે. તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ સાબિત થશે. ભણવામાં અને ધંધામાં તમારું મન પરોવાયેલું રહેશે.12. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સૂર્યના રાશિ પરિવર્તન અત્યંત લાભકારી નિવડશે. જો કોઈ લક અજમાવવા માગે છે તો તેમાં તે સફળ થશે. એક વાત યાદ રાખવી કે કોઇ પણ વાતમાં ઉતાવળ કરવી નહીં. આ રાશિના જાતકો જે નવું કરવાનું વિચારી રહ્યા છે તેમાં તેમને સફળતા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here