12,000ની નોકરી કરી બન્યા 80 કરોડના માલિક, 3 વર્ષમાં બદલાઈ કિસ્મત – જાણો કઈ રીતે?

41 કરોડના એક્સાઈઝ સ્કેમનો મુખ્ય આરોપી રાજૂ દશંવત છે. તેની ઉંમર 28 વર્ષ છે. તે મૂળ મહારાષ્ટ્રના અમરાવતીનો છે. તે માત્ર આઠમાં ધોરણ સુધી જ ભણેલો છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. તે 2012માં ઈન્દોર આવ્યો હતો. 2014માં એક દારૂની લારી પર તેણે માસિક રૂ. 12,500થી શરૂઆત કરી હતી. 2015માં તેણે એટીએમ ગ્રૂપના અંશ ત્રિવેદી (કૌભાંડમાં બીજા નંબરનો મુખ્ય આરોપી)ના ત્યાં સેલ્સમેન તરીકે કામ કરવા લાગ્યો હતો. તે અંશ પાસેથી ચલણની હેરાફેરી કરતા શીખ્યો હતો અને બે વર્ષ સુધી સરકારને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. અંશ સાથે ટ્રેઝરીના ચલણમાં હેરાફેરી કરીને તે 80 કરોડની સંપત્તિનો માલિક બની ગયો હતો. આટલું જ નહીં તેણે શાકભાજીની લારી કરતા અને ડ્રાઈવરી કરતા લોકોને પણ દારૂના વેપારી બનાવી દીધા હતા.

41 કરોડનું કૌભાંડ. અમરાવતીથી 5 વર્ષ પહેલાં ઈન્દોર આવ્યો, માત્ર 8માં ધોરણ સુધી ભણેલા દશવંતે કરી ચોરી

3 વર્ષમાં બન્યો 80 કરોડની સંપતિનો માલિક:

એસઆઈટી પાસે આરોપી રાજી દશંવતની બધી મિલકતની માહિતી પહોંચી ગઈ છે. તે ચલણમાં હેરાફેરી કરીને દિવસમાં 7-8 લાખ કમાઈ લેતો હતો. આ માટે તેને અંશ પાસેથી પણ કમિશન મળતું હતું, તે ઉપરાંત જે ચલણની હેરાફેરી કરીને એનઓસી લઈને લાવવામાં આવતી હતી તેને વેચવા માટે પણ કમિશન લેવામાં આવતું હતું. રાજુ પાસે ઈન્દોર સિવાય ઉદેપુર, અકોલા અને અમરાવતીમાં પણ ઘણી સંપતિ છે.

આરોપીએ મા, ભાઈ, મિત્રો અને સંબંધીઓના નામે બનાવી હતી મિલકત

આરોપી રાજુ:

અરબિંદો સામે લંડન વિલાસમાં એક રૂ. 50 લાખથી વધુ કિમતનો બંગ્લો છે. સુખલિયામાં પણ ભાઈ દીપકના નામે એક મકાન છે. જે વર્ષ 2016માં ખરીદ્યું હતું. એક મકાન મા નિર્મલાના નામે ખરીદ્યું હતું. જેને 26 માર્ચ 2016માં ખરીદ્યુ હતું. તેણે તેની બાજુના પણ બે મકાન ખરીદી લીધા છે. એક પ્રોપર્ટીમાં તે અને તેની માતા બંને માલિકી હક ધરાવે છે. નિપાનિયામાં ગોલ્ડન પાલમ ટાઉનશિપના સી બ્લોકમાં એક મકાન 17 લાખ 42 હજારનો એક બંગલો છે. જેનું રજિસ્ટ્રેશન 29 જૂન 2017માં કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં પલાસિયામાં 18 લાખ 58 હજારનો બંગલો ખરીદ્યો છે. સન સિટીમાં સવા કરોડનો એક બંગલો અને મહાલક્ષ્મીમાં થર્ડ ફેઝમાં ભાઈ દીપકના નામે એક હજાર સ્ક્નેરફૂટનો પ્લોટ ખરીદ્યો છે. તેના ખાસ સાથી અને એટીએમ ગ્રૂપમાં મેનેજર રહેલા હેમંત ગોયલને પણ મહાલક્ષ્મી નગરમાં એક પ્લોટ અપાવ્યો છે. તેની કિંમત રૂ. 40 લાખ કરતા વધારે છે. તેની પાસે એક સ્ક્વોડા અને એક રેપિડ કાર પણ છે. તેણે મહારાષ્ટ્રમાં 4 કરોડમાં 6 પ્લોટ પણ ખરીદ્યા છે. જ્યારે અંશની સાથે મળીને તેણે ઉદેપુરમાં એક 35 કરોડની હોટલના પ્રોજેક્ટમાં 50 ટકાની પાર્ટનરશીપ કરી છે. કૌભાંડ પછી અંશને તેણે રૂ. 9 કરોડ આપ્યા હતા. રાજૂએ પોલિસીમાં પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પોલીસી પણ મા, ભાઈ, મિત્રો અને સંબંધીઓના નામે લેવામાં આવી હતી. તેનું પ્રીમિયમ પણ મહિને લાખો રૂપિયા આવતુ હતું.

