1200 કરોડના ઘરમાં રેહનાર મુકેશ અંબાણીની મર્સીડીઝની ચાવી ખોવાઈ ગઈ, પછી શું થયું?

0

દોસ્તો જરા વિચારો, જ્યારે તમે કોઈ કિંમતી કે જરૂરી ચાવી ખોઈ નાખી હોય અને તમારી પાસે અન્ય કોઈ તાળું ખોલવાનો ઓપ્શન કે અન્ય કોઈ ચાવી ન હોય ત્યારે તમે શું કરશો? બેશક તમે ડુપ્લીકેટ કી બનાવવા માટે કી માસ્ટર વ્યક્તિની શોધ કરશો.

પણ શું તમને ખબર છે જ્યારે અંબાણી તેના 27 ફ્લોરથી બનેલા એન્ટેલીયામાં પોતાની કી ખોઈ બેસે છે ત્યારે શું થાય છે.

દોસ્તો, એક દિવસની વાત છે. મુકેશ અંબાણી પોતાના રોજના સમય અને રૂટીન પ્રમાણે 15મા ફ્લોર પર પોતાના બેડરૂમમાંથી સવારના સમયે ઉઠ્યા, પછી તેમણે રોજની ક્રિયા પ્રમાણે 17માં ફ્લોર પર પોતાના આલીશાન સ્વીમીંગપુલમાં સ્વીમ કર્યું હતું, ત્યાર બાદ તેમણે 19માં ફ્લોર પર પોતાનો સવારનો નાસ્તો કર્યો હતો, પછી મુકેશ અંબાણી પોતાના ઓફીસ ડ્રેસ માટે 14માં ફ્લોર પર ગયા હતા કેમ કે તેમના ઓફીસ માટેના કપડાનું કલેક્શન 14માં ફ્લોર પર જ રહે છે. પછી મુકેશ અંબાણી પોતાના ઓફીસ બેગ, ફાઈલ્સ તથા અન્ય જરૂરી વસ્તુ માટે તે પોતાની પર્શનલ ઓફીસમાં ગયા, જે એન્ટેલિયાનાં 21માં ફ્લોર પર આવેલી છે.

ત્યાર પછી મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી ને ‘bye-bye’ વિશ કરવા માટે 16માં ફ્લોર પર ગયા. અને સાથેજ પોતાના બાળકોને પણ વિશ કરવા માટે તે ફ્લોર નંબર 13 પર ગયા હતા.આ બધી ક્રિયા પતાવ્યા બાદ મુકેશ નીચેના 3 નંબરમાં ફ્લોર પર ગયા જ્યાં તેમના કારનું કલેક્શન રહે છે. ૩માં ફ્લોર પર તે પોતાની ફેવરીટ 2.5 કરોડની મર્સીડીસ લઈને ઓફીસ જવાં માટે રવાના થયા. ત્યારે અચાનકજ બન્યું કાઈક એવું કે મુકેશ અંબાણી એકદમ ચિંતામાં આવી ગયા.

કારમાં બેસતાની સાથે જ અંબાણીને જાણ થઈ કે તેની કારની ચાવી લેવાનીજ ભૂલાઈ ગઈ છે. પણ તેને એ યાદ નથી કે તે ક્યા ફ્લોર પર હશે કેમ કે સવારે ઉઠતાંની સાથે જ મુકેશ અંબાણીએ પોતાના એન્ટેલિયા ના ઘણા ફ્લોરની મુલાકાત લીધી હતી. આખરે તેની કાર કી ક્યા હશે ફ્લોર નંબર 15, 17, 19, 14, ૨૧, 16 કે પછી 13?

અંતે મુકેશ અંબાણીએ પોતાના  IIM qualified GM દરેક ફ્લોરમાના નોકરો, રસોઈયાઓ, મેનેજમેન્ટ લોકો, પુલ  એટેનડંટ લોકો, જીમ ટ્રેઈનર વગેરે ને પૂછવા માટે આદેશ કર્યો. અને અંતે અડધા કલાક પછી મુકેશ પોતાની 2.5 કરોડની મર્સિડીસ ને બદલે પોતાની chauffeur driven ordinary Ikon car માં ઓફીસ માટે રવાના થઈ ગયા. બપોરના 3.30 વાગ્યાની આસપાસ અચાનકજ તેમને જાણ થઈ કે, 4 દિવસ પહેલા એક કામચલાઉ વ્યક્તિએ મુકેશનું પેન્ટ વોશ કર્યું હતું,અને તેમણે સૂકવવા માટે 16 નંબરનાં ફ્લોર પર દોરી પર ટીંગાળવામા આવ્ય હતું, જેનાં પોકેટમાં ખોવાઈ ગયેલી કી હતી. પણ મુકેશને લાગ્યું કે 16માં ફ્લોર પર ભારે પવનનાં લીધે કદાચ કી ક્યાંક દુર ફેંકાઈ ગઈ હશે.

પણ નીતા અંબાણી ની એક સામાન્ય અને ગૃહિણી તરીકેની આદતે આ ચાવી ને શોધી કાઢી. કેમ કે  નીતા અંબાણી પોતાના પરિવારજનોના દરેક કપડા ઈસ્ત્રી માટે મોકલતા પહેલા ચેક કરે છે કે પોકેટમાં કોઈ વસ્તુ રહી ગઈ તો નથી ને? 3 દિવસ બાદ નીતા અંબાણીએ મુકેશ અંબાણીને પૂછ્યું કે તેણે સવારના 3 વાગ્યાથી ઓફીસ જવાના સમયે શું કર્યું અને તે ક્યા હતા? મુકેશે જવાબ આપ્યો કે પોતે તે સમયે ઘરે જ હતા. તો પછી શા માટે હેલીકોપ્ટર રાતના 3 વાગે લેંડ થયું હતું? હેલીકોપ્ટર જર્મનીથી એન્ટેલિયામાં કારની ડુપ્લીકેટ કી આપવા માટે આવ્યું હતું જે મર્સીડીસ લોકો દ્વારા મોકલવામાં આવી હતી.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!