12મું પાસ છોકરાને દિલ આપી બેઠી ભારત ફરવા આવેલ વિદેશી છોકરી, બોલી-ક્યારેય દગો આપતા નથી ભારતીય છોકરા….

0

જો કે હાલ કોઈ વિદેશની ગોરી અને દેસી છોકરાની પ્રેમ કહાની નવી નથી રહી. એક તરફ જ્યા દેશમાં જાતિ, ધર્મ ના નામ પર આજે પણ લગ્ન માં સમસ્યાઓ આવી રહી છે, જયારે બીજી તરફ વિદેશી છોકરીઓ ને ભારતીય યુવકો સાથે લગ્ન કરવામાં કોઈ સમસ્યા નથી આવતી. એવી જ એક પ્રેમ કહાની અમેરિકા ની એક યુવતી અને ભારતના યુવક ની છે.
અમરિકા ના વોશિંગટન ની રહેનારી કૈનેડિ મૈરી વર્ષ 2015 માં ભારત ફરવા માટે આવી હતી. મૈરી એ દેવભૂમિ હિમાચલ પ્રદેશ ફરવાનો નિર્ણય કર્યો હતો. તે હિમાચલ પ્રદેશ માં ડેલહાઉસી નામના સ્થળ પર આવી.પણ મૈરી ને ડેલહાઉસી સ્થળ ની કોઈપણ જાણકારી ન હતી.જેને લીધે તેને હિમાચલ માં ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો. મૈરી ને ન તો રોકાવા માટે કોઈ હોટેલ મળી અને ન તો કોઈ ગાઈડ. એવામાં જ્યારે તે નિરાશ થઈને રસ્તા ના કિનારે બેઠી હતી ત્યારે સાઇકલમાંથી પસાર થઈ રહેલો એક છોકરો ત્યાં આવ્યો, જેનું નામ પૃથ્વી સિંહ હતું અને તે માત્ર 12 મુ પાસ હતો. જેને લીધે તેની ઈંગ્લીશ પણ કઈ ખાસ ન હતી.
જયારે તેણે મૈરી ને પોતાની સમસ્યાનું કારણ પૂછ્યું તો તેમણે બધી જ ઘટના ની જાણ કરી. જેના પછી પૃથ્વી એ મૈરી ને એક હોટેલ માં રોકાવા માટેની વ્યવસ્થા કરી આપી અને તેને પૂરું ડેલહાઉસી પણ ફેરવ્યું. અમુક સમય સુધી મૈરી પૃથ્વી ની સાથે રહી તો તેને પૃથ્વી સાથે પ્રેમ થઇ ગયો. જો કે બંને ને એકબીજાની ભાષા સમજવામાં થોડી સમસ્યા આવી રહી હતી. પણ કહેવાય છે ને કે પ્રેમ ની ન તો કોઈ ભાષા, ઉમર કે ન તો કોઈ નામ હોય છે. જેના પછી મૈરી એ પૃથ્વી ને પ્રપોઝ પણ કર્યું અને જેનો પૃથ્વી એ સ્વીકાર કરી લીધો.

પછી બંને એ સલૂણી ના એસડીએમ કાર્યાલય માં એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી લીધા. પૃથ્વી સિંહ નું કહેવું છે કે કૈનેડિ ખુબ જ સારી છોકરી છે ને તે ખુબ જ સમજદાર પણ છે. હું તેને મારા જીવનસાથીના રૂપમાં મેળવીને ખુબ જ ખુશ છું.  મૈરી એ પણ પૃથ્વી માટે કહ્યું કે તે એક સારો છોકરો છે. મેં તેને પુરી રીતે જાણ્યા પછી જ તેને જીવનસાથી તરીકે પંસદ કર્યો છે. તેના સિવાય ઇન્ડિયન છોકરાઓ ખુબ જ ઈમાનદાર અને સારા લાઈફ પાર્ટનર પણ હોય છે. જો કોઈને સારો જીવનસાથી મળી જાય તો તે પૂરું જીવન તેની સાથે ખુશ રહી શકે છે.

આ સિવાય મૈરી એ વિદેશી યુવકો વિશે પણ વાત કહી છે. તેણે જણાવ્યું કે વિદેશી યુવકો ઈમાનદાર નથી હોતા. તેઓની બસ માત્ર એક જ ધારણ હોય છે જે આજે એક ની સાથે તો કાલે કોઈક બીજી ની સાથે. આ સિવાય તેઓ વધુ મહેનતી પણ નથી હોતા. જયારે ભારતીય યુવકો આ મામલામાં સિરિયસ અને ઈમાનદાર હોય છે. તેઓ અન્યની ભાવના અને લાગણીઓને પણ સમજે છે. અને એક વાર તેઓ પોતાના પાર્ટનર ને પસંદ કરી લે તો પછી તેઓ પૂરું જીવન તેનો સાથ નિભાવે છે. આજ કારણ ને લીધે વિદેશી યુવતીઓ ને ભારતીય યુવકો વધુ પસંદ માં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here