પાંચ દિવસ પહેલાં પકડવા ગયેલી ટીમને ઘેરી લીધી હતી ગામે

ક્રાઈમબ્રાન્ચ ત્રણ વાર આરોપી રાજુ સુધી પહોંચી ગઈ હતી:

રાજૂએ સરન્ડર કર્યું તેના 5 દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજૂ સુધી પહોંચી ગઈ હતી. તે અકોલા વિસ્તારના એક ગામમાં છુપાયો હતો. પરંતુ તે ગામના લોકોએ તેની ધરપકડ ન થવા દીધી અને તેના બદલે એક જૂથ થઈને ગામના લોકોને ઘેરી લીધા હતા. ડીઆઈજી હરિનારાયણચારીએ મિશ્રાએ જણાવ્યું કે, પહેલાં પણ રાજૂ સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી. આ વખતે ટીમના લોકોને ગામવાળાઓએ ઘેરી લેતા તેમણે અકોલા એસપી સાથે વાત કરીને ફોર્સને પણ મોકલી હતી. પરંતુ ત્યાં સુધી રાજુ નીકળી ગયો હતો.એએસપી સાંપત ઉપાધ્યાયે જણાવ્યું કે, રાજુને સોમવારે કોર્ટમાં રજૂ કર્યો હતો તેને 4 ડિસેમ્બર સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે. તેની ઘણાં મુદ્દાઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે છેલ્લા 3 વર્ષમાં લીધેલી સંપતિ સીલ કરવામાં આવી છે.

સાળા અને સંબંધીની પણ કરી ધરપકડ

ચલણની હેરફેરમાં કરી કરોડોની કમાણી:

રાજૂ ભાગી ગયો હતો તે દરમિયાન આરોપી રાજૂ દશંવતને મદદ કરવા તેને રહેવા, ખાવા અને રોકાવાની વ્યવસ્થા કરાવનાર તેનો સાળો મોનુ, ચંદૂ ઉર્ફે આનંદ જાટ અને અન્ય એક આરોપીની એસઆઈટીએ ધરપકડ કરી છે. પોલીસ તેમને પણ આરોપી બનાવશે. તે ઉપરાંત ધરપકડ પહેલાં રાજૂએ કોઈના મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને એક વીડિયો પણ બનાવ્યો છે. તેમાં તેણે કૌભાંડમાં મહૂના એક કસ્ટમ અધિકારીને રૂ. 40-50 લાખ આપ્યા હોવાની વાત પણ સ્વીકારી છે. તે વીડિયોની પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

ગામના લોકોએ રાજુને બચાવવાનો કર્યો હતો પ્રયત્ન:

રાજુએ કર્યું સરન્ડર:

અન્ય મુખ્ય આરોપી અંશ:

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!