૧૨ ઓગસ્ટ ૨૦૧૮ – રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને શુભ અંક પણ જાણો.

0

1. મેષ – અ,લ,ઈ (Aries): ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું.
શુભ અંક : ૬

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૫

3. મિથુન – ક,છ,ઘ (Gemini): આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.
શુભ અંક : ૪

4. કર્ક – ડ,હ (Cancer): લગ્નઈચ્છુક મિત્રો માટે આજનો દિવસ સારો સાબિત થશે જો તમે ઈચ્છો તો આજે કોઈને પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. રવિવારની સાચી મજા આજે પ્રિયપાત્ર સાથે બહાર ફરવા જઈને માણો. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૭

5. સિંહ – મ,ટ (Lio): આજે રવિવારના દિવસે ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું.
શુભ અંક : ૫

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૪

7. તુલા – ર,ત (Libra): આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો.
શુભ અંક : ૬

8. વૃષિક – ન,ય(Scorpio): આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૮

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પ્રાપ્ત થશે. લાંબા સમયથી પાર્ટનર સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. જે તમારા મનને થોડી શાંતિ આપશે. ઘરના દરેક સભ્યો આજે તમારાથી ખુશ રહેશે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે. થોડો આત્મવિશ્વાસ વધારવાની જરૂરત છે પછી કોઈપણ કાર્ય તમારી માટે અશક્ય નહિ રહે.
શુભ અંક : ૫

10. મકર – જ, ખ (Capricorn): તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો.
શુભ અંક : ૫

11. કુંભ – ગ,શ,સ(Aquarius): અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
શુભ અંક : ૩

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.
શુભ અંક : ૯

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
આજના સમયમાં લોકોને કેવું લાગશે એ વિચારીને બેસી રહેનારા લોકો જ્યાં હોય છે ત્યાં જ રહી જાય છે. આગળ વધવા માટે તમારા મેઈન સાથીદારો એટલે કે પરિવારને સાથે રાખો. પરિવાર ખુશ તો ઈશ્વર ખુશ આટલું યાદ રાખવું.
અસ્તુ

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